Index Labels

What is Web 2.0 ? - Modern Child of Internet

. . No comments:
Web 2.0 – ઈન્ટરનેટનું મોડર્ન છોકરું

Web 2.0 આ શબ્દ કોમ્પ્યુટરનો ઉપયોગ કરનારા કે તેનાથી વંચિત રહેનારા દરેકના કાને પડેલો શબ્દ છે. અને જો આ શબ્દ તમે સાંભળ્યો ન હોય તો બોસ, તમે કોમ્પ્યુટર જગતના નવા નિશાળિયામાં ખપાઈ ગયાં સમજો.

ગયા વર્ષે આ શબ્દએ વિશ્વમાં એટલી ઉત્સુકતા જગાવી હતી કે સૌથી વધુ વપરાયેલ શબ્દ તરીકે સ્થાન પામ્યો. પરંતુ આજે પણ આ વેબ 2.0 શું છે એ ખરેખર મોટા ભાગના લોકો માટે રામગોપાલ વર્માની ફિલ્મોની જેમ રહસ્યમય જ છે.

વેબ 2.0નો અર્થ સમજવા જઈએ તો એવું થાય કે જાણે બગલમાં છોરું ને ગામમાં ઢિંઢોરો. હા, એવું જ કંઈ કારણકે વેબ 2.0 ટેકનોલોજી આપણે હાલમાં ઈન્ટરનેટ ઉપર ઉપયોગ કરી જ રહ્યાં છીએ ફક્ત આપણને તેની ઓળખ નથી. Web 2.0 એ એક પ્રકારની ટેકનો-કલ્ચર પ્રક્રિયા છે જે 2004માં શરૂ થઈ. આ ટેકનોલોજીમાં ઓનલાઈન સોફ્ટવેર સર્વિસ www (વર્લ્ડ વાઈડ વેબ)ના માધ્યમથી ઈન્ટરનેટના બ્રાઉઝર દ્વારા એક સોફ્ટવેરના રૂપમાં રજૂ કરવામાં આવે છે. જેના દ્વારા યુઝર સરળ રીતે ઓનલાઈન રીયલ ટાઈમ પર માહિતી કે સર્વિસનો લાભ મેળવી શકે છે. એટલે કે હવે ઈન્ટરનેટ પહેલાંની જેમ ફક્ત માહિતી આપવા માટેનું માધ્યમ જ નહીં પરંતુ રિમોટ એક્સેસ દ્વારા સોફ્ટવેરનો ઉપયોગ કરી સર્વિસનો લાભ આપવા પણ સક્ષમ બન્યું છે.

વધુ ખ્યાલ માટે નીચેના વેબ 2.0 સર્વિસના ઉદાહરણો જોવાથી સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. જેના માટેની આજે ઈન્ટરનેટ ઉપર ઘણી સાઈટો છે.

  • web-based email
  • online banking
  • project management tools
  • word processing
  • spread sheeting
  • news feeds (RSS, XML)
  • online radio
  • video hosting
  • geometrics and mapping services
  • car anti-theft tracking and GPS
  • home security surveillance
  • dating and relationships services
  • psychology and medical counseling
  • headhunting and executive job searching
  • sports team organizing
  • photo gallery services
  • music and file sharing
  • computer virus scanning
  • computer hardware testing
  • private investigator and confidential search services
  • wedding planning
  • consignment and flea market trading (e.g. eBay)
  • price shopping for consumer goods
  • digital photo processing
  • logo design and graphic arts services

વેબ 2.0 ટેકનોલોજી માટે www.technorati.com, www.digg.com, www.flickr.com, www.youtube.com, www.orkut.com, www.icicibank.com વગેરે જેવી સાઈટો ઉદાહરણરૂપ છે.

હવે જ્યારે વેબ 2.0 છે તો એવો ખ્યાલ પણ આવતો હશે કે વેબ 1.0 હોવું જ જોઈને. હા કેમ નહીં, વેબ 2.0ને વધુ રીતે સમજવું હોય તો વેબ 1.0 સમજીએ એટલે વેબ 2.0ને આપોઆપ સમજી જવાય. માર્કેટિંગ જગતમાં કહેવાય છે ને કે જ્યારે પ્રથમ પ્રપોઝલ કે પ્રેઝેન્ટેશન યોગ્ય ન લાગે તો બીજું રજૂ કરીને તેને 1.0 થી 2.0 કે એવું નામ આપી દેવાનું. બસ, આ વેબ 1.0 અને 2.0ના કિસ્સામાં પણ આવું જ કંઈ છે.

વેબ 1.0 ખરેખરમાં 1989માં શરૂ થયું હતું. ગ્રાફિક્સ, ફોટો, ડિઝાઈન અને ડોક્યુમેન્ટ્સને માહિતી કે બ્રોચર રૂપે ઓનલાઈન વેબસાઈટ દ્વારા લોકો સમક્ષ મૂકવામાં આવતું જેને વેબ 1.0 ટેકનોલોજીનું નામ આપવામાં આવ્યું હતું.

અમેરિકામાં વર્ષ 1990માં ક્લિન્ટનના શાસન સમયે આ ટેકનોલોજીને ‘માહિતીનો સુપરહાઈવે’ તરીકે મીડિયા દ્વારા ચગાવવામાં આવ્યો અને www નો ઉપયોગ આસમાને પહોંચ્યો. ત્યાર બાદ તો આખી દુનિયા વેબ 1.0 ને માહિતી મેળવવાનો મોડર્ન અને સરળ રસ્તો સમજી વેબ દુનિયામાં કૂદી પડી.

વેબ 1.0નો જાદૂ 2001 સુધી તો જોર ચાલ્યો પરંતુ તેનો અતિરેક અને માહિતી આપવાની એક મર્યાદાના કારણે લોકોમાં તેનો પ્રભાવ અને વિશ્વાસ ઘટતો ગયો. શરૂઆતમાં કૂદી પડેલાં રોકાણકારો અને ડોટ કોમ કંપનીઓની મલ્ટી મિલિયન ડોલરના નફાની આશા ઠગારી નીવડતાં કંપનીઓ બંધ થવા લાગી. ફક્ત ઓનલાઈન ડોક્યુમેન્ટ અને માહિતી મળતી હોવાને કારણે લોકોમાં તેનો ઉપયોગ સીમિત થવા લાગ્યો અને અચાનક 2001માં ઈન્ટરનેટનો ઉછાળો મારેલો ઉપયોગ એકદમ શાંત પડી ગયો. 2001થી 2004 સુધીમાં તો ઈન્ટરનેટની હાલત યુવાન વ્યક્તિ વૃદ્ધ થતાં તરછોડવામાં આવે તેવી થઈ ગઈ.

પરંતુ વેબ 1.0 સમયના હકીકતમાં યોગ્ય રોકાણકારો અને કંપનીઓ હજુ પણ આ માધ્યમને મજબૂત ગઈ રહ્યાં હતાં અને જેને કારણે થાકીને હતાશ થવાના બદલે કંઈ નવું કરવા માટે અડગ રહ્યાં. જેને પરિણામે ટેકનિશયન્સ અને કંપનીઓની મદદથી વેબ 1.0ની ફક્ત માહિતી આપવાને બદલે તેનાથી પર થઈને ઓનલાઈન સર્વિસ આપવાની ટેકનોલોજીની શોધ કરવામાં આવી જેને વેબ 2.0નું પ્રમોશન બિરૂદ મળ્યું. જેમાં માહિતીની સાથે સાથે ઓનલાઈન એ જ માધ્યમ (ઈન્ટરનેટ બ્રાઉઝર) દ્વારા બેઠાં બેઠાં સેવાઓનો પણ લાભ લઈ શકાય છે.

વેબ 1.0ના સમયે વેબસાઈટમાં એનિમેશન, ફોટો, કંપની પ્રોફાઈલ અને માહિતીઓ જેવી સામાગ્રી લોકો માટે સીમિત બની ગઈ હતી. જ્યારે વેબ 2.0માં એક જગ્યાએથી બીજી જગ્યાની માહિતી કે સેવાનો લાભ લઈ શકાતો હતો. જેમાં ઓનલાઈન બેંકિંગ, વેડિંગ પ્લાનિંગ, ફાઈલ શેરિંગ, વિડીયો, ઈમેલ સર્વિસ, GPS જેવી મહત્ત્વની અને જીવનને સરળ બનાવતી સવલતોનો સમાવેશ થાય છે.

આપણને નથી ખબર કે હવે વેબ 3.0 શું હશે અને શું આવશે પરંતુ જ્યાં સુધી વેબ 2.0 છે ત્યાં સુધી તો બને તેટલો તેનો ઉપયોગ કરી જીવનને વધુ સરળ બનાવીએ.


No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links