Index Labels

Read More About CAPTCHA

. . 1 comment:
ઓનલાઈન ફોર્મ ભરતી વખતે છેલ્લે દેખાતું અટપટું ચિત્ર શું છે ?


કમ્પ્યૂટર સામે બેસીએ એટલે પહેલું જ ઈન્ટરનેટની મેથી મારવાની અને પછી જ બીજું બધું કામ કરવાનું ખરું ને ! જો ઓફિસનું કામ શરૃ કરીએ તો પણ લાવ ને ઈ-મેલ તો ચેક કરી લઉં એવો ખ્યાલ આવી જ જાય અને પછી તો બસ.. ઈ-મેલ ચેકીંગની સાથે જંક ઈ-મેઈલ નો પણ ર્હુિરયો બોલાવવાનો ચૂકવાનું તો નહિ જ... આમ લગભગ બધાં યુઝર્સં કરતાં હોય છે અને તે સ્વાભાવિક છે, બરાબર..! હા, ઈ-મેલ ઉપરથી યાદ આવ્યું કે જ્યારે તમે રજીસ્ટ્રેશન કે કોઈ બીજી માહિતી માટે ઓનલાઈન ફોર્મ ભરતાં હોવ છો ત્યારે તમને ફોર્મની લગભગ છેલ્લે એક અટપટા ચિત્રવાળા બોક્સમાંથી જોઈને તેમાં દેખાતો શબ્દ ભરવાનો હોય છે જે ધ્યાનથી જોવું પડતું હોય છે... કયુ ચિત્ર ખબર પડી ને ?
  • અટપટું દેખાતું ચિત્ર ખરેખર 'કેપ્ચા' (CAPTCHA) છે
ઓનલાઈન કોઈ પણ રજીસ્ટ્રેશન ફોર્મની છેલ્લે અટપટું, વાંકુ ચૂંકુ અને વિચિત્ર દેખાતું પિક્ચર પહેલી વખત ફોર્મ ભરતાં યુઝરને મૂંઝાવી દેતું હોય છે અને જે યુઝર્સ દેરક વખતે ભરતાં હોય છે તેઓને પણ શા માટે ભરે છે તેનો ખ્યાલ હોતો નથી. આ દેખાતું અટપટું ચિત્ર ખરેખર 'કેપ્ચા' (CAPTCHA) છે એટલે Completely Automated Public Turing test to tell Computers and Humans Apart જે એક પ્રકારનો ચેલેંજીગ ટેસ્ટ છે જેમાં સંપૂર્ણ રીતે કમ્પ્યૂટર દ્વારા ઓટોમેટીકલી સર્વરમાંથી ચેલેજીંગ પિક્ચર્સ રજૂ કરવામાં આવે છે જે કમ્પ્યૂટર પોતે ઉકેલી શકતું નથી, પરંતુ માનવીય મગજ માટે સરળ હોય છે. આ પ્રોગ્રામ યુ.એસની પ્રાઈવેટ રિસર્ચ કેરનેજી મેલોન યુનિ. એ બનાવ્યો છે. CAPTCHA બોક્સ ભરતાં ખ્યાલ આવે છે કે કમ્પ્યૂટરની સામે કોઈ વ્યક્તિ છે બલ્કે કોઈ હેકર્સ નથી જે ખરેખર ફોર્મ ભરે છે. ચકાસણી રૃપે યાહુ કે બીજી વેબસાઈટમાં ઈમેલ પાસવર્ડ બે કે ત્રણથી વધુ વખત ખોટો નાંખવાનો પ્રયત્ન કરી જુઓ તો તરત જ ત્યાર બાદ તમને કેપ્ચાનું ચિત્ર દેખાશે જે તમારે ફરજિયાત ભરવું જ પડશે. જેથી ખ્યાલ આવે છે કે કોઈ હેકર્સ કમ્પ્યૂટર દ્વારા ડાયરેક્ટ માહિતી ચોરી તો નથી કરતું ને! કેપ્ચાને Optical Character Recognition (OCR) જે સ્કેન કરેલા શબ્દને કેરેક્ટરમાં બદલી નાંખે છે તે પણ બરાબર રીતે ઉકેલી શકતું નથી.

CAPTCHA નું બોક્સ ભરવું ફરજિયાત કેમ છે?
> માહિતી ભરનાર ખરેખર માનવજાત છે તેની ચકાસણી માટે
> બ્લોગમાં થતાં સ્પેમ અટકાવવા માટે
> વેબસાઈટ ઉપર થતાં બોગસ રજીસ્ટ્રેશન અટકાવવા
> ઓનલાઈન બોગસ પોલ અટકાવવા
> પાસવર્ડ હેક માટે થતાં ડીક્શનરી એટેકને અટકાવવા
> અમુક વેબસાઈટ જે સરળતાથી શોધી ન શકાય તેની માટે સર્ચ એન્જીનના બોટ્સથી બચવા
> માહિતી ચોરનારા અને સ્પેમર્સથી બચવા માટે

તમારી વેબસાઈટ કે બ્લોગમાં હેકીંગ અને સ્પેમના ત્રાસથી બચવાં કેપ્ચા મૂકવા માટે http://recaptcha.net/ પરથી તદ્ન મફત મેળવી શકાય છે તેમજ આ વિશે વધુ માહિતી પણ ઉપલબ્ધ છે. આજે લગભગ બધી જ વેબસાઈટ CAPTCHA નો ઉપયોગ કરીને સલામત રહે છે ત્યારે આ પ્રોગામના સર્જનકર્તાઓનો આભાર માનવો જ રહ્યો.

1 comment:

  1. આ ગુચવન હું કેટલાય સમયથી અનુભવતો હતો આજે સમાધાન થઈ ગયુ આભાર

    ReplyDelete

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links