Index Labels

BARCAMP - A Platform to show your techy talent

. . No comments:
બારકેમ્પ - ટેકનોલોજી ટેલેન્ટ બહાર લાવવા માટેનું મંચ


19 જાન્યુઆરી 2008 સૌ પ્રથમ વાર અમદાવાદમાં IIM ખાતે યોજાયેલ બારકેમ્પમાં ઈન્ફો. ટેકનોલોજીના જાણકારોએ (ખાસ કરીને વેબ ટેકનોલોજી) એકબીજાનાં જ્ઞાનનું આદાનપ્રદાન કરવા ધામા નાંખ્યા હતા. પ્રથમ બારકેમ્પમાં જ લગભગ ૧૫૦થી પણ વધુ જેટલા બારકેમ્પર્સોએ ભાગ લઈને સાબિત કરી દીધું છે કે ન્યૂ યોર્ક, કેલિર્ફોિનયા, લંડન, મોસ્કો, મુંબઈ, બેંગ્લોર, પૂના અને ચેન્નાઈ જેવી મેટ્રો સિટી બાદ હવે અમદાવાદ પણ આઈ.ટી. સિટી બનવા સજ્જ થઈ ગયું છે.

બારકેમ્પ એટલે નવી નવી ટેકનોલોજી વિશેના વિચારોની આપ-લે કરવા માટે ભેગો થતો મેળાવડો. બારકેમ્પ આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે જે યુઝર્સ દ્વારા જાતે જ કરવામાં આવતી એકજાતની કોન્ફરન્સ છે જેનો મુખ્ય હેતુ હાજર રહેનાર દરેક એકબીજાના સંપર્કમાં આવી નવી ટેકનોલોજીથી પરિચિત થવાનો છે. આ મેળાવડો ઓપન ર્પાિટસિપેટરી વર્કશોપ ઈવેન્ટ છે જેથી કોઈ પણ તેમાં ભાગ લઈ શકે છે અને કોન્ફરન્સમાં મુદ્દા પણ ભાગ લેનાર પોતે જ પસંદ કરી તેના પર ચર્ચા તથા લાઈવ ડેમો આપે છે. ભાગ લેનારનાં મુદ્દાઓ કોન્ફરન્સ પહેલાં પ્રેઝન્ટેશન સ્લોટમાં મૂકવામાં આવે છે અને તેમાંથી ભાગ લેનાર લોકો જ કયા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે તે નક્કી કરે છે. જો તમે પણ બારકેમ્પમાં ભાગ લેવાં ઈચ્છતાં હોવ તો http://barcamp.org/BarCampAhmedabad ક્લિક કરી તેમાં તમારું નામ રજિસ્ટ્રેશન કરાવી દો ત્યાર બાદ જોડાયેલાં સભ્યોના સંપર્કમાં રહો અને દરેક બારકેમ્પમાં ભાગ લેતાં રહો. બારકેમ્પ બાદ ઓનલાઈન કે ઓફલાઈન પણ બારકેમ્પર્સ સાથે વિચાર વિમર્શ કરી શકાય છે.

બારકેમ્પમાં ભાગ લેવાનો પહેલો અને મહત્ત્વનો નિયમ એ છે કે જ્યારે આવો ત્યારે બારકેમ્પર્સ સાથે ચર્ચા કરવા તૈયાર રહો અને જ્યારે જાઓ ત્યારે દુનિયા સામે બારકેમ્પના વિચારોની આપ-લે કરો.

બારકેમ્પમાં ભાગ લેવાનાં અમુક ચોક્કસ નિયમો :
નિયમ ૧ :
બારકેમ્પ વિશે ચર્ચા કરતાં રહો
નિયમ ૨ : બારકેમ્પ વિશે બ્લોગિંગ કરી બીજાને જાણ કરો
નિયમ ૩ : જો ભાગ લેવો હોય તો ફરજિયાત કોઈ પણ મુદ્દા લખેલા હોવા જોઈએ અને પ્રેઝન્ટેશન સ્લોટમાં લિસ્ટ કરાવો
નિયમ ૪ : ફક્ત ત્રણ શબ્દમાં પરિચય
નિયમ ૫ : પ્રેઝેન્ટેશન અગાઉથી શિડયુલ પ્રતિબંધિત
નિયમ ૬ : વિઝીટર કે ટુરીસ્ટ તરીકે પ્રવેશ નહિ
નિયમ ૭ : જો પહેલી વાર બારકેમ્પમાં જોડાયા હોવ તો તમારી સાથે કોઈ પ્રેઝન્ટેશન આપનાર હોવો જોઈએ અથવા છેવટે એક પ્રશ્ન તો પૂછી કોન્ફરન્સમાં પ્રતિક્રિયા દર્શાવતા રહો

બારકેમ્પ યોજીને અમદાવાદે પણ આહ્વાન કરી દીધું છે કે તે પણ બીજાં શહેરો કરતાં મેટ્રો સિટી બનવા સાથે સાથે આઈ.ટી. ક્ષેત્રે પણ પાછળ રહે તેમ નથી. અમદાવાદની બારકેમ્પર્સ ટીમનો મુખ્ય હેતુ આ ઈવેન્ટ દ્વારા અમદાવાદીઓના ટેકનોલોજીના ટેલેન્ટને બહાર કાઢી અમદાવાદને પૂરી દુનિયા સમક્ષ એક આઈ.ટી. સિટીની ઓળખ આપવાનો છે. ગુજરાતમાં આઈ.ટી. ક્ષેત્રે વધેલાં વિકાસને જોતાં બારકેમ્પ ગુજરાતને લાઈમ લાઈટમાં લાવવા માટેનું એક સક્ષમ પરીબળ સાબિત થઇ શકે છે. આ જ બારકેમ્પમાંથી આવતી કાલનો બીજો કોઈ લેરી પેજ અને સર્જે બ્રીન (ગૂગલ શોધક) કે સબીર ભાટિયા (હોટમેલ.કોમ શોધક) ઊભરી આવે તો તેમાં નવાઈ નથી.

તો હવે પછી જ્યારે પણ બારકેમ્પ અમદાવાદમાં યોજાય તો તેમાં ભાગ લઈ તમારું ટેકનોલોજી વિષયક નોલેજની આપ-લે કરવાનું ચૂકતાં નહિ.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links