Index Labels

Micromax launches Canvas 4 : Blow kiss to unlock your phone

. . No comments:
 માઈક્રોમેક્સે લૉન્ચ કર્યો કૅન્વસ 4, ફીચર્સ જોઈને દંગ રહી જશો

સેમસંગના ગેલેક્સની S4ની ટક્કરમાં મૂકાયેલો આ ફોન ફૂંક મારવાથી અનલૉક થાય છે અને ખિસ્સાને પરવડે તેવી કિંમત 17,999ની સાથે ભરપૂર ફિચર્સ ધરાવે છે.



ઘણી આતુરતાથી રાહ જોવાઈ રહેલા સ્માર્ટ ફોન કૅન્વસ 4ને માઇક્રોસમેક્સ દ્વારા ગઈ કાલે દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યો છે. માઈક્રોમેક્સ માટે આ ફોન લોન્ચ કરવો એ એક મોટી સિદ્ધિ સમાન છે ત્યારે કંપનીનો આ અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ અને મોંઘો ફોન ગણાય છે જેને ફિચર્સથી ભરી દેવામાં આવ્યો છે.

જો કે આ ફોનના પ્રોસેસર અને હાર્ડવેરની વાત કરીએ તો તેના અગાઉના કૅન્વસ ફોનના વર્ઝનથી વધારે અલગ નથી. જેમ કે લોન્ચ થયેલા નવા ફોનમાં 1.2 GHz ક્વૉડ-કૉર પ્રોસેસર અને 5 ઇંચની ડિસ્પ્લે અગાઉના કેનવાસ HDમાં પણ ઉપલબ્ધ હતાં.

પરંતુ કૅન્વસ 4ના યુનિક ફિચરની વાત કરીએ તો 'blow to unlock' છે જેમાં ફૂંક મારીને આ સ્માર્ટફોનને અનલૉક કરી શકાય છે.


આ ઉપરાંત સેમસંગ ગેલેક્સી S4માંથી ઉધાર લીધેલા એવા ફિચર્સ પણ છે જેમ કે વિડીયો ચાલુ હોય તે દરમ્યાન જો તમે નજર હટાવો છો તો ઓટોમેટિકલી વિડીયો પૉઝ થઈ જાય છે અને જુઓ ત્યારે ફરી ચાલુ થાય છે. simultaneous video view દ્વારા તમે એક કરતાં વધારે વિડીયો પણ એક જ સમયે જોઈ શકો છો. માઈક્રોમેક્સે આ ફોનમાં 'વિડીયો પિનીંગ'ફિચર દ્વારા હોમ સ્ક્રીન પર વિડીયો પિન કરવાની સુવિધા આપી છે જેના દ્વારા વિડીયો જોતી વખતે પણ અન્ય એપ્લિકેશન્સમાં કામ કરવું હોય તો કરી શકાય.

આ સિવાય પણ અન્ય સુપર સ્માર્ટફોનની જેમ ફોન હાથમાં ઉપાડતા જ ફોન આન્સર કરી શકાય તેમ જ નીચે મૂકતાં જ ઓટોમેટિક લાઉડસ્પીકર પર થઈ જાય અને પડેલા ફોનને ફ્લિપ કરતાં જ સાયલન્ટ મૉડ પર કરી દેતા એવા ફિચર્સ વધુ સરળતા અને સુવિધાનો સ્વાદ ચખાડે છે

જ્યારે કેમેરાની વાત કરીએ તો સુંદર પિક્ચર્સ અને બેસ્ટ ક્વોલિટી માટે કંપનીએ આ ફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા જ્યારે 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપ્યા છે. કંપની કહે છે કે કૅન્વસ 4 તેના 'બર્સ્ટ (કન્ટિન્યુઅસ) મૉડ'  દ્વારા 15 સેકન્ડ્સથી પણ ઓછા સમયમાં 99 ફોટો ક્લિક કરી શકે છે. રિયર કેમેરા 1080p રેઝ્યોલુશનનો વિડીયો રેકોર્ડ કરી શકે છે અને તે ઉપરાંત વર્ટિકલ પેનોરમા, એન્ટિ-શૅક, ફૅસ ડિટેક્શન જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યાં છે. ગતિશીલ દ્રશ્યને પણ ફ્રીઝ કરીને પિક્ચર લઈ શકાય તેવું ફિચર પણ ઉપલબ્ધ છે.

કૅન્વસ 4માં આ પણ છે કંઈક ખાસ
  • નોકિયા લુમિયા 920ની જેમ આ ફોનનું ટચસ્ક્રીન ગ્લવ્ઝ પહેરીને પણ ઉપયોગ કરી શકાય તેવી રીતે ઓપ્ટીમાઇઝ કરવામાં આવ્યું છે.
  • કૅન્વસ 4ની સાથે રૂ.3000નું ફ્રી એલ્યુમિનીયમ કવર આવે છે જે તમને ફોન કવરમાં હોવા છતાં પણ ફોનનો ઉપયોગ કરવા દેશે.
  • આ સ્માર્ટફોનની બોડી ઍનોડાઈઝ્ડ એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવી છે જે એક પ્રિમીયમ લૂક તો આપે જ છે પરંતુ કોલ ક્વોલિટીના સિગ્નલ્સને બમણી પણ કરે છે.
  • કેમેરામાં વર્ટિકલ પેનોરમા એટલે કે ઉપરથી નીચે ફરતો આખો ફોટો પણ ક્લિક કરી શકાય છે
  • Half in Half ફિચર દ્વારા સ્ક્રીનમાં એકસાથે બે એપ્લિકેશનમાં કામ કરી શકાય છે.
  • આ સ્માર્ટ ફોન ફક્ત કાનની પાસે જ લઈ જતાં ફોન આન્સર કરી આપે છે જ્યારે કોન્ટેક્ટ સિલેક્ટ કરો અને કાન પાસે લઈ જતાં ડાયલ કરી આપે છે.


ગેલેક્સી S4ની સામે ક્યાં પાછળ પડ્યો કૅન્વસ?
  • એન્ડ્રોઈડની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ 4.2.2 નથી
  • ગેલેક્સી S4ની બેટરી કેપેસિટી 2600mAhની સામે 2000mAh છે
  • ગેલેક્સી S4 પાસે 2GB RAM છે તો કૅન્વસ S4માં 1GB RAM
  • ગેલેક્સી S4ના 1.6GHzના પ્રોસેસર સામે કૅન્વસ 1.2GHz ધરાવે છે.

કૅન્વસ 4ના કી-સ્પેસિફિકેશન્સ
  • 5.0 ઇંચ HD ડિસ્પ્લે
  • 1.2 GHz ક્વૉડ-કૉર પ્રોસેસર
  • 1GB RAM
  • 16GB ઇન્ટર્નલ અને 32GB એક્સ્પાન્ડેબલ મેમરી
  • 13 મેગાપિક્સલ રિયર અને 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • એન્ડ્રોઈડ 4.2.1 જેલીબિન ઓપરેટિંગ સિસ્ટમ
  • ડ્યુઅલ સિમ

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links