Index Labels

TCSની ઇલેક્શન સ્પેશ્યલ ઍપ લૉન્ચ : નેતાઓ અને પાર્ટીઓનું રિયલ ટાઈમ 'ટ્વિટાલિસિસ'

. . No comments:
ઍન્ડ્રોઈડ ધારકો અને ટ્વિટરના ચાહકો માટે TCSએ લોકસભા ઈલેક્શનને લગતી ખાસ રિયલ ટાઈમ ઍન્ડ્રોઈડ ઍપ iElect લૉન્ચ કરી છે.

ભારતના ઇતિહાસનું કદાચ સૌથી વધુ ચર્ચિત તેમ જ રસપ્રદ અને દુનિયાનું સૌથી મોટું લોકસભા ઇલેક્શન 2014નો રંગ જ્યારે સૌ કોઈના પર ચઢ્યો છે ત્યારે સોશ્યલ મિડીયા અને ટેકનોજગતમાં પણ આ 'ડાન્સ ઓફ ડેમોક્રેસી' ધૂમ મચાવી રહ્યું છે.



અત્યાર સુધી ઇલેક્શન 2014 અને ભારતીય નેતાઓની ચર્ચાથી ફેસબુક અને ટ્વિટર ઊભરાઈ રહ્યું છે ત્યારે દેશની જાણીતી અને ટોપ આઈટી કંપની TCSએ લોકસભા ઈલેક્શનને ધ્યાનમાં રાખીને ટ્વિટર ઇન્ડિયા સાથે મળીને ખાસ રિયલ ટાઈમ ઍન્ડ્રોઈડ ઍપ TCS iElect બનાવી છે જેને ગૂગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.

TCS iElect એ ઇલેક્શનને લગતી ટ્વિટર પરની ટ્વિટ્સના ડેટાને એક નવા અવતાર અને ફિલ્ટર્સ દ્વારા રસપ્રદ રીતે રજૂ કરતી ઍપ્લિકેશન છે. આ ઍપ્લિકેશન યુઝરને દેશના નેતાઓ અને પાર્ટીઓને લગતી માહિતીને ઑબ્ઝર્વ, એનાલાઈઝ અને તેમાં પાર્ટિસિપેટ કરવાની નવી રીત પૂરી પાડે છે. યુઝરને આ ઍપમાં રિયલ ટાઈમ અનુસાર ઇલેક્શનને લગતા ટ્રેન્ડ અને આંકડાઓ જોવા મળશે.

Download from here : https://play.google.com/store/apps/details?id=com.tcs.ielect

ઍપ્લિકેશનની ખાસિયત
  • રિચ ગ્રાફિક્સ અને એનાલિટિકલ ડિસ્પ્લે
  • બિગ લીડર અને પાર્ટી મુજબ એનાલિસિસ
  • લાખ્ખો ટ્વિટનું રિયલ ટાઈમ એનાલિસિસ
  • બિગ લીડર્સની ટ્વિટ
  • મહત્વના નેતાઓ અને પાર્ટીઓના સેન્ટિમેન્ટ્સનું એનાલિસિસ
  • સેલેબ્રિટીઝનું પાર્ટીઓ સાથેનું અસોસિયેશન અને તેમની ઇલેક્શનને લગતી ટ્વિટ્સ
  • શહેર મુજબ પોલિટિકલ નેતાઓની લોકપ્રિયતા
  • નેતાઓ અને પાર્ટીઓની ડિજીટલ એક્ટિવિટી
  • ટ્રેન્ડિંગ મુદ્દાઓ
  • ટ્વિટર ટૅગ ક્લાઉડ
  • 2014ની પાર્લામેન્ટ કેવી દેખાશે તેનો અંદાજો લગાવી શકશો
  • જાહેર થયેલા મેનિફેસ્ટો (ઘોષણાપત્ર)થી સંતોષ નથી? પોતાનું બનાવો અને શૅર કરો
ઍપ્લિકેશનની ખાસિયતની વાત કરીએ તો વૅબ પરની ડેટારૂપી માયાજાળમાંથી તમારી સમક્ષ જોઈએ તેટલી માહિતીને રિચ લૂક સાથે સરળતાથી વિશ્લેષણરૂપમાં રજૂ કરે છે.

TCS જણાવે છે કે ભારતમાં સ્માર્ટફૉન ધરાવતો એક મોટો વર્ગ છે જ્યારે સૌપ્રથમ વખતે આ લોકસભા ઇલેક્શનમાં 1 અબજ મતદાતાઓ ભાગ લઈ રહ્યાં છે. આવામાં TCS iElect યુઝરને આ મહત્વના ઇલેક્શન સાથે ગૅમિંગ તેમ જ ઇન્ટરઍક્ટિવ ફોર્મમાં ઍન્ગેજ રાખશે.

ઇન્ટરનેટ પર સોશ્યલ મિડીયા (ઇન્ડિયા) ઈલેક્શન 2014 - નવા ઇન્ટરઍક્ટિવ રૂપમાં

  • તમારા વિસ્તારમાં કયો ઉમેદવાર ઊભો છે તેની જાણ નથી તો ફક્ત પિન કોડ દ્વારા મળી શકશે માહિતી. આ ઉપરાંત ઉમેદવારની વધુ માહિતી પણ ગૂગલ દ્વારા પીરસવામાં આવી છે. - www.google.co.in/elections


No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links