આ Wrist-Band રાખશે તમારી હેલ્થનું ધ્યાન
આજના દોડધામભર્યા જીવનમાં હેલ્થનું ધ્યાન રાખવું લગભગ અશક્ય બની ગયું હોય તેમ લાગે છે. જો કે તમારી આ ફાસ્ટ અને હેક્ટિક લાઈફમાં ડિજીટલ ગેજેટ્સ અને એપ્સ હંમેશા તમારા હમરાહી રહ્યાં છે અને તેનું કારણ એ છે કે તેમની મોબિલીટી અને સરળતા તમને એકલા છોડતાં નથી.
બસ, આ જ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને જપાનની કંપનીએ Flex નામનો એક ખાસ Wrist-Band બનાવ્યો છે જે તમારી હેલ્થનું પૂરેપુરું ધ્યાન રાખશે. તમે કેટલું ચાલો છો, કેટલી કેલરી બર્ન કરી છે, કેટલું સૂવો છો વગેરે જેવી હેલ્થને લગતી બાબતો પર ધ્યાન રાખે છે. જેની માહિતી તમને ડેટા અને લે-આઉટ દ્વારા મોબાઈલ અથવા તો ડેસ્કટોપમાં માહિતી પૂરી પાડે છે.
કેવી રીતે કામ કરે છે?
બસ, આ band તમારે હાથમાં પહેરવાનો હોય છે અને ત્યાર બાદ દિવસભરની એક્ટિવિટીઝની સાથે સાથે તમારી રાત્રિની ઊંધ પણ ટ્રેક કરે છે આ બૅન્ડ. તમે આ ડિવાઈઝમાં તમારો ઈચ્છનીય ગોલ પણ સેટ કરી શકો છો અને તેની પ્રોગ્રેસ ડિવાઈઝ પર લાગેલી LED લાઈટ તમને બતાવતી રહે છે. ડિવાઈઝ દ્વારા તમારી એક્ટિવિટીઝ ટ્રેક થાય છે અને તેનો ડેટા કલેક્ટ કરી રાખે છે. જેને તમે પછીથી ડેસ્કટોપ કે મોબાઈલમાં જોઈ શકો છો. આ ઉપરાંત તમે બ્લૂટૂથ કનેક્ટિવિટી (4.0) દ્વારા રિયલ ટાઈમ પ્રોગ્રેસ પણ સુંદર લે-આઉટમાં જોઈ શકો છો.
શું ટ્રેક કરે છે આ બેન્ડ?
કેટલી કેલરી બર્ન કરી, કેટલાં સ્ટેપ્સ ભર્યાં, કેટલાં કલાક ઊંઘ લીધી, કેટલું અંતર કાપ્યુ, કેટલી મિનિટ્સ એક્ટિવ રહ્યાં અને ઊંઘની ક્વોલિટી. આ ઉપરાંત રાત્રે ઊંઘમાં તમે કેટલી વાર ઉઠ્યાં તે પણ નોટ કરી રાખે છે. વળી, સવારે તમને તમારા પાર્ટનર કે અન્ય કોઈને ડિસ્ટર્બ કર્યા વગર સાઈલન્ટ ઍલાર્મથી ઉઠાડે પણ છે.
advertisement
સપોર્ટેડ ડિવાઈઝ અને બ્રાઉઝર્સ
આ બેન્ડ હાલમાં મોબાઈલ ડિવાઈઝમાં iPhone 4S, 5, iPad 3 - Retina, iPad mini, iPod touch અને Samsung Galaxy S III and Note II સપોર્ટ કરે છે.
જ્યારે ડેસ્કટોપ બ્રાઉઝર્સમાં Chrome (12 & up), Firefox (3.6.18 and up), internet explorer (8 and up) અને Safariમાં સપોર્ટ કરે છે.
ક્યાંથી મેળવશો ડિવાઈઝ અને અન્ય માહિતી?
વેબસાઈટ : http://www.fitbit.com
ખરીદવા માટે : http://www.fitbit.com/where-to-buy
કિંમત : આશરે રૂ.6000
advertisement
No comments:
Post a Comment