Index Labels

Top 10 Internet Millionaires

. . 1 comment:

ટોપ 10 યુવા ઈન્ટરનેટ મિલિયોનેર્સ


ઈન્ટરનેટે આજે બાળકો, યુવાનો અને વૃદ્ધો એમ ત્રણેય વર્ગોને પોતાની ઘેલછા પાછળ પાગલ કરવામાં બાકી રાખ્યાં નથી. ત્યારે આજના મોડર્ન યુગમં ઈન્ટરનેટને લોકોએ પોતાના અભિન્ન અંગ ગણતા વેપાર જગતમાં પણ તેનું મહત્વ દિવસે ને દિવસે વધતું જાય છે.

આજે ઈન્ટરનેટ લોકોને દેશ-પરદેશ વચ્ચે સાંકળતી એક શસક્ત કડી બન્યું છે ત્યારે સૌ કોઈ તેનો લાભ ઉઠાવી રહ્યું છે. એવામાં અમુક યુવાનોએ પોતાની આક્રમકતા, આવડત અને ક્રીએટીવીટીનો યોગ્ય ઉપયોગ કરીને ઈન્ટરનેટ જગતમાં પોતાના અમુક પ્રોજક્ટ દ્વારા અદભુત્ સફળતા મેળવી છે અને છોટી ઉંમર મેં કામ બડે કરીને કરોડપતિ બની ગયા છે.

આવો જાણીએ આવી ટોપ 10 પર્સનાલિટીઓને જેમણે ત્રીસી પણ વટાવી ન હતી ને ઈન્ટરનેટ દ્વારા અધધધ... આવક કરી લીધી હતી.

10. Greg Tseng and Johann Schleier-Smith (tagged.com)

Age: 28 years old
Project: Tagge
d.com
Wealth: $45 million

Tagged.inc હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા બે વિદ્યાર્થીઓ ગ્રેગ અને સ્મીથના મગજની ઉપજ છે. tagged.com ની સ્થાપના ઓક્ટોબર 2004માં કરવામાં આવી હતી જે એક સોશિયલ કોમ્યુનિકેશન વેબસાઈટ છે.


9. Jake Nickell (Threadless)

Age: 28 years old
Project: Threadless
Wealth: $50 million

Threadless એક કોમ્યુનિટી કેન્દ્રિત ઓનલાઈન સ્ટોર છે જે વર્ષ 2000થી શિકાગોની એક કંપની દ્વારા ચલાવાય છે. કંપનીના ફાઉન્ડર્સ જેક અને જેકોબે આ કંપની ઈન્ટરનેટ ઉપર ટી-શર્ટ ડીઝાઈન કરવા માટેના જીતેલા 1000 ડોલરમાંથી શરૂ કરી હતી.

Threadless કોમ્યુનિટીના સભ્યો ટી-શર્ટ માટેની ડીઝાઈન ઓનલાઈન સબમીટ કરી શકે છે. ત્યાર બાદ તે ડિઝાઈન પબ્લિક વોટીંગ માટે મૂકવામાં આવે છે. અમુક ટકા વોટીંગ મેળવેલી ડિઝાઈનને પ્રિન્ટીંગ માટે મોકલી આપવામાં આવે છે જેને ઓનલાઈન સ્ટોર ઉપર વેચવામાં આવે છે. વિજેતા ડિઝાઈનના ડિઝાઈનરને રોકડ રકમ અથવા તો ઓનલાઈન સ્ટોરની અમુક ઓફર ગીફ્ટમાં આપવામાં આવે છે. આ અદભુત્ કોન્સેપ્ટ લોકોને ગમી ગયો અને આજે જેકનું બેંક બેલેન્સ તેની સાબિતી આપે છે.


8. Alexander Levin (ImageShack)

Age: 23 years old
Project: ImageShack
Wealth: $56 million

ImageShack એ ઈન્ટરનેટ પર ઈમેજ હોસ્ટીંગ કરતી વેબસાઈટ છે. જેની અંદર ઈમેજનો ભંડાર સમાયેલો છે. આમ તો આ વેબસાઈટ પર ઈમેજ માટે લવાજમ લેવું પડે છે પરંતુ મોટા ભાગની આવક અમુક ફ્રી ઈમેજ સંબંધિત જાહેરખબરો દ્વારા જ થઈ જાય છે. www.ImageShack.us સપ્ટેમ્બર 25,2007 સુધીની Alexa ની રેંકિંગમાં ટોપ 40 વેબસાઈટમાં હતી. ઓનલાઈન રિસર્ચ અને સર્વે માટે જાણીતી કંપની Nielsen//NetRatings ના મુજબ જુલાઈ 2006માં ચોથી સૌથી વધુ વિકાસ કરતી કંપની બની હતી.

7. John Vechey (PopCap Games)

Age: 28 years old
Project: PopCap Games
Wealth: $60 million

PopCap Games અમેરિકાની આગળ પડતી ગેમ બનાવતી અને પબ્લિશ કરતી કંપની છે જે વોશિંગ્ટન ખાતે આવેલી છે. તેની સ્થાપના વર્ષ 2000માં જ્હોન અને બે સાથી દ્વારા કરવામાં આવી હતી અને આજે 180 કર્મચારીઓ ધરાવતી કંપની બની ગઈ છે. PopCap Games ની મોટાભાગની ફ્રી જ રમી શકાય છે. તેની વિશેષતા એ છે કે તે લગભગ દરેક પ્લેટફોર્મ ઉપર રમી શકાય છે. જેમાં Web, PC and Mac, Xbox, Xbox 360, PlayStation 3, cell-phones, PDAs, iPod Classic, iPhone/Touch અને બીજા મોબાઈલ ડિવાઈઝનો પણ સમાવેશ થાય છે.

6. Angelo Sotira (DeviantART)

Age: 26 years old
Project: DeviantART
Wealth: $75 million

DeviantART એ ઓનલાઈન વેબસાઈટ છે જેમાં યુઝર પોતે પોતાની જાતે બનાવેલી કોઈપણ વસ્તુનું પ્રદર્શન માટે મૂકી છે. કેટેગરી, સબ-કેટેગરી, ટ્રેડિશનલ આર્ટ, સાહિત્ય, ડીજીટલ આર્ટ, ફોટોગ્રાફી વગેરે જેવી વિશાળ કેટેગરી સાથે કોઈ પણ કલાકારી ઓનલાઈન મૂકી શકાય છે. ટૂંકમાં DeviantART કલાકારો માટે એક દુનિયા સમક્ષ પોતાના કલા પ્રદર્શન માટે ઓપન પ્લેટફોર્મ પૂરૂ પાડે છે.

5. Andrew Michael (Fast Hosts)

Age: 29 years old
Project: Fast Hosts
Wealth: $110 million

Fast Hosts વેબ હોસ્ટીંગ માટેની કંપની છે જે નાની કંપનીઓ અને વેબસાઈટોને હોસ્ટીંગ સર્વિસ પૂરી પાડે છે. જેણે ખૂબ જ ટૂંક સમયમાં સફળતાના શિખરો સર કરી લીધા હતાં. Fast Hosts એ સ્કૂલમાં ભણતા માઈકલનો સ્કૂલ પ્રોજેક્ટ હતો જ્યારે તેની ઉંમર ફક્ત 17 વર્ષની હતી. બસ, ત્યાર બાદ પોતાના પ્રોજેક્ટ દ્વારા ટૂંક સમયમાં મલ્ટી-મિલિયોનેર બની ગયા મિ.માઈકલ.

4. Blake Ross and David Hyatt (Mozilla Firefox)

Age: 22 years old
Project: Mozilla
Wealth: $120 million

Mozilla Firefox આ શબ્દ તો કદાચ અજાણ નથી. આ એક ફ્રી અને ઓપન સોર્સ વેબ બ્રાઉઝર છે જે મોઝીલા કંપની દ્વારા મેનેજ થાય છે. આજે ફાયરફોક્ષ બ્રાઉઝરની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે માઈક્રોસોફ્ટના ઈન્ટરનેટ એક્ષપ્લોરરની મોનોપોલીને તોડીને 23 ટકા જેટલો માર્કેટશેર કવર કરી લીધો છે. મોઝીલા ફાયરફોક્ષની વિવિધતા અને ફ્લેક્સીબિલીટીના કારણે ટૂંક સમયમાં જ નેટીઝનોનું ફેવરિટ બ્રાઉઝર બની ગયું છે. ફાયરફોક્ષનો પ્રોજેક્ટ બ્લેક રોઝ અને ડેવિડે પાર પાડ્યો હતો.

3. Chad Hurley (YouTube)

Age: 30 years old
Project: YouTube
Wealth: $300 million

Hurleyનો જન્મ વર્ષ 1976માં થયો હતો અને તે કેલિફોર્નિયાની યુટ્યુબ નામની વિડિયો શેરીંગ કંપનીનો કો-ફાઉન્ડર તેમજ CEO હતો. જૂન 2006માં બિઝનેસમેનની 50 People Who Matter Now’ ની યાદીમાં 28માં ક્રમ ઉપર વોટીંગમાં જાહેર થયો હતો. ઓક્ટોબર 2006માં તેણે 1.65 બિલિયન ડોલરમાં યુટ્યુબ ગૂગલને વેચી કાઢી હતી. જ્યારે હર્લી ઓનલાઈન શોપીંગ માટે જાણીતી કંપની ઈ-બેની પેપલ કંપનીમાં પણ કામ કરી ચૂક્યો છે.

2. Andrew Gower (Runescape)

Age: 28 years old
Project: Runescape
Wealth: $650 million

Andrew Gower પોતે Jagex Ltd યુ.કે કેમ્બ્રિજ ખાતેની કંપનીનો કો-ફાઉન્ડર છે જે એક ગેમ ડેવલોપ કરતી કંપની છે. એન્ડ્રુ પોતે એક બ્રિટીશ ગેમ ડેવલોપર છે અને તેને પોતાના આ કામ બદલ ઘણા એવોર્ડઝ પણ મળેલાં છે. યુ.કે ના સૌથી હાઈપ્રોફાઈલ ડેવલોપરનો ખિતાબ પણ તેને મળી ચૂક્યો છે. Runescape એ કંપનીનો ગેમનો એક પ્રોજેક્ટ જ હતો.

1. Mark Zuckerberg (Facebook)

Age: 23 years old
Project: Facebook
Wealth: $700 million

Facebook નામ તો ઈન્ટરનેટનો ઉપયોગ કરતી દરેક વ્યક્તિ જાણે છે. સોશિયલ કોમ્યુનિકેશન માટેની દુનિયાની પ્રથમ નંબરની વેબસાઈટ છે અને ટોપ ટેન વેબસાઈટોમાંની એક વેબસાઈટ છે. હાર્વર્ડના વિદ્યાર્થી અને અમેરિકન કોમ્પ્યુટર એન્જિનયર માર્કે આ વેબસાઈટ પોતાના મિત્રો સાથે મળીને બનાવી હતી.

વેબસાઈટની લોકપ્રિયતા એટલી હદે વધી ગઈ હતી કે ત્યારે 2008માં ટાઈમ મેગેઝિને સૌથી વધુ લોકો જેનાથી પ્રભાવિત થયા હોય તેવી વ્યક્તિઓમાં માર્કનું નામ જાહેર કર્યું હતું. તેના અદભુત પ્રદાન માટે તેને વૈજ્ઞાનિક અને વિચારશાસ્ત્રીની કેટેગરીમાં મૂકવામાં આવ્યો હતો અને 102 લોકોમાંથી તેને 52મા નંબરનો ક્રમ મળ્યો હતો.

આજના યુવાનોએ પણ ઈન્ટરનેટ દ્વારા નાની વયે મિલિયોનેર્સ બનીને સાબિત કરી દીધું છે કે સફળતાની કોઈ ઉંમર કે અવધિ હોતી નથી.


1 comment:

  1. કુણાલભાઈ,
    તમારા બ્લોગ પર આજે વિઝીટ કરી ને આર્ટીકલ વાંચ્યો છે. ગમ્યું. હજી વધુ ઇન્ટરેટીંગ લખો એવી અપેક્ષા.

    વેપારને લગતા પેલા આર્ટીકલ્સ લખનાર....
    મુર્તઝા પટેલ.
    http://netvepaar.wordpress.com પરથી.

    ReplyDelete

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links