Index Labels

નોકિયાનો એન્ડ્રોઈડ ફોન 15 માર્ચથી માર્કેટમાં, જુઓ કેટલી છે કિંમત ?

. . No comments:
લાંબા સમયથી નોકિયાનું એન્ડ્રોઈડમાં આગમન થવાની રાહ જોવાતી રહી હતી ત્યારે હમણાં થોડાં દિવસ પહેલાં જ નોકિયાએ એન્ડ્રોઈડ બેઝ્ડ ફોનની જાહેરાત કરી હતી.


નોકિયાનો એન્ડ્રોઈડ બેઝ્ડ સ્માર્ટફોન નોકિયા-X ભારતમાં 15 માર્ચથી ઉપલબ્ધ થશે. નોકિયા-Xની કિમત ભારતમાં 8500 રૂપિયા રાખવામાં આવી છે.

આ સ્માર્ટફોન 'ધ મોબાઈલ સ્ટોર' પર પ્રીબૂકિંગ માટે અવેલેબલ છે. નોકિયા-Xમાં 3 મેગાપિક્સલનો રિઅર કેમેરા છે. આ ફોન એન્ડ્રોઈડ જેલીબીન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. નોકિયા-X ડ્યૂઅલ સિમ ફોન છે જેમાં 512 એમબીની રેમ, 4જીબી ઈન્ટરનલ મેમરી ને ચાર ઈંચની સ્ક્રીન છે.

નોકિયા-Xમાં 1.5 ગીગાહર્ટ્ઝનું સ્નેપડ્રેગન એસ-4 પ્રોસેસર છે. તેમાં લાંબો સમય સુધી ચાલી શકે તેવી 1500 Mahની બેટરી છે. નોકિયાએ પોતાના પહેલા એન્ડ્રોઈડ સ્માર્ટફોનને મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2014માં લોન્ચ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર માઈક્રોમેક્સ અને કાર્બન જેવી લોકલ કંપનીઓના સસ્તા ફોનને કારણે ગયા વર્ષે ભારતમાં સ્માર્ટફોનનું વેચાણ ત્રણ ગણું વધીને 4.11 કરોડ થઈ ગયું છે. સસ્તા સ્માર્ટફોનની ઉપલબ્ધતાને કારણે 2013માં ફીચર ફોનનું વેચાણ 0.2 ટકા ઘટ્યું હતું.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links