Terrorists of Computers & Internet - Hackers
કોમ્પ્યુટરના આતંકવાદી - હેકર્સ વિશે કુછ કુછ
ઈન્ટરનેટ આવ્યું તે સાથે સરળતા અને સુલભતાના સોનેરી સમન્વય દ્વારા જીવન વધુ સરળ બન્યું. પરંતુ દરેકનાં બે પાસાં હોય છે એટલે કે જ્યાં સુખ હોય ત્યાં દુઃખ પણ હોય. એટલે કે ઈન્ટરનેટે કોમ્પ્યુટર જગતમાં ક્રાંતિ ફેલાવી પરંતુ તેનાં દુશ્મનો (હેકર્સ) વર્ષોથી યુઝર્સને અવારનવાર હેરાન કરતાં આવ્યાં છે.
આપણાં માનસપાટ ઉપર હેકર્સનું ચિત્ર કોમ્પ્યટરના આતંકવાદીઓ તરીકે જ ચિતરાયેલું છે. પરંતુ હા, તમારી જાણ ખાતર હેકર્સ બે પ્રકારનાં હોય છે ૧) હેકીંગ રોકવા માટેના હેકર્સ ૨) પોતાના સ્વાર્થ અને ચોરી કરવા માટેના હેકર્સ. હેકરનો આમ સરળ અર્થ કરીએ તો કોમ્પ્યુટર નિષ્ણાત કે અદૂભૂત નિપુણતા પરંતુ અત્યાર સુધી મિડીયા અને બીજા સૂત્રો દ્વારા હેકર્સની છાપ એટલે સાયબર કે કોમ્પ્યુટર ક્રિમિનલ્સ. હેકર્સ કોમ્પ્યુટર જગતને પોતાના અસાધારણ જ્ઞાાન અને આવડત દ્વારા બીજા કોમ્પ્યુટર ઉપરના બિનઅધિકૃત રીતે એક્સેસ મેળવે છે કે રોકવાની કોશિશ કરે છે. હેકર્સ અંદરોઅંદર જુદા જુદા ગ્રુપ બનાવી પોતાની મનોવૃત્તિ અને લક્ષ્ય દ્વારા તેમની જાતે હેકીંગ માટેની સીમા નક્કી કરતાં હોય છે અને જે લોકો સંમત નથી થતાં તેમને બાકાત રાખવામાં આવે છે.
હેકર્સની દુનિયામાં પણ તેમને જુદાં જુદાં નામ આપવામાં આવ્યાં છે. જેમ કરાટેમાં વ્હાઈટ, રેડ અને બ્લેક બેલ્ટ આપવામાં આવે છે તેવી જ રીતે હેકર્સમાં પણ તે જ રીતે ગ્રુપ મૂજબ નામ આપવામાં આવે છે. જેમ કે
વ્હાઈટ હેટ :
આ પ્રકારનો હેકર એ વ્યક્તિ છે જે કોમ્પ્યુટર સિક્યોરીટી તોડે છે પરંતુ જે નિઃસ્વાર્થ ભાવે અથવા તો અજાણતા થઈ હોય છે. કોઈ પણ દ્વેષ ભાવનાથી નહિ પરંતુ ક્રિમિનલ હેકર્સથી બચવા તેમના કોડ અને ટેકનોલોજીને સમજવા માટેનો કોઈ પ્રયોગ દ્વારા થયેલી પ્રવૃત્તિ હોય છે. કોઈ પણ કંપનીની ટેકનિકલ ટીમ આ પ્રકારની પ્રવૃત્તિ હેકર્સથી બચવા માટે કરતી હોય છે.
ગ્રે હેટ :
આ હેકર્સને 'કુશળ હેકર્સ' તરીકે ઓળખી શકાય અને તેઓ હેકીંગ કોઈક વાર લીગલી, સારા કામ માટે અથવા તો પાતાની ટેકનોલોજી જ્ઞાનની પ્રસિદ્ધિ માટે કરતાં હોય છે. ગ્રે હેટ હેકર્સ હંમેશા પોતાના સ્વાર્થ ખાતર કે કંઈક મેળવવા અર્થે પ્રવૃત્તિ નથી કરતાં.
બ્લુ હેટ :
આ પ્રકારના હેકર્સ કોમ્પ્યુટર સિક્યોરીટી કન્સલ્ટન્ટસ હોય છે જે કોઈ પણ સીસ્ટમ કે સોફ્ટવેરને લોન્ચ કરતાં પહેલાં તેની ખામી કે સફળતાને ચકાસવા માટે કરતાં હેકીંગની પ્રવૃત્તિ કરતાં હોય છે. માઈક્રોસોફ્ટ પોતાની સિક્યોરીટીને લગતાં પ્રોડક્ટ્સની શ્રેણી માટે આ જ પદ્ધતિ અપનાવે છે.
બ્લેક હેટ :
આ હેકર્સ એટલે કોમ્પ્યુટરના આતંકવાદીઓ જે કોમ્પ્યુટર સિક્યોરીટી બિનઅધિકૃત રીતે તોડે છે. તેઓ ટેકનોલોજીનો ઉપયોગ આતંકવાદ, દુશ્મનાવટ, ક્રેડિટ કાર્ડની માહિતી ચોરી કરવા, પર્સનલ માહિતીઓ લેવાં, ટેકનોલોજીનું જ્ઞાાન ચોરી કરવા અને બીજાં ઘણાં બધાં ગુનાઓ કરવા માટે હેકીંગ કરતાં હોય છે.
સ્ક્રિપ્ટ કીડી :
આ પ્રકારનો હેકર એ છે જે કોમ્પ્યુટર સિક્યોરીટીમાં નિપૂણ નથી પરંતુ કોઈ બીજા દ્વારા બનાવેલી સ્ક્રિપ્ટ કે ટેકનોલોજી ટુલ્સ દ્વારા હેકીંગ કરે છે.
હેક્ટીવીસ્ટ :
આ હેકર્સ ગ્રુપ ટેકનોલોજી દ્વારા રાજકીય વિચારસરણી કે સંદેશા ફેલાવવા માટેની પ્રવૃત્તિ કરતાં હોય છે.
હેકર્સના જુદા જુદા પ્રકાર અને તેમની પ્રવૃત્તિનો ખ્યાલ આવ્યા બાદ કદાચ આપણાં મનમાં હેકર્સની એક જ પ્રકારની ઘાટી રીતે છપાયેલી છાપ મહદ્ અંશે આછી થશે ખરી? પરંતુ હા, હેકર્સની સંખ્યા મોટા પ્રમાણમાં બ્લેક હેટ ગ્રુપની હોવાથી તેમનાથી ચેતવું પણ એટલું જ જરૃરી છે.
Follow on FaceBook
Total Pageviews
About
Whats Hot This Week
-
ઈન્ટરનેટ જગતમાં ઈ-મેઈલ અને ચેટીંગ બાદ બ્લોગની બોલબાલા "તે મારો બ્લોગ જોયો? મારો બ્લોગ લોગ ઓન કરીને તો જો, મેં ખૂબ જ રસપ્રદ માહિતીઓ મૂક...
-
કોમ્પ્યુટરના આતંકવાદી - હેકર્સ વિશે કુછ કુછ ઈન્ટરનેટ આવ્યું તે સાથે સરળતા અને સુલભતાના સોનેરી સમન્વય દ્વારા જીવન વધુ સરળ બન્યું. પરંતુ દરેકન...
-
જુઓ વિશ્વનો સૌથી લાં.... . બો 360 ડિગ્રી ફોટો ફોટોની વાત કરીએ એટલે આપણા મગજમાં ૧૦ x ૧૫ના ફેમિલી સાઈઝ ફોટોની ઈમેજ ક્લિક થવા માંડે ખરું ન...
-
બારકેમ્પ - ટેકનોલોજી ટેલેન્ટ બહાર લાવવા માટેનું મંચ 19 જાન્યુઆરી 2008 સૌ પ્રથમ વાર અમદાવાદમાં IIM ખાતે યોજાયેલ બારકેમ્પમાં ઈન્ફો. ટેકનોલોજીન...
-
ફેસબુક ના ફેસ પર ચિંતાના વાદળો ઘેરાવી દેનાર ગૂગલ પ્લસની ચર્ચા હાલમાં નેટીઝનોના ચર્ચાના ઓટલે મોખરે છે. ફેસબુક અને ગૂગલ એકબીજાના ફેન્સ કોણ ચ...
No comments:
Post a Comment