Index Labels

Remarkable events of year 2013 in the world of Sci & Tech

. . No comments:

2013માં વિજ્ઞાન, ટેકનો અને મેડિકલ ક્ષેત્રે બનેલી મહત્વની ઘટનાઓ


વર્ષ 2013 જ્યારે વિદાય લેવા માટે થનગની રહ્યું છે ત્યારે આજે નજર કરીશું આખા વર્ષ દરમ્યાન બનેલી વિજ્ઞાન, મેડિકલ અને ટેકનોલોજી જગતની મહત્વની ઘટનાઓ પર. આ વર્ષમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેમાં કૃત્રિમ ખોરાક ઉપરાંત રક્તવાહિનીઓનું પણ સર્જન કરવામાં આવ્યું છે. માનવજાત માટે આખા વર્ષ દરમ્યાન ટેકનોલોજી, મેડિકલ, વિજ્ઞાન ક્ષેત્રે એવી કઈ નવી શોધ – સંશોધન થયા તેના પર કરીએ નજર.


જાન્યુઆરી

2 જાન્યુઆરી
  • ખગોળશાસ્ત્રીઓએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આકાશગંગા તારામંડળમાં પ્રતિ તારાએ ઓછામાં ઓછો એક ગ્રહનો સમાવેશ થયેલો છે જેથી પરિણામે આશરે 100-400 અબજ જેટલા એક્સોપ્લેનેટ્સ (સૂર્યમંડળની બહારના ગ્રહ – પ્લેનેટ્સ)થી ભરેલું છે બ્રહ્માંડ. 
  • LG ઇલેક્ટ્રોનિક્સ દ્વારા સૌપ્રથમ કમર્શિયલ OLED (organic light-emitting diode)ટેલિવિઝન લૉન્ચ કર્યા. OLED સ્ક્રીન વધુ પાતળા, વધુ સક્ષમ અને સામાન્ય LCD અને પ્લાઝમા સ્ક્રીન કરતાં વધુ સારી રીતે પિક્ચર ક્વોલિટી દર્શાવે છે.
3 જાન્યુઆરી
  • ટોયોટા દ્વારા ઓટોનોમસ (ડ્રાઈવર વિનાની – રોબોટ) કારનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું. આ કાર પોતાની આજુબાજુની વસ્તુ અને પરિસ્થિતિ પ્રમાણે કામ કરવાનું, તેના ડ્રાઈવીંગને મોનિટરિંગ અને અન્ય વાહનો સાથે કમ્યુનિકેટ કરવાની સુપર ક્ષમતા ધરાવે છે.
6 જાન્યુઆરી 
  • બ્રિટિશ સંશોધનકારોએ ફોટોસેન્સિટિવ કોષના ઇન્જેક્શન દ્વારા ઉંદર પર અંધત્વ દૂર કરવાનો સફળ પ્રયોગ કર્યો હતો.
7 જાન્યુઆરી 
  • ઓસ્ટ્રેલિયાએ આ દિવસે રેકોર્ડજનક 40 C ગરમીનો અનુભવ કર્યો હતો જેના કારણે દાવાનળ ફાટી નીકળ્યો હતો જે દેશના ઇતિહાસની સૌથી મોટી આગ હતી.
  • હાર્વર્ડ-સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના ખગોળશાસ્ત્રીઓએ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં જણાવાયું હતું કે અંદાજે આકાશગંગામાં પૃથ્વીની સાઈઝ જેટલાં 17 અબજ જેટલાં એક્સપ્લેનેટ્સ છે.
9 જાન્યુઆરી 
  • હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા સુપરનોવાની ભાળ મળી જે પૃથ્વીથી સૌથી વધુ દૂર અંતર માટે જાણીતું છે તે લગભગ 10 અબજ પ્રકાશવર્ષ જેટલું દૂર છે. (એક પ્રકાશવર્ષ = 9,460,730,472,580.8 કિલોમીટર્સ)
  • બ્રિટિશ અને કેનેડિયન સંશોધનકર્તાઓએ ટેબ્લેટ કમ્પ્યૂટર બનાવ્યું જે એક કાગળ જેટલું પાતળું અને ફ્લેક્સિબલ છે.
10 જાન્યુઆરી
બ્રિટિશ જનરલ લાઈટહાઉસ ઓથોરિટીએ નેવિગેશન સિસ્ટમની નવી બેકઅપ સિસ્ટમ એક્ટિવેટ કરી જેમાં GPS સિગ્નલ ફેઇલ થઈ જાય તો પણ વહાણોને નેવિગેટ કરવા મળે.
11 જાન્યુઆરી 
વૈજ્ઞાનિકોએ બ્રીથ (શ્વાસ) ટેસ્ટ કરવા જેવું ‘બ્રીથલાઇઝર’ ડેલવોપ કર્યુ છે જેનાથી તુરંત અને ચોક્કસપણે ફેફસાના ઇન્ફેક્શનનું નિદાન કરી શકાય.
13 જાન્યુઆરી
ન્યૂ ઇંગ્લેન્ડના મેસાસ્યુસેટ્સ ખાતેના ડોક્ટર્સે દવાની સાઈઝના મેડિકલ સ્કેનરની શોધ કરી જેને દર્દી સલામતીપૂર્વક ગળી શકે છે જે રોગના નિદાન માટે સ્કેનિંગ કરવામાં મદદરૂપ બને છે.
21 જાન્યુઆરી
હોલેન્ડના આર્કિટેક્ટ દ્વારા દુનિયાની સૌપ્રથમ 3D-પ્રિન્ટેડ બિલ્ડીંગ બાંધવાની તૈયારી કરી દેવામાં આવી છે. 3D પ્રિન્ટિંગ દ્વારા મજબૂત આર્ટિફિશ્યલ માર્બલનું ઉત્પાદન કરીને આ બિલ્ડીંગ બાંધવામાં આવશે જેને 2014 સુધીમાં પૂર્ણ કરવાની સંભાવના જણાઈ રહી છે.
22 જાન્યુઆરી
NEC અને Corning કંપની દ્વારા મલ્ટિ-કોર ફાઈબર ઓપ્ટિક કેબલ બનાવવામાં આવ્યો જે પ્રતિ સેકન્ડ રેકોર્ડ-બ્રેકિંગ 1 Petabit (1 પીટાબીટ = 134217728 MB) ડેટા ટ્રાન્સફર કરવાની ક્ષમતા ધરાવે છે.
23 જાન્યુઆરી
યુ.કેમાં બ્રિટિશના એક વ્યક્તિને સૌપ્રથમ ‘માઈકલએન્જેલો હેન્ડ’ (બાયોનિક – રોબોટિક હાથ) મળ્યો હતો જે એન્જિનિયરિંગ જેવા નાજુક કામ માટે પણ થઈ શકે તેવા કુદરતી સ્નાયુઓની જેમ જ ચોકસાઈપૂર્વક કામ કરી શકતું હતું.


ફેબ્રુઆરી


5 ફેબ્રુઆરી
સ્કોટલેન્ડની હેરિઓટ-વૉટ યુનિ.ના વૈજ્ઞાનિકોએ એવું 3D પ્રિન્ટર ડેવલપ કર્યુ જે જીવંત કોષો પેદા કરી શકે છે અને ભવિષ્યમાં લગભગ સંપૂર્ણ અવયવ પ્રિન્ટ કરી શકશે.
6 ફેબ્રુઆરી
જુદા જુદા ડેવલપમેન્ટમાં અમેરિકન અને જપાનીઝ એન્જિનયર્સે એવું 3D પ્રિન્ટર બનાવ્યું છે જે માંગો તે પ્રમાણેના ફ્લેવર્સ અને બનાવટનું ભોજન પીરસી શકે છે. આ રૂઢિગત ભોજનને રિપ્લેસ કરશે તેમ જ અવકાશયાત્રીઓને પણ જુદા જુદા ભોજનનો લાભ આપશે
10 ફેબ્રુઆરી 
નાસાના મંગળ પર પહોંચેલા ક્યુરિયોસિટિ માર્સ રોવર દ્વારા ડ્રિલીંગ કરીને અન્ય ગ્રહ પરથી સૌપ્રથમ ખડક સેમ્પલ તરીકે મેળવાયો.
14 ફેબ્રુઆરી 
ઓક્સફર્ડ યુનિ.ના એન્જિનિયર્સે એવી ઓટોનોમસ કાર બનાવી જેને સરળતાથી મેન્યુઅલ અને ઓટો-ડ્રાઈવ મોડમાં સ્વીચ કરી શકાય.ધ લાર્જ હાર્ડોન કોલિડોર પ્રોજેક્ટ (મહામશીન) તેની સિસ્ટમ અપગ્રેડ કરવા માટે બે વર્ષ માટે બંધ કરી દેવામાં આવ્યું
15 ફેબ્રુઆરી  
2012 DA14 નામનો તારો જે લગભગ 1,30,000 ટન વજન ધરાવે છે તે પૃથ્વીથી લગભગ 27000 કિમીના અત્યાર સુધીના સૌથી નજીક અંતરેથી પસાર થયો હતો.
20 ફેબ્રુઆરી 
ઇન્ટરનેટ આંત્રરપ્રિન્યોર્સ સર્જે બ્રીન (ગૂગલ) અને માર્ક ઝુકરબર્ગ (ફેસબુક) દ્વારા જીવવિજ્ઞાન ક્ષેત્રે ચમત્કારિક કામ કરનાર દરેક માટે 30 લાખ ડોલરનું ન્યૂ ગ્લોબલ પ્રાઈઝ તરીકે એવોર્ડ જાહેર કર્યો.
23 ફેબ્રુઆરી  
યુ.એસના એક શોધકે અલ્ટ્રાસોનિક સેન્સર્સ અને હેપ્ટિક ફીડબેક દ્વારા ‘સ્પાઈડર-સેન્સ’ બોડી સુટની શોધ કરી. જે આ સુટ પહેરનારને આવનારા ભયથી ઍલર્ટ કરે છે અને તેને શોધીને હુમલો કરનાર સાથે રિસ્પોન્ડ પણ કરી શકે છે અને તે પણ આંખો બંધ હોય તેવી પરિસ્થિતિમાં પણ.
26 ફેબ્રુઆરી  
અમેરિકન એન્જિનિયર્સે વાયરલેસ ચાર્જ થઈ શકે તેવી ફ્લેક્સિબલ બેટરી બનાવી જેને તેની સાઈઝ કરતા ત્રણ ગણી સુધી ખેંચી શકાય. ભવિષ્યમાં સ્માર્ટફોન, ટેબલેટ્સ અને મેડિકલ ઇલેક્ટ્રોનિક્સમાં તેનો ઉપયોગ થઈ શકશે.
28 ફેબ્રુઆરી  
ડ્યુક યુનિના સંશોધકોએ માહિતીની આપ-લે કરવા માટે બે ઉંદરોના મગજને પરસ્પર સફળતાપૂર્વક કનેક્ટ કર્યા. બ્રેઇન-ટુ-બ્રેઇન કનેક્ટ કરવાની આ સૌપ્રથમ ઘટના હતી.


માર્ચ

3 માર્ચ  
અમેરિકન વૈજ્ઞાનિકોનો રિપોર્ટ જણાવે છે કે તેમણે એક બાળકના HIVની સારવાર કરી હતી જેમાં એચઆઈવીના શરૂઆતી દિવસો દરમ્યાન જ એન્ટિરિટ્રોવાયરલ ડ્રગ્સનો એક કોર્સ કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ એક વર્ષ સુધી કોઈ પણ પ્રકારની સારવાર કે દવા કરાવી ન હતી તેમ છતાં HIVના કોઈ પણ લક્ષણ જણાયા ન હતાં.
7 માર્ચ  
દુનિયામાં સૌપ્રથમ વખત એક વ્યક્તિના 75 ટકા ઇજા પામેલી ખોપડીને 3D પ્રિન્ટેડ પોલીમર ખોપડી દ્વારા રિલ્પ્લેસમેન્ટ ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું. ભવિષ્યમાં ઈજા પામેલા શરીરના ભાગોને આ રીતે કૃત્રિમ રીતે મેન્યુફેક્ચર કરાયેલા ભાગથી ઇમ્પાલન્ટ કરી શકાશે.
16 માર્ચ  
જાપાનીઝ સંશોધનકારોએ ‘સ્મેલિંગ સ્ક્રીન’ બનાવી જે એક ડિજિટલ ડિસ્પ્લે સ્ક્રીન છે જેમાં જ્યાં પિન-પોઈન્ટ કરો ત્યાંથી સુગંધિત સ્ત્રાવ થાય.
17 માર્ચ  
Shams 1 નામનો દુનિયાનો સૌથી વિશાળ સોલર પાવર પ્લાન્ટ અબુ ધાબી, યુએઈમાં કાર્યરત થયો.
18 માર્ચ  
નવા અભ્યાસમાં જાણવા મળ્યું કે જો પૃથ્વીનું એવરેજ તાપમાન ફક્ત 2 સેલ્સિયસ ડિગ્રી પણ વધી જાય તો ‘કેટરિના’ જેવા વિનાશક વાવાઝોડાનું પ્રમાણ વધી જશે.
19 માર્ચ  
કેમ્બ્રિજ યુનિ.ના સંશોધકોએ વર્ચ્યુઅલ ‘ટોકિંગ હેડ’ (બોલતું માથું)નું પ્રદર્શન કર્યું હતું જેમાં રિયલ ઇમોશન્સ પણ જણાતા હતાં.
21 માર્ચ  
3D ઇમેજને સ્પેશ્યલ ચશ્મા વિના જોઈ શકાય તેવી વિડીયો સ્ક્રીન વૈજ્ઞાનિકોએ ડેવલપ કરી

એપ્રિલ

4 એપ્રિલ  
નવી કેમેરા સિસ્ટમની શોધ થઈ જેમાં એક કિલોમીટર દૂર અંતરેથી હાઈ-રિઝ્યોલુશન 3D ઇમેજ ક્લિક કરી શકાય
7 એપ્રિલ  
યુ.એસની એક કંપનીએ છોડમાંથી એક પ્રોટીન બનાવ્યું જેને ઇંડાઓની બદલીમાં દરેક પ્રકારના ફૂડમાં ઉપયોગ કરી શકાય.
10 એપ્રિલ
વૈજ્ઞાનિકોએ દર્દીના મગજનો અભ્યાસ કરીને તેના દર્દને માપવાની એક પદ્ધતિ વિકસાવી.
15 એપ્રિલ 
લેબોરેટરીમાં વિકાસ પામેલી કિડનીને એક જીવતા ઉંદરમાં સફળપૂર્વક ટ્રાન્સપ્લાન્શન કરવામાં આવ્યું. આ અભૂતપૂર્વ સફળતા ભવિષ્યમાં મનુષ્યજીવન માટે આશીર્વાદરૂપ બનશે.
25 એપ્રિલ  
આંશિક ચંદ્રગ્રહણ થયું.


મે

1 મે 
અમેરિકન એન્જિનિયર્સે મલ્ટિ-લેન્સ ડિજિટલ કેમેરા બનાવ્યો જે જીવજંતુઓની આંખ જેટલો છે અને હાઈ રિઝ્યોલુશન ઇમેજ ક્લિક કરી શકે છે.
6 મે  
યુરોપીયન સંશોધનકર્તાઓ દ્વારા ગ્રે કલરના વાળ માટેનો ઉપચાર જાહેર કરવામાં આવ્યો.
9 મે 
ઉંદરો પર કરાયેલા એક મહત્વના સંશોધનમાં એક પ્રકારના પ્રોટીનની જાણ મળી જેનાથી હૃદયની સાઈઝ અને જાડાઈ ઘટે છે. આમ થવાથી માણસો માટે હાર્ટ-ફેલ તેમ જ ઘરડાપણાની સારવારમાં મદદ મળી શકે છે.
10 મે  
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા ‘સર્ચ એન્ડ રેસ્ક્યુ’ ડ્રોન (માનવરહિત નાના હેલિકોપ્ટર)થી કોઈ વ્યક્તિને બચાવાયો હોય તેવો સૌપ્રથમ કિસ્સો બન્યો.
15 મે  
  • માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર્સ પીગળી રહ્યાં છે તેવા પુરાવા મળ્યાં
  • એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું કે પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ સફેદ રક્ત કોષો ઝડપી ઓછા થવા લાગે છે જેના પરિણામે સ્ત્રીઓની આવરદા પુરુષો કરતા વધુ હોય છે.
16 મે
વાયરલેસ ડેટા ટ્રાન્સફરમાં નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો જેમાં 240GHZ સ્પીડ પર પર એક કિ.મી દૂર અંતરે 40 જીબી ડેટા ટ્રાન્સફર કરવામાં આવ્યો.
29 મે  
સૌપ્રથમ વાર ખગોળશાસ્ત્રીઓના ધ્યાનમાં આવ્યું કે ફરતો ન્યુટ્રોન સ્ટાર અચાનક ધીમો પડી રહ્યો છે.

જૂન

6 જૂન 
  • સૌપ્રથમ વખત અમેરિકામાં બાયોએન્જિનિયર્ડ (કૃત્રિમ) રક્તવાહિની દર્દીના હાથમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. 
  • વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે પક્ષીઓની પુરુષ પ્રજાતિઓ લિંગ ધરાવતા હોતા નથી. તેઓ શુક્રાણુકોષો, પેશાબ અને મળનો નિકાલ કરવા માટે ‘ક્લોઅકા’ નામના દ્વારનો ઉપયોગ કરે છે.
10 જૂન
કાર્બન ફાઇબર કેબલ દ્વારા બનાવાયેલી સ્કાયસ્ક્રેપર એલિવેટરનું પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં પેસેન્જર લીફ્ટ બદલ્યા વિના 1000 મીટર (3300 ફૂટ) સુધી ઊંચે જઈ શકે.
17 જૂન
TOP500 દ્વારા ચીનના Tianhe-2 સુપરકમ્પ્યૂટરને દુનિયાનું સૌથી પાવરફૂલ કમ્પ્યૂટર જાહેર કરવામાં આવ્યું જે પ્રતિ સેકન્ડે 33 ક્વોડ્રિલિયન ઓપરેશન્સ કરી શકે છે.(1 ક્વોડ્રિલિયન = 10 લાખ અબજ)
18 જૂન 
ગૂગલે સેટેલાઈટથી સસ્તા ઇન્ટરનેટ માટે ઊંચે ઊડી શકે તેવા બલૂન હવામાં તરતા મૂક્યા જે વાયરલેસ ઇન્ટરનેટના બીમ બનાવે.
26 જૂન 
અત્યાર સુધીમાં શોધાયેલા 50000 વર્ષ જૂના DNA સિક્વન્સ કરતા પણ જૂની DNA પ્રાપ્ત થયું જે એક પ્રાચીન ઘોડાના હાડકામાંથી મળ્યું જેને 70000 વર્ષ જૂનું માનવામાં આવે છે.
27 જૂન 
જાપાનીઝ વૈજ્ઞાનિકોએ ફક્ત એક ટીપું લોહીના કોષોમાંથી સ્વસ્થ ઉંદરનું ક્લોન બનાવ્યું.
28 જૂન 
MITના એન્જિનિયર્સે X-Ray વિઝન વિકસાવી છે જેના દ્વારા દિવાલની આરપારની હરકતોને જાણી શકાય છે.

જુલાઈ

2 જુલાઈ 
 પ્રતિદિન કોફીના અમુક કપ પુરુષો અને સ્ત્રીઓમાં આત્મહત્યા કરવાનું પ્રમાણ 50% જેટલું ઘટાડે છે તેવું એક અભ્યાસમાં જાણવા મળ્યું. 
3 જુલાઈ  
બે પુરુષ દર્દીઓ પર ‘બૉન મારો’ (ટિશ્યુ) ટ્રાન્સપ્લાન્ટ દ્વારા HIVને દૂર કરવાનો સફળ પ્રયોગ થયો.
4 જુલાઈ 
ધ લંડન એરે, અત્યાર સુધીનો સૌથી મોટો પવનચક્કી ફાર્મ યુ.કેમાં ઓપન થયો
9 જુલાઈ  
વૈજ્ઞાનિકોએ બાળકો માટે એવો બ્લડ ટેસ્ટનો વિકાસ કર્યો જેમાં તેની ઉંમર અને સ્વાસ્થ્યની આવરદા જાણી શકાય.
16 જુલાઈ  
નાસાનું મંગળ પર ગયેલું ક્યુરિયોસિટી રોવરે તેના ઉતરાણ (2012) પછી કુલ 1 કિ.મીનો પ્રવાસ ખેડ્યો.
22 જુલાઈ  
વૈજ્ઞાનિકોએ જાણ્યું કે માણસની જેમ ડોલ્ફિન્સ પણ એકબીજા સાથે સંપર્ક કરવા માટે એક યુનિક પ્રકારના નામનો ઉચ્ચાર કરે છે.
   

ઓગસ્ટ


2 ઓગસ્ટ
હાર્વર્ડ યુનિ. દ્વારા સુપર ગ્લાસ આવરણ બનાવવામાં આવ્યું જે આપમેળે ક્લિન થઈ શકે છે તેમ જ તેના પર સ્ક્રેચ પણ થતાં નથી.
8 ઓગસ્ટ
તાજેતરના જ એક પ્રયોગમાં નવી મલેરિયાની રસી બતાવવામાં આવી જે 100 ટકા અસરકારક નીવડશે.
14 ઓગસ્ટ
માનવના સ્નાયુઓમાંથી વૈજ્ઞાનિકોએ સંપૂર્ણપણે કાર્ય કરતું ઉંદરનું હૃદય બનાવ્યું.
15 ઓગસ્ટ
નવા અભ્યાસ અનુસાર વર્ષ 2040 સુધીમાં ગરમીનું પ્રમાણ ચાર ગણુ થશે.
28 ઓગસ્ટ
લેબોરેટરીમાં સ્ટેમ સેલ્સમાંથી વટાણાની સાઈઝ જેટલા મનુષ્યના મગજનો વિકાસ કરવામાં આવ્યો.
યુ.કેના સંશોધનકર્તાઓ દ્વારા માનવનિર્મિત દુનિયાનું સૌથી ઝડપી સ્પિનિંગ ઓબ્જેક્ટ બનાવવામાં આવ્યું જે પ્રતિ મિનિટ 60 કરોડ ચક્કર લગાવી શકે છે.

સપ્ટેમ્બર 

5 સપ્ટેમ્બર
ઉત્તરીય પેસિફિકમાં આવેલો દરિયાની અંદરનો જ્વાળામુખી અન્ય જ્વાળામુખી જેવો નથી તેવું સ્પષ્ટ થયું જેના કારણે તે પૃથ્વી પરનો સૌથી મોટો જ્વાળામુખી સાબિત થયો.
12 સપ્ટેમ્બર
નાસાએ જાહેર કર્યું કે વોયેજર 1એ સત્તાવાર રીતે સૂર્યમંડળ છોડી દીધું છે. જે 1977થી અંતરિક્ષમાં ટ્રાવેલ કરી રહ્યું છે.
20 સપ્ટેમ્બર
અભ્યાસકર્તાઓને બ્રેઇન ટ્યુમર માટેના કારણભૂત પ્રોટીનની ભાળ મળી.
25 સપ્ટેમ્બર
મગજ દ્વારા સંચાલિત પ્રોસ્થેટિક (કૃત્રિમ) પગ બનાવવામાં આવ્યો.


ઓક્ટોબર


4 ઓક્ટોબર
MITના સંશોધનકર્તા દ્વારા આપમેળે બની શકે તેવા રોબોટ્સ બનાવવામાં આવ્યાં જે નાના ચોસલાઓ દ્વારા પોતાની જાતે જ આગળ વધે તેમ જ આકાર લેવાની ક્ષમતા ધરાવે છે.
17 ઓક્ટોબર
  • અભ્યાસકર્તાઓએ દર્શાવ્યું કે મગજમાં પેદા થતાં ઝેરને ક્લિન કરવા માટે.ઊંઘ જરૂરી છે.
  • 10 વર્ષ સુધીની ગણતરી બાદ માલૂમ પડ્યું કે અંદાજે એમેઝોનના જંગલોમાં જુદા જુદા પ્રકારના 390 અબજ વુક્ષો છે.
22 ઓક્ટોબર
ખગોળશાસ્ત્રીઓએ 1000મો એક્સોપ્લેનેટ (સૂર્યમંડળની બહારનો ગ્રહ) શોધી પાડ્યો.
23 ઓક્ટોબર
ઓસ્ટ્રેલિયાના અભ્યાસકર્તાઓને વૃક્ષમાં ધાતુનું પ્રમાણ મળ્યું જેમાં સોનાના પણ અમુક અંશ જણાયા હતાં.

નવેમ્બર

3 નવેમ્બર
સૂંપૂર્ણ સૂર્યગ્રહણ થયું.
5 નવેમ્બર
ભારતે પોતાનું અભિયાન શરૂ કરવા મંગળ ગ્રહ પર મંગળયાન રવાના કર્યું
9 નવેમ્બર
સિંગાપોરની સાઈઝ જેટલો 700 ચો.કિમીનો મોટો બરફનો ટુકડો પશ્ચિમ એન્ટાર્કટિકામાં તૂટી પડ્યો હતો.
11 નવેમ્બર
નેનોટેકનોલોજીનો ઉપયોગ કરીને કોલમ્બિયા યુનિએ વિશ્વનો સૌથી નાનો FM રેડિયો બનાવ્યો.
14 નવેમ્બર
સેટેલાઈટની ઇમેજ દ્વારા જાણવા મળ્યું કે વૈશ્વિક સ્તરે 2000-2012ના ગાળામાં 10.50 લાખ ચો.ફૂટ જંગલોનું નુકસાન થયું છે.
20 નવેમ્બર
દક્ષિણ કેલિફોર્નિયા યુનિમાં નવી 3D પ્રિન્ટિંગ પ્રોસેસ વિકસાવવામાં આવી જેમાં પ્રોડક્શનનો ટાઈમ કલાકોમાંથી ઘટાડી મિનિટોમાં કરી શકાય.

ડિસેમ્બર


1 ડિસેમ્બર
ચીને અભ્યાસ માટે તેનું Chang'e 3 નામનું લુનર (ચંદ્ર) રોવર મોકલ્યું.
2 ડિસેમ્બર
1000 જેટલાં મગજને સ્કેન કરીને અભ્યાસ કરવામાં આવ્યો જેમાં પુરુષ અને સ્ત્રીઓના વચ્ચેના તફાવત જાણવા મળ્યાં.
3 ડિસેમ્બર
હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા સૂર્યમંડળની બહાર રહેલા એક્સોપ્લેનેટ્સ પર પાણીના પુરાવા જોવા મળ્યાં
4 ડિસેમ્બર
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે 4 લાખ વર્ષ જેટલો સૌથી જૂનો માનવીય DNA મળી આવ્યો જે સ્પેનમાં એક આદિવાસી માનવીયના હાડકાના ટુકડામાંથી મળ્યો. જેને પ્રાચીન મનુષ્યના DNA સાથે મેચ થાય છે.
9 ડિસેમ્બર
નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે મંગળ ગ્રહ પર એક પાણીનું મોટું તળાવ છે.




Article Published on 14/12/2013 in 'Science' Supplement of Gujarat Guardian Newspaper, Surat

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links