Index Labels

What happens to your email account after you die?

. . No comments:
તમારા મૃત્યુ બાદ તમારા ઈ-મેલ એકાઉન્ટનું શું થશે?

શું તમે તમારા ઈ-મેલમાં ‘પહેલા પહેલા પ્યાર’ વાળો પત્ર સાચવી રાખ્યો છે? કે પછી કોઈની સાથે ફ્લર્ટીંગ કરેલા અને લવ-લેટર વાળા ઈ-મેલ સાચવી રાખ્યાં છે? તો પછી, કદાચ તમારા મૃત્યુ બાદ આ દરેક ગુપ્ત વાતો તમારી પત્ની કે પરિવારજનો જાણી જશે.

કારણકે ઈન્ટરનેટ ઉપર વેબમેલ સર્વિસ કંપનીઓ જેમ કે યાહુ, ગૂગલ અને હોટમેલ દ્વારા હજુ એ ચોક્કસપણે નક્કી નથી કરાયું કે તમારા ઈનબોક્સનું મૃત્યુ બાદ શું કરવામાં આવશે?

વાસ્તવમાં ઈ-મેલ સર્વિસ આપતી ગૂગલ અને હોટમેલ કંપનીઓ વિચારી રહી છે કે યુઝરના મૃત્યુ બાદ તેમના ઈ-મેલ એકાઉન્ટનો ઉપયોગ યુઝરના પરિવારજનોને અથવા તો તેના વારસદારને આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગૂગલનું Gmail કોઈ પણ ઈમેલ એકાઉન્ટમાં 7 GB અથવા તો અંદાજિત 70,000 ઈમેલનો ભરાવો કરી શકે તેટલી તાકાત ધરાવે છે.

તમારા મૃત્યુ બાદ ઈ-મેલ એકાઉન્ટના નાશ કરવાની વાત કરીએ તો હોટમેલ જે એકાઉન્ટનો ઉપયોગ 270 દિવસ કે તેનાથી વધુ સમયથી ન થયો હોય તે એકાઉન્ટ ડીલીટ કરી દેવામાં આવશે. જ્યારે Gmail યુઝરના વારસદારને કે પરિવારજનોને આપવાનું નક્કી કરી રહ્યું છે.

જ્યારે ઈન્ટરનેટ જગતની અન્ય મોટી વેબમેલ કંપની યાહૂએ યુઝરના મૃત્યુ બાદ વારસદાર કે પરિવારજનોને એકાઉન્ટનો ઉપયોગ કરવા દેવાનો સાફ ઈન્કાર કર્યો છે. યાહૂના પ્રવક્તાએ કહ્યું હતું કે જો યુઝરે તેની વસિયતનામામાં ઈ-મેલ એકાઉન્ટના વપરાશ કે વારસાગત માટેનો ઉલ્લેખ કર્યો હશે તો તે મુજબ જોગવાઈ કરવામાં આવશે.

આ જ સંદર્ભે જો વધુ વાત કરીએ તો સોશિયલ નેટવર્કિંગની નં.1 સાઈટ ફેસબુક(Facebook) દ્વારા એક ફીચર મૂકવામાં આવ્યું છે જેને ‘મેમોરિઅલાઈઝેશન’ કહે છે જેમાં મૃતકના પરિવારજનો તે યુઝરનું પ્રોફાઈલ પેજ ઓનલાઈન ‘વર્ચ્યુઅલ શ્રદ્ધાંજલિ’ તરીકે રાખી શકશે.

જ્યારે બીજી જાણીતી સોશિયલ નેટવર્ક સાઈટ માયસ્પેસ (Myspace) દ્વારા જણાવાયું હતું કે વારસદારને મૃતક યુઝરના એકાઉન્ટના ઉપયોગ સંજોગો અને જરૂરિયાતનો અભ્યાસ કરીને આપવામાં આવશે. પરોક્ષ રીતે માયસ્પેસ મૃતક યુઝરના સંવેદનશીલ માહિતીઓને કોઈ અન્યના હાથમાં સોંપવા તૈયાર નથી.


No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links