હવે તમારા લખાણને સાઉન્ડમાં (એમપી 3) બદલો
આજના કાળા માથાના માનવીની જો ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવતી મહત્ત્વની શોધોમાં ગણતરી કરીએ તો તેમાં ઈન્ટરનેટનું નામ મોખરે આવી ગયું છે. આ જ માનવી સમયે સમયે ટેકનોલોજીનો ઉપયોગ કરી કરીને લોકોના ખોળોમાં સવલતોનો ઢગલો કરતો જ ગયો છે. બસ આ વિશે જ વાત કરીએ તો હવે ઈન્ટરનેટ ઉપર એવી અમુક વેબસાઈટ પણ મૂકવામાં આવી છે જેમાં તમે પોતાના લખાણ એટલે કે ડોક્યુમેન્ટ ફાઈલો જે ટેક્સ્ટ સ્વરૂપે હોય છે તેને તમે સાઉન્ડ સ્વરૂપે એટલે કે અવાજમાં તબદીલ કરી શકો છો.
જો તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ ફાઈલ છે અને તમે તેને એમપી3 એટલે કે વોઈસ ફોરમેટમાં કન્વર્ટ કરવા માંગતા હોવ તો હવે તમારે તેની માટે કોઈ વ્યક્તિ પાસે રેકોર્ડીંગ કરાવવાની જરૂર નથી. કારણકે હવે ઈન્ટરનેટ ઉપર આવી જ સવલત માટે અમુક વેબસાઈટ હાજર છે. જેમાં તમે તમારા ટેક્સ્ટ ફાઈલને જુદાજુદા અવાજમાં રેકોર્ડીંગ કરી શકો છો અને એ પણ ઈન અ જસ્ટ મિનિટ !
તમે નીચે મુજબની ડોક્યુમેન્ટ ફાઈલો સાઉન્ડમાં કન્વર્ટ કરી શકો છો તેમ જ વેબસાઈટ ઉપર ડાયરેક્ટ ટાઈપ કરીને પણ કન્વર્ટ કરી શકો છો.
કઈ ફાઈલો સપોર્ટ કરે છે ?
.doc (MS Word)
.pdf (Adobe PDF)
.ppt (MS Power point)
.txt (plain text file)
.html / .htm (HTML file)
.xml / RSS feed
કન્વર્ટ કરી આપતી વેબસાઈટ
http://www.cepstral.com/
http://www.spokentext.net/
http://www.domyreminders.com/
http://vozme.com/
ક્યારે ઉપયોગી નીવડે ?
જ્યારે તમારે કોઈ પ્રોડક્ટ લોન્ચ કે પ્રેઝન્ટેશન વખતે રેકોર્ડીંગની જરૂર પડે ત્યારે
જ્યારે રેકોર્ડીંગમાં સાદા અવાજ કરતા પ્રોફેશનલ વોઈસ ઓવર જોઈતું હોય ત્યારે
વેબસાઈટ ઉપર વ્યુઅર્સને તમારી માહિતી રેકોર્ડીંગ સ્પીચ તરીકે આપવી હોય ત્યારે
અંધ લોકોને માહિતી આપવા માટે પણ ઉપયોગી નીવડી શકે.
Follow on FaceBook
Total Pageviews
About
Whats Hot This Week
-
ટોપ 10 યુવા ઈન્ટરનેટ મિલિયોનેર્સ ઈન્ટરનેટે આજે બાળકો, યુવાનો અને વૃદ્ધો એમ ત્રણેય વર્ગોને પોતાની ઘેલછા પાછળ પાગલ કરવામાં બાકી રાખ્યાં ન...
-
કહેવાય છે કે વિશ્વમાં એક વર્ચ્યુઅલ દેશ (વિશ્વવસ્તીના લગભગ ૧૦ ટકા - ૬૦ કરોડ યુઝર્સ) પણ વસે છે જેનું નામ છે ફેસબુક. આજે કમ્પ્યૂટર કમ્પ્યૂટરે...
-
ઉત્તરાખંડમાં ફસાયેલા તમારા સ્વજનોની ભાળ મેળવવા માટે ગૂગલની 'પર્સન ફાઈન્ડર' નામની આ ઓનલાઈન સર્વિસ તમારા માટે કદાચ આશીર્વાદરૂપ સાબ...
-
ઇમેલ સ્પામથી બચાવવા વ્હારે આવ્યું ડિસ્પોઝેબલ ઈમેલ ૨૧મી સદીના ઈન્ટરનેટ યુગમાં આજનો સિટીઝન નેટીઝન બન્યો છે. ઈન્ટરનેટનો વ્યાપ વધ્યો છે સાથે તેન...
-
હવે તમારા લખાણને સાઉન્ડમાં (એમપી 3) બદલો આજના કાળા માથાના માનવીની જો ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવતી મહત્ત્વની શોધોમાં ગણતરી કરીએ તો તે...
તમારું આ લખાણ અહીં કોઈ બીજાના નામે અડી ગયું છે!
ReplyDeletehttp://rupen007.wordpress.com/2010/01/20/%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%96%E0%AA%BE%E0%AA%A3%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2/
તમારું આ લખણ અહીં કૉપી થયું છે! તે તમારી જાણ માટે.
ReplyDeletehttp://rupen007.wordpress.com/2010/01/20/%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%96%E0%AA%BE%E0%AA%A3%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2/
very nice info .. !
ReplyDeletethanks for sharing !