Index Labels

Use Disposable email to prevent Spam attack

. . 1 comment:

ઇમેલ સ્પામથી બચાવવા વ્હારે આવ્યું ડિસ્પોઝેબલ ઈમેલ

૨૧મી સદીના ઈન્ટરનેટ યુગમાં આજનો સિટીઝન નેટીઝન બન્યો છે. ઈન્ટરનેટનો વ્યાપ વધ્યો છે સાથે તેની જરૃરિયાત વધી છે ને ફાયદા વધ્યા છે પરંતુ સિક્કાની બે બાજુ હોય તેમ તેના ગેરફાયદા પણ વધ્યાં છે. જેમાં નેટીઝનનો સૌથી મોટો દુઃખાવો હોય તો ઈમેલ સ્પામ અને પર્સનલ માહિતી ચોરીનો. આના વિકલ્પે મહદ્ અંશે મદદરૃપ થાય છે વૈકલ્પિક કે હંગામી ઈમેલ જેને ઈન્ટરનેટ પર 'ડિસ્પોઝેબલ ઈમેલ' તરીકે ઓળખાણ મળી છે.

આજે ઈન્ટરનેટ એક જીવનનું અભિન્ન અંગ બની ગયું છે ત્યારે ઈન્ટરનેટ દ્વારા મોટા ભાગની પ્રવૃત્તિઓ ઓનલાઈન જ થવા લાગી છે. આજનો નેટીઝન ઈ-મેલ અને ચેટીંગથી વધીને ઓનલાઈન બેન્કિંગ, શોપિંગ, ઈ-ટિકિટીંગ અને ઓક્શન કરવા લાગ્યો છે. પરંતુ આ સાથે સાથે પોતાની પર્સનલ માહિતીની ચોરી તેમ જ જંક ઈમેલની બોમ્બબારીથી પણ ડરવા લાગ્યો છે. કારણકે સર્વેના આધારે મોટા ભાગની માહિતી ચોરી કે છેતરામણી ઈમેલમાં લિંક મોકલીને કરવામાં આવે છે. ખાસ મહત્વની સાઈટ ન હોય અને અનિચ્છાએ પણ રજિસ્ટ્રેશન માટે ઈમેલ એડ્રેસ આપવું પડે છે પરિણામે જે તે વેબસાઈટ કંપનીઓ ઈમેલ એડ્રેસનું વેચાણ કરે છે અને યુઝર ઈમેલ સ્પામીંગનો ભોગ બને છે. અથવા તો ઈમેલ સ્પામની બીક અને પર્સનલ માહિતી શેર થતી હોવાના કારણે ઈમેલ આપતાં આપણું મોં મચકોડાય છે. જો કે આની સમસ્યારૃપે ઈન્ટરનેટના શુભચિંતકોએ ડિસ્પોઝેબલ ઈમેલ નામની સુવિધા ઓનલાઈન મૂકી છે. ડિસ્પોઝેબલ ઈમેલ એટલે જરૃર પડયે ઈમેલ એડ્રેસ બનાવવાનું અને જ્યારે જરૃર ન હોય ત્યારે તેને ડિસ્પોઝ કરી દેવું.

ડિસ્પોઝેબલ ઈમેલ એડ્રેસ (DEA) શું છે?

ડિસ્પોઝેબલ ઈમેલ એડ્રેસ એટલે જરૃર સમયે હંગામી અથવા તો દરેક કોન્ટેક્ટ માટે અલગ અલગ ઈમેલ એડ્રેસ બનાવવું. એટલે કે તમારી પાસે ૫૦ કોન્ટેક્ટ્સ છે તો ૫૦ અલગ ડિસ્પોઝેબલ ઈમેલ બનાવો અને દરેકને અલગ અલગ ઈમેલ એડ્રેસ આપો. સૌથી ઉપયોગી વાત એ છે કે એ દરેક ઈમેલ એડ્રેસમાં ફોરવર્ડ ઓપ્શન દ્વારા તમારા રિયલ ઈમેલ એડ્રેસ ઉપર ઈમેલ મંગાવી શકાય છે તેમ જ સિલેક્ટેડ એડ્રેસ. આમ અલગ અલગ ઈમેલ એડ્રેસ આપવાથી કયા ઈમેલ એડ્રેસ પરથી જંક ઈમેલ આવે છે તેનો ખ્યાલ પણ આવી શકે છે અને તમે તેને બ્લોક પણ કરી શકો છો. અને આ રીત માથાકૂટ વાળી લાગતી હોય તો આ ઉપરાંત ૧૦ મિનિટ, ૨૦ મિનિટ, ૨ કલાક અને ૭ દિવસ સુધી એમ જુદા જુદા હંગામી સમય માટે જ એક્ટિવેટ રહેતાં ડિસ્પોઝેબલ ઈમેલ એડ્રેસ પણ બનાવીને તેનો ઉપયોગ કરી શકાય છે.

ડિસ્પોઝેબલ ઈમેલ એડ્રેસના ફાયદા

૧. અમુક વેબસાઈટ જે ખાસ મહત્વની ન હોય તેમ છતાં રજિસ્ટ્રેશન માટે ઈમેલ એડ્રેસ ફરજિયાતપણે આપવાનું હોય ત્યારે

૨. ઓનલાઈન ચેટ, ડિસ્કશન ફોરમ કે મેસેજ બોર્ડ જેવી સુવિધાના ઉપયોગ કરવા માટે ઈમેલ એડ્રેસ આપવાનું હોય અને જંક ઈમેલના મારાથી બચવા માટે

૩. રજિસ્ટ્રેશન કે પાસવર્ડની જરૃર નથી પડતી

૪. ઈમેલ સ્પામ, ફીશીંગ અને પર્સનલ માહિતીની ચોરીથી બચી શકાય છે.

૫. આપોઆપ અમુક સમય પછી એડ્રેસનો નાશ થઈ જાય છે.

ડિસ્પોઝેબલ ઈમેલ એડ્રેસ માટેની વેબસાઈટ
1. http://www.mintemail.com
2. http://www.guerrillamail.com
3. http://10minutemail.com
4. http://www.yopmail.com
5. http://www.mytrashmail.com
6. http://10minutemail.com
7. http://20minutemail.com

આ ઉપરાંત અન્ય ઘણી વેબસાઈટ પણ છે જે આ સર્વિસ પાડે છે.

1 comment:

  1. અંત્યંત સુંદર માહિતી આપે આપેલ છે આપનું આ કાર્ય તારીફે કબીલ છે આવી સુંદર અને ઉપયોગી માહિતી જન સમુદાય સુંધી ના પોહ્ચે તો નિરાશા સાંપડે છે હું એક મોટા ગુજરાતી સામાજિક સમુદાય માં સંચાલક તરીકે નિમિત્ત છે ,જ્યાં હાલ આખા વિશ્વના ૨૫,૭૧૧ ગુજરાતી સભ્યો જોડાયેલા છે અને ૫૦૦ થી ૭૦૦ સભ્યો રોજ મુલાકાત આપે છે આપના લેખ ખુબજ મહત્વપૂર્ણ છે મારી આપણે નમ્ર વિનંતી છે કે આપ ત્યાં આવી આપનું એક અલગ ગ્રુપ(સમુદાય)બનાવો અને સર્વને મહીતીઆપો જો આમ થશે તો સર્વજન જ્ઞાન મેળવશે અને આપને પ્રેરણા મળશે ...આભાર
    http://www.gujarati.nu/profile/DhavalNavaneet

    ReplyDelete

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links