Index Labels

BLOG booming by NETIZENs

. . No comments:
ઈન્ટરનેટ જગતમાં ઈ-મેઈલ અને ચેટીંગ બાદ બ્લોગની બોલબાલા


"તે મારો બ્લોગ જોયો? મારો બ્લોગ લોગ ઓન કરીને તો જો, મેં ખૂબ જ રસપ્રદ માહિતીઓ મૂકી છે."
તમારું માથું ખંજવાળવાનું બંધ કરો, વાત થાય છે ઈન્ટરનેટ ઉપર ઈ-મેઈલ અને ચેટીંગ બાદ વધેલી બોલબાલા બ્લોગની. આજે ઈન્ટરનેટ જગતમાં નેટીઝનોમાં (યુઝર્સ) ઈ-મેઇલ અને ચેટીંગ પછી બ્લોગિંગનો ક્રેઝ ચાલુ થયો છે. પરંતુ હજુ પણ ઘણાંં લોકોને બ્લોગ એટલે શું છે અથવા કેવી રીતે બ્લોગિંગ કરવું તેનો ખ્યાલ પૂરેપૂરો હોતો નથી અને જો તમને પણ ખ્યાલ ન હોય તો જરા પણ મૂંઝાવવાની જરૃર નથી.

બ્લોગ એટલે વેબ લોગ અને સરળ ભાષામાં કહીએ તો પર્સનલ ઓનલાઈન ડાયરી કે જર્નલ જેમાં તમને તમારા ગમતા લેખો, ફોટા, માહિતીઓ, મ્યુઝીક, સાહિત્ય, કવિતાઓ વગેરે રેગ્યુલર કે અમુક સમયે અપડેટ કરીને સાચવી શકાય. જો તમે પણ તમારા આવા શોખને સાચવી રાખવા કે લોકો સમક્ષ મૂકવા માટે આતુર હોવ તો બ્લોગીંગથી સારો કોઈ વિકલ્પ નથી. ઈન્ટરનેટ ઉપર બ્લોગ બનાવવો હવે એક સરળ રીત થઈ ગઈ છે અને ઘણી બધી વેબસાઈટો અત્યારે બ્લોગીંગ માટે ઓફર કરે છે જેમાં બ્લોગર્સ માટે સૌથી હોટ ફેવરિટ બ્લોગ સાઈટ ગુગલ કંપનીની blogspot.com છે. બ્લોગ કેવી રીતે બનાવવો તેની સંપૂર્ણ માહિતી તેની વેબસાઈટ ઉપર આપેલી છે અને નમૂનારૃપે તમે અંગ્રેજી કે ગુજરાતી બ્લોગસાઈટ પણ જોઈને બ્લોગીંગ વિશે વધુ ખ્યાલ મેળવી શકો છો. આમ તો, બ્લોગ બનાવવાના સીધા અને સરળ ત્રણ સ્ટેપ છે. (૧) બ્લોગ વેબસાઈટમાં રજીસ્ટ્રેશન (૨) તમારા બ્લોગના નામની પસંદગી અને (૩) બ્લોગના જુદા જુદા ટેમ્પલેટ્સ (ડિઝાઈન)ની પંસદગી અને તમારા બ્લોગને અપડેટ કરી પબ્લિશ કરતા રહો. ધેટ્સ ઈટ...

બ્લોગ બનાવવા માટેની વેબસાઈટ
http://www.blogspot.com/
http://www.livejournal.com/
http://www.iblog.com/
http://www.blogsite.com/
http://www.mojblog.com/
http://www.mogblog.com/
http://www.rediffblogs.com/
http://www.blog.com/
------------------------------------------
==============================
ઇન્ટરનેટ ઉપર બ્લોગના જુદા જુદા પ્રકારો
વિષય કે માહિતી બ્લોગનો પ્રકાર
=================================
વિડિયો માટે વીલોગ
વેબસાઈટની લિંક માટે લિંકલોગ
જુદા જુદા સ્કેચ સ્કેચબ્લોગ
ફોટા માટે ફોટલોગ
પોલીટીક્સ વિશે પોલીટીક્સ બ્લોગ
મ્યુઝીક એન્ડ મિક્સ માટે ટમ્બલોગ
મોબાઈલ કે PDA (personal digital assistant) દ્વારા અપલોડ થતી માહિતીઓ માટે મોબલોગ
સપના સાકાર કરવા કે સપનામાં જોયેલા દ્રશ્યોની માહિતી માટે ડ્રીમબ્લોગ
શિક્ષકો દ્વારા કે કોઈ બીજા દ્વારા શૈક્ષણિક માહિતીઓનો બ્લોગ એજ્યુબ્લોગ
===================================================

આજે ઈન્ટરનેટ ઉપર બ્લોગ જગતમાં કેટલાંય જાતના જુદા જુદા બ્લોગ જુદી જુદી ભાષામાં મૂકાયેલા છે. ઈન્ટરનેટ ઉપર અંગ્રેજીનું પ્રભુત્ત્વ હોવાથી અંગ્રેજી ભાષામાં બ્લોગનો કાફીલો જોવા મળે છે. પરંતુ હવે આપણાં ગુજરાતીઓ પણ ગુજરાતી ભાષામાં બ્લોગ પબ્લિશ કરી પોતાના મંતવ્યો અને પ્રતિભા રજૂ કરવામાં પાછળ નથી રહ્યા અને હા, ગુજરાતી બ્લોગ બનાવવામાં મહત્તમ લોકો ગુજરાતની બહાર રહેતા ગુજરાતીઓ હોય છે જે બ્લોગ દ્વારા પોતાની માતૃભાષા સાથે જીવંત રહેવા માંગે છે. બ્લોગર્સ રાજનીતિ, કાવ્યો, સાહિત્યો, ફોટાઓ, હાસ્ય અને રમૂજ, સંગીત, વિડીયો વગેરે જેવાં વિષયો લઈ ઈન્ટરનેટ ઉપર બ્લોગીંગ કરતાં હોય છે. ગુજરાતીમાં બ્લોગિંગ કરવા માટે તમને ગુજરાતી ભાષાનું કી-બોર્ડ પણ http://demo.vishalon.net/GujaratiTypePad.htm ની વેબસાઈટ પર મળી રહેશે જેમાં તમે ટાઈપ કરીને કોપી કરી તમારા બ્લોગમાં મૂકી શકો છો. અમુક કંપનીઓ તો પાતાની કંપનીનું બ્રાન્ડીંગ કે માર્કેટીંગ કરવા માટેના કોર્પોરેટ બ્લોગ બનાવતા હોય છે જે પેઈડ કે નોન-પેઈડ પ્રોફેશનલ બ્લોગર્સ સંભાળતા હોય છે.

ગુજરાતી બ્લોગ
રીડગુજરાતી
ગુજરાતી સાહિત્ય
--------------------------------------
લયસ્તરો
કવિતા અને સાહિત્ય વિશે
--------------------------------------
સુવાક્યો
સુવાક્યો માટેનો બ્લોગ
--------------------------------------
ટહુકો
સંગીત અને સૂર માટે
--------------------------------------
હાસ્યનો દરબાર
જોક્સ અને રમૂજ
--------------------------------------
શ્રીજી
સ્પેશિયલ શ્રીજી ભગવાન વિશે
--------------------------------------
બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ
ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિ વિશે
--------------------------------------
ગુજરાતી ગઝલ
ગુજરાતી ગઝલો
--------------------------------------
કલરવ..બાળકો માટેનો..બાળકોનો
બાળવાર્તાઓ, બાળગીતો, ઉખાણા વગેરે બાળકોને લગતી પ્રવૃત્તિ
--------------------------------------
કલરવ
ગુજરાતી ઓડિયો ગીતોનો બ્લોગ
--------------------------------------
સુવાસ
http://suvaas.blogspot.com/
ઈસ્લામિક ઈ-મેગેઝીન બ્લોગ સ્વરૃપે

અંગ્રેજી બ્લોગ
http://photoblog.com/
ફોટોગ્રાફ્સ માટે
http://googlevideo.blogspot.com/
ગુગલના વિડિયો
http://indiapoliticalblog.com/category/india/gujrat
ગુજરાતની રાજનીતિની માહિતી
http://bollywoodblog.blogspot.com/
બોલીવુડની માહિતી
http://ymusicblog.com/
યાહુ વેબસાઈટના મ્યુઝિકની ફાઈલો
http://blog.astrolife.com/
રાશિ ભવિષ્ય જગત વિશે

બ્લોગર્સને પ્રમોટ કરવા માટે બેસ્ટ બ્લોગને કેટેગરી મુજબ જેમ કે બેસ્ટ બ્લોગ, ડીઝાઈન, ફૂડ, હાસ્ય-રમૂજ, મુદ્દા વિષયક, રમત-ગમત, ટ્રાવેલ, ફેશન, ભાષાકીય, મનોરંજન, ટેકનોલોજી વગેરેમાં એવોર્ડ આપવામાં આવે છે. ભારતીય ભાષાઓના બ્લોગને એવોર્ડ કોમ્પ્યુટર અને બિઝનેસ વર્લ્ડની નંબર ૧ કપંની માઈક્રોસોફ્ટની ભાષા ઈન્ડિયા.કોમ આપે છે. શ્રેષ્ઠ ગુજરાતી ભાષાના બ્લોગ માટે વડોદરાના મૃગેશ શાહને તેમનો બ્લોગ રીડગુજરાતી.કોમ બદલ એવોર્ડ મળેલ હતો. અંગ્રેજી બ્લોગને Interactive Media Awards નામની કંપની દર વર્ષે એવોર્ડ આપે છે.

બ્લોગર્સ પોતાના બ્લોગને લોકો સુધી પહોંચાડવા અને પ્રમોટ કરવા માટે પોતાના બ્લોગ એડ્રેસને ઈ-મેઈલ સિગ્નેચર તરીકે વાપરે છે અને ચેટીંગમાં પોતાના મિત્રો કે બીજા લોકોને પણ આપતા હોય છે. હવે જ્યારે લોકો પોતાના બ્લોગ બનાવી પોતાની પ્રતિભા, અનુભવો, શોખ અને મંતવ્યો રજૂ કરતા થયા છે એટલે એમ કહી શકાય કે આગળ જતા ભવિષ્યમાં જેમ કાગળ અને ટેલિફોનને ભૂલી લોકો ઈ-મેઈલ અને ચેટીંગ કરતા થયા છે તેમ હવે પોતાની માહિતીઓને પણ બ્લોગીંગમાં તબદિલ કરીને ઈન્ટરનેટ ટેકનોલોજીનો સાચો ઉપયોગ પુરવાર કરશે.

તો હવે તમે પણ રાહ શેની જોયા રહો છો? ઉઠો, ઈન્ટરનેટ ઉપર બેસો અને તરત જ તમારો બ્લોગ બનાવી તમારી પ્રતિભા અને શોખને બ્લોગ મારફતે દુનિયાની સામે મૂકો. ઓલ ધ બેસ્ટ...!!!

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links