Index Labels

Pizza Hut shows off digital ordering table

. . 1 comment:

Pizza Hutના ડિજીટલ ટેબલ પરથી જ તમે તમારો કસ્ટમાઈઝ્ડ પિઝા ઓર્ડર કરી શકશો 

  •  પિઝા બેઝ, સૉસ, ટોપિંગ્સ અને સાઇડ્સના ઓપ્શન માટે તમને સ્ટેપ-બાય-સ્ટેપ વિઝ્યુઅલ ઓપ્શન મળશે
  • કસ્ટમર પોતે પસંદ કરેલા ટોપિંગ્સને આંગળી સ્લાઈડ કરીને ડ્રેગ ઍન્ડ ડ્રોપ ફીચર દ્વારા સિલેક્શન કરી શકશે
  • આ ઉપરાંત ટેબલનું ટચ સર્ફેસ પર ગેમ પણ રમી શકાશે જેથી પિઝા આવવાની રાહ જોતી વખતે જરા પણ કંટાળો નહીં આવે


પિઝાનું નામ લઈએ એટલે કોના મોઢામાં પાણી ન આવે. જો કે પિઝા ખાવાના શોખીન એવા દરેકના દિમાગમાં પિઝા કેવો હોવો જોઈએ તેના વિચારો આવતા રહેતાં હોય છે. દરેકની પોતાના મનપસંદ ટોપિંગ્સનો પિઝા મળે તેવી આશા હોય છે. પરંતુ ગ્રાહકોની પસંદ મુજબ કસ્ટમાઈઝ્ડ પિઝા બનાવવાની પ્રોસેસ ખરેખર ફૂડ ચેઈનના માલિકો માટે તકલીફદાયક છે.

Video



પરંતુ કદાચ પિઝા હટે આ જ તકલીફદાયક લાગતી સમસ્યાનો ઉપાય ગ્રાહકો માટે શોધ્યો છે. અને તે છે એક ઇન્ટરએક્ટિવ ઓર્ડરિંગ ટેબલ જેના દ્વારા ગ્રાહકો પોતાની મરજી અને પસંદ મુજબ પિઝાનો ઓર્ડર કરી શકે છે.

પિઝા હટે હાલમાં જ આ કન્સેપ્ટ દર્શાવતો એક વિડીયો રિલીઝ કર્યો હતો જેમાં ગ્રાહકો ટેબલ પર ગેમ રમતા હોય છે તેમ જ પોતાનો કસ્ટમાઈઝ્ડ પિઝા બનાવવા માટે ટેબલ પર દેખાતાં ડિજીટલ ટોપિંગ્સને સ્લાઈડ કરતાં દેખાય છે.


અમેરિકાની ટેક્સાસ બેઝ્ડ મૂન સ્ટુડિયો કંપનીની મદદથી આ ઇન્ટરએક્ટિવ ટેબલની ડિઝાઈન અને કન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

ટેબલ પર સૉસ, ટોપિંગ્સ, પિઝાનો બ્રેડ અને સાઈડ એમ તમારી પસંદ મુજબ નક્કી કરવા માટે ટેબલ પર સ્ટેપ-બાય-સ્ટેપ વિઝ્યુઅલ્સ જોવા મળે છે અને તેમાં તમે પસંદ કરી શકો છો.


ઉપરાંત આ સ્માર્ટ ટેબલ તમારા સ્માર્ટફોનને કનેક્ટ કરીને ગ્રાહકની ઓળખ પણ કરી શકે છે અને સેવ કરેલા ડેબિટ કે ક્રેડિટ કાર્ડની માહિતી દ્વારા ટેબલ પર બેઠાં બેઠાં પેમેન્ટની ચૂકવણી કરવાની સુવિધા પણ આપે છે.

હવે જ્યારે આ ડિજીટલ ટેબલ પર તમારો ડ્રીમ પિઝા નક્કી થઈ જાય એટલે તમારો ઓર્ડર બનવા માટે ઓવનમાં જશે અને ત્યાં રહેલું કાઉન્ટર તમને કેટલો સમય લાગશે તેની જાણ કરતું રહેશે.

જ્યાં સુધી તમારો પિઝા બનીને આવે નહીં ત્યાં સુધી તમે આ ડિજીટલ ટેબલ પર તમે ગેમ પણ રમી શકો છો.

જો કે આ પ્રકારનો આઇડ્યા અને કન્સેપ્ટ નવો છે તેવું નથી કારણકે આ અગાઉ 2008માં માઈક્રોસોફ્ટે પણ આ જ પ્રકારના કન્સેપ્ટનું પ્રદર્શન કર્યું હતું. લંડનમાં ઇનામો નામની હોટેલમાં આ પ્રકારની ફેસિલિટી પહેલેથી જ અમલમાં મૂકાઈ છે. જ્યાં ઓવરહેડ પ્રોજેક્ટર્સ અને ટચ પેનલ્સ દ્વારા મેનુ ડિસ્પ્લે કરવામાં આવે છે તેમ જ ટેબલ પરના ટેબલક્લોથને પણ સાત સીરિઝમાં રોટેટ કરતા રાખવામાં આવે છે. ઇનામોના ટેબલ પર પણ ગેમ રમવાની સુવિધા હોવા ઉપરાંત લોકેશન-બેઝ્ડ સર્વિસ પણ ઉપલબ્ધ છે. જેમ કે તમે ટેબલ પરથી જ ટેક્સી બોલાવાવનું કામ કરી શકો છો.

જો કે પિઝા હટ પહેલેથી જ ટેકનોલોજીની સાથે તાલ મેળવવા માટે તત્પર રહી છે. આ પહેલા તેણે Xbox 360ના કન્સોલ દ્વારા તમે ઘરે સોફા પર બેઠાં બેઠાં પિઝાનો ઓર્ડર કરી શકો તેવી સુવિધા પણ આપી છે.

તો જોઈએ હવે આ પ્રદર્શનમાં મૂકાયેલું પિઝા હટનું ડિજીટલ ઓર્ડરિંગ ટેબલ પિઝા હટના ગ્રાહકોને ક્યારે ઉપયોગ કરવા મળે છે. ભારતના પિઝા હટ ચાહકોને આ ટેબલ પર આંગળીઓ ફેરવવા મળે છે કે નહીં તેની રાહ જોવી રહી.

પિઝા 'હટ'કે ન્યૂઝમાં
  • અમેરિકાના વર્જિનિયા શહેરના પિઝા હટ સ્ટોરને કંપનીએ બંધ કરવું પડ્યું હતું. કારણકે એક વિડીયોમાં તેનો મેનેજર કિચનના સિંકમાં પેશાબ કરતો પકડાઈ ગયો હતો.
  • Xbox 360 દ્વારા કરાતા ઓર્ડરની સર્વિસમાં પિઝા હટ 10 લાખ પિઝાની ડિલીવરી પણ કરી ચૂકી છે.

1 comment:

  1. nice story... I Can feel like we are really living in 21st century.... nice story writing skill keep it up

    ReplyDelete

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links