પાસવર્ડ શબ્દથી આપણે સૌ પરિચિત છીએ પરંતુ શબ્દની ગંભીરતાને પણ સમજવાની જરૂર છે. હાલમાં જ RockYou નામની વેબસાઈટ પર ઈન્ટરનેટના આતંકવાદીઓ એટલે કે હેકર્સોએ હુમલો કરી વેબસાઈટના 32 મિલિયન યુઝરના પાસવર્ડ ચોરી લીધાં છે. કંપનીનો આખેઆખો ડેટાબેઝ જ ચોરી લેવામાં આવ્યો છે તેમ જ કંપની દ્વારા યુઝરના પાસવર્ડ એન્ક્રીપ્ટેડ (વાંચી ન શકાય તેવા કોડ – ફૂદડી કે અન્ય અજ્ઞાત કેરેક્ટર્સમાં) રાખવામાં આવ્યા ન હતાં એટલે યુઝર્સની તો વાટ લાગી ગઈ. જ્યારે કેટલીક વાર આ સ્માર્ટ હેકર્સ ડેટાબેઝની ચોરી કર્યા વગર પણ અવનવા ગતકડાં (ઓનલાઈન રોબોટ્સ, સોફ્ટવેર, ઈમેલ કે પ્રોગ્રામિંગ) કરીને ઈન્ટરનેટ યુઝરના પાસવર્ડ ચોરી કે મેચિંગ કરવાની કોશિશ કરતાં હોય છે.
માટે આજના જમાનામાં વધુ હોંશિયાર બનેલા હેકર્સને રોકવા માટે નેટીઝનોએ (ઈન્ટરનેટ યુઝર) પણ સ્માર્ટ બનવું પડશે. આ માટે સૌ પ્રથમ તો તમારે તમારો પાસવર્ડ સહેલાઈથી કોઈ અનુમાન લગાવી ન શકે તેવો રાખવો. અહીં અભ્યાસ અનુસાર ટોપ 15 પાસવર્ડ જે એકદમ કોમન છે અને કોઈ પણ વ્યક્તિ તેનું સહેલાઈથી અનુમાન કરી મેળવી શકે છે તેની યાદી આપેલ છે. યાદીમાં આપેલ આવા સામાન્ય પાસવર્ડ તમારા કોઈ પણ ઓનલાઈન એકાઉન્ટ માટે રાખશો નહીં. તેમ જ ક્યારેય અલગ અલગ એકાઉન્ટના એકસરખાં પાસવર્ડ પણ રાખશો નહીં.
1.123456 (જેવા નંબરની સીરીઝ)
2. password
3. iloveyou
4.55555 (પાંચ વખત 5 વગેરે)
5. princess
6. rockyou
7. qwerty (keyboardની ઉપરની લાઈનમાં)
8. monkey
9. letmein
10. abc123
11. password1
12. access
13. myspace1
14. bond007
15. captain
અને છેલ્લે... તમારું નામ તો પાસવર્ડ તરીકે ભૂલથી પણ ક્યારેય ન રાખો.
સો, બી સિક્યોર ફ્રોમ નાઉ એન્ડ એન્જોય....
આ અહિયા થી કોપી તો નથી મારીને
ReplyDeletehttp://rupen007.wordpress.com/?s=%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1
બ્રિટનની એક કંપની એ કરેલા સર્વે માં કેટલાક જલ્દી યાદ રહી જાય તેવા પાસવર્ડ ઉપયોગ કરવાથી તે તમારે માટે જોખમ ઉભુ કરી શકે છે માટે સરળતાથી યાદ રહે એવા પાસવર્ડ નો ઉપયોગ ના કરવો જોઈએ. દર ૧૦ મીનીટે ૧૦૦૦ અકાઉન્ટ હેક થાય છે તેને માટે આ સરળ અને નબળા પાસવર્ડ જ જવાબદાર છે. જો નીચેમાંથી કે તેવા આપના પાસવર્ડ હોય તો સત્વરે તે બદલી નાખજો. આવા પાસવર્ડથી તમારી નજીકના અથવા હેકર્સ દુરુપયોગ કરી શકે છે .દરેક અકાઉન્ટ માટે બની શકે તો અલગ જ પાસવર્ડ રાખો તથા જ્યાં લખ્યો હોય તે કોઈના વાંચવામાં નાં આવે તેનું ધ્યાન રાખશો.
1. 123456789
2. 12345678
3. 123456
4. abc123
5. raja
6. rani
7. iloveu
8. imissu
9. password
10. rocku
11. તમારું નામ
12. તમારી અટક
13. તમારા સીટી નું નામ
14. તમારી કોલેજ નું નામ
15. તમારી બર્થડેટ
16. તમારી પ્રિય વસ્તુ ,વ્યક્તિનું નામ
Oh Fish...!! all comments in Gujju....?dats great risk u hv taken..but its a good attempt nice...
ReplyDelete