Index Labels

Now Android users can hide 'Last Seen Timestamp : Check new features

. . No comments:
વોટ્સઍપ પર ચઢ્યો ફેસબુકનો રંગ : એન્ડ્રોઈડ યુઝર્સને જોઈતું હતું તે ફીચર મળી ગયું

વોટ્સઍપ અને ફેસબુકની ઐતિહાસિક 19 અબજની મોંઘી ડીલના માત્ર એક જ દિવસની અંદર ફેસબુકનનો રંગ વોટ્સૅપ પર ચઢતો દેખાવા લાગ્યો છે. ફેસબુક ખાસ પોતાના પ્રાઈવસી સેટિંગ માટે જાણીતી છે ત્યારે પ્રાઈવસીને લગતા બે નવા ફીચર વોટ્સઍપમાં સૌપ્રથમ ઉમેરવામાં આવ્યાં છે. આ ફિચર્સ યુઝર્સની પ્રાઈવેસી માટે ખૂબ જરૂરી છે. વોટ્સઍપ દ્વારા પહેચલુ ફિચર એવુ લોન્ચ કરવામાં આવ્યુ છે જેમાં એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર વોટ્સઍપનો ઉપયોગ કરનાર લોકોને બીજા યુઝર્સને દેખાતી Last Seen નોટિફિકેશન છુપાવી શકે છે. એટલે કે હવે યુઝર્સ ઈચ્છે તો તેણે છેલ્લી વાર વોટ્સઍપનો ઉપયોગ ક્યારે કર્યો હતો તે લોકોથી છુપાવી શકશે.




રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ ફીચર યુઝર્સને એન્ડ્રોઈ એપમાં પ્રાઈવેસી સેટિંગ્સમાં મળશે. જોકે આ ફિચર iOS (iPhone) યુઝર્સ માટે પહેલેથી જ આપવામાં આવ્યું છે. આ ફિચર હજુ ગુગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી. માટે જો આ ફીચર તમે તાત્કાલિક જ ઉપયોગ કરવા ઈચ્છતા હોવ તો તમે વોટ્સઍપની વેબસાઈટ www.whatsapp.com/android પરથી apk ફાઈલ ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરી શકો છો. આ માટે યુઝર્સનો સ્માર્ટફોન એન્ડ્રોઈડ 2.1 અથવા તેનાથી ઉપરનો હોવો જોઈએ. નોંધનીય બાબત છે કે આ સુવિધા હાલ એન્ડ્રોઈડ ફોન માટે છે ટેબ્લેટ માટે નહીં.

વોટ્સઍપ દ્વારા બીજુ ફિચર જે લૉન્ચ કરવામાં આવ્યુ છે તે iPhoneમાં પણ હજુ ઉપલબ્ધ નથી અને તે છે પ્રોફાઈલ પિક્ચર અને સ્ટેટસ પણ તમે hide કરી શકો છો. જે લોકો તમારા ફોન કોન્ટેક્ટમાં નથી તેવા લોકોથી અથવા દરેક લોકોથી છુપાવી શકો છો. આ નવા ફીચર્સ નવા Privacy ટેબમાં દેખાશે જે વોટ્સૅપના અપડેટેડ વર્ઝનમાં એકાઉન્ટના Settingsની અંદર જોવા મળશે.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links