ઉત્તરાખંડમાં ફસાયેલા તમારા સ્વજનોની ભાળ મેળવવા માટે ગૂગલની 'પર્સન ફાઈન્ડર' નામની આ ઓનલાઈન સર્વિસ તમારા માટે કદાચ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.
આમ તો ડેઇલી આપણે કોઈને કામ માટે ગૂગલનો સહારો લેતાં જ હોઈએ છીએ ત્યારે ગૂગલનો રોજ મનોમન આભાર આપતાં હોઈએ છીએ. દુનિયાની કોઈ પણ વસ્તુ કે માહિતીને તમારી સમક્ષ એક ક્લિકે હાજર કરી દેતું ગૂગલ જો કુદરતી આફતમાં ફસાયેલા તમારા સ્વજનની માહિતી કે ઓળખ કરી આપે તો તેને ગૂગલ દેવતા કહેવું જ રહ્યું. તો પછી ખરેખરમાં ગૂગલે કંઈક આવી જ પહેલી કરી છે અને પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ કરીને લોકો માટે જ સેવા કરવાનું નક્કી કર્યું છે. આથી જ ગૂગલે ઉત્તરાખંડમાં આવેલા પૂરપ્રકોપમાં જે લોકો ફસાયેલા તેમ જ લાપતા છે તેમની ઓળખ કે જાણકારી મેળવવા માટે એક અલાયદી ‘Person Finder’ http://google.org/personfinder/2013-uttrakhand-floods નામની સર્વિસ ભારતમાં શરૂ કરી છે. જેમાં જે-તે વ્યક્તિને તેના સ્વજનો વિશેની માહિતી પોસ્ટ કે સર્ચ કરવામાં મદદરૂપ બને છે.
શું કરે છે ગૂગલ પર્સન ફાઈન્ડર?
કુદરતી આફત બાદ જ્યારે મિત્રો કે સ્વજનો છૂટાં કે સંપર્કવિહોણા થઈ ગયાં હોય છે ત્યારે તેમની ભાળ મેળવવા માટે વિશ્વભરમાંથી લોકોની સહાય મેળવવા માટે અહીં જે-તે મિસીંગ વ્યક્તિની માહિતી અપલોડ કરવામાં આવે છે. જ્યારે બીજી બાજુ જો તમારી પાસે પીડિત વ્યક્તિની માહિતી કે ઓળખ હોય તો અહીં આ વેબપેજ પર અપલોડ કરીને દેશના સિટીઝનની સાથે સાથે નેટીઝનની (ઇન્ટરનેટ નાગરિક) પણ ફરજ અદા કરી શકો છો.
આમ કરવાથી જ્યારે મોબાઈલ કે અન્ય કોઈ રીતે સંપર્ક શક્ય નથી બનતો ત્યારે લોકલ પબ્લિક ઇન્ટરનેટના માધ્યમથી તેમના સ્વજનોને ઓળખ કે સંપર્ક પૂરો પાડવામાં મદદરૂપ બને છે.
આ ઉપરાંત જે-તે વ્યક્તિની (આફતમાં ફસાયેલી) ઓળખ ઉપરાંત તેના વિશેની સમયે સમયે લોકો દ્વારા કરાતી અપડેટ્સ પણ જાણી શકાય છે. જેમ કે છેલ્લે ક્યારે જે-તે વ્યક્તિ દેખાઈ હતી, છેલ્લે ક્યારે સંપર્ક થયો હતો વગેરે.
જો કે આ સેવા ગૂગલે પબ્લિક માટે જ શરૂ કરી છે, પરંતુ એ ત્યારે જ સફળ બને છે જ્યારે ઇન્ટરનેટ પર ટાઈમપાસ અને અન્ય માહિતીઓ માટે ફાંફા મારતા વિશ્વભરના (હાલમાં દેશના ખાસ) યૂઝર્સ નૈતિક રીતે આવા સમયે થોડો સમય કાઢીને સાચી માહિતી આ વેબપેજ પર પૂરી પાડતાં રહે. તો જો તમારા પણ કોઈ સ્વજન ઉત્તરાખંડની આફતમાં ફસાયેલા હોય અને તમારે તેમની જાણકારી મેળવવી હોય તો ગૂગલના આ પેજ પર જઈને તેમની માહિતી અપલોડ કરી દો
તમે આ ઉમદા કાર્યના ભાગીદાર કેવી રીતે બનશો?
- ન્યૂઝ ચેનલ કે અન્ય રીતે તમને કોઈ વ્યક્તિ વિશે માહિતી કે ઓળખ મળે તો તમે તે અહીં પૂરી પાડી શકો છો.
- ઇન્ટરનેટ પર પણ જો કોઈ માહિતી મળે તો તેને પણ સબમીટ કરી શકાય.
- વેબ ડેવલોપર્સ આ એપ્લિકેશનમાંથી ડેટાને ડાઉનલોડ કરીને તમારી વેબસાઈટ, બ્લોગ કે અન્ય રીતે લોકો સમક્ષ આ યાદી પહોંચાડી શકાય.
- નોર્મલ યુઝર સોશ્યલ સાઈટ્સ પર અપડેટ્સ આપી શકે છે તેમ જ આ સર્વિસની જાણ વધુને વધુ લોકોને થાય તેમ કરી શકે છે.
- ન્યૂઝ વેબસાઈટ કે ન્યૂઝપેપરમાંથી લાપતા લોકો વિશેની માહિતી મેળવી અપલોડ કરી શકો છો જેથી અન્ય કોઈને તેમના વિશે ભાળ મળે તો તેની જાણકારી આપી શકે.
- જે લોકો ઇન્ટરનેટ અને કમ્પ્યૂટર ઓપરેટિંગ નથી જાણતાં અને તેમના સ્વજનો આ આફતના પીડિત બનેલા છે તો તેમને આ એપ્લિકેશન દ્વારા માહિતી અપલોડ કે તેની અપડેટ્સ કરી શકો છો.
કેવી રીતે શરૂ થઈ આ સેવા?
ગૂગલે વર્ષ 2010માં આવેલા હૈતીમાં થયેલા ભૂકંપ બાદ દુનિયામાં થતી કુદરતી આફતમાં ફસાયેલા તેમ જ લાપતા લોકોની ઓળખ અને સંપર્ક કરવા માટે ‘પર્સન ફાઇન્ડર’ નામની પબ્લિક માટે અને પબ્લિક વડે ચાલતી ઓપન સર્વિસ શરૂ કરી છે.
જપાનમાં 2011માં સુનામી દરમ્યાન તેમ જ બોસ્ટનમાં મેરેથોડ દોડ દરમ્યાન બોમ્બ બ્લાસ્ટ સમયે આ સર્વિસ દ્વારા ઘણાં લોકોએ તેમના સ્વજનોની ઓળખ તેમ જ સંપર્ક મેળવી શક્યાં હતાં.
નોંધ : 'ગૂગલ ‘પર્સન ફાઇન્ડર’ એ પબ્લિકલી ઓપન સર્વિસ છે જેનો દરેક ઉપયોગ કરી શકે છે અને કોઈ પણ માહિતી પૂરી પાડી શકે છે જેથી તેના માટે ગૂગલ કોઈ પણ જાતની સત્તાવાર જવાબદારી લેતું નથી માટે અહીં લોકોને અને ગૂગલને તમારી નૈતિકતાની જરૂર છે.
ગૂગલે વર્ષ 2010માં આવેલા હૈતીમાં થયેલા ભૂકંપ બાદ દુનિયામાં થતી કુદરતી આફતમાં ફસાયેલા તેમ જ લાપતા લોકોની ઓળખ અને સંપર્ક કરવા માટે ‘પર્સન ફાઇન્ડર’ નામની પબ્લિક માટે અને પબ્લિક વડે ચાલતી ઓપન સર્વિસ શરૂ કરી છે.
જપાનમાં 2011માં સુનામી દરમ્યાન તેમ જ બોસ્ટનમાં મેરેથોડ દોડ દરમ્યાન બોમ્બ બ્લાસ્ટ સમયે આ સર્વિસ દ્વારા ઘણાં લોકોએ તેમના સ્વજનોની ઓળખ તેમ જ સંપર્ક મેળવી શક્યાં હતાં.
નોંધ : 'ગૂગલ ‘પર્સન ફાઇન્ડર’ એ પબ્લિકલી ઓપન સર્વિસ છે જેનો દરેક ઉપયોગ કરી શકે છે અને કોઈ પણ માહિતી પૂરી પાડી શકે છે જેથી તેના માટે ગૂગલ કોઈ પણ જાતની સત્તાવાર જવાબદારી લેતું નથી માટે અહીં લોકોને અને ગૂગલને તમારી નૈતિકતાની જરૂર છે.
No comments:
Post a Comment