Index Labels

Samsung Fingers gets announced, the first entrant into the smartglove game

. . No comments:
'Samsung Fingers' લૉન્ચ : સ્માર્ટગ્લવ સાથે ગેમિંગ ઝૉનમાં સેમસંગની સૌપ્રથમ પહેલ

ટૅકનૉજગતમાં રોજ નીતનવા ગેજેટ્સ લૉન્ચ થતાં રહે છે ત્યારે ટૅક જાયન્ટ સેમસંગે આ વખતે ગેમિંગ ઝોનમાં એન્ટ્રી મેળવીને 'સેમસંગ ફિંગર્સ'ની જાહેરાત કરી છે.

'સેમસંગ ફિંગર્સ'એ એક સ્માર્ટ ગ્લવ છે જેને હાથમાં સરળતાથી પહેરી શકાય તેમ છે. આ ગ્લવ ટેકનોલોજીથી એકદમ સજ્જ છે જેમાં તમે દુનિયાના કોઈ પણ ખૂણેથી લગભગ કોઈ પણ કામ કરી શકવા સક્ષમ બની શકશો. નીચે વાંચો આ ગેજેટ ક્યારે અને કેટલી કિંમતમાં મળશે





આ સ્માર્ટગ્લવ  સામાન્ય ગ્લવ નથી કારણકે તે 5G સપોર્ટેડ છે અને તેમાં બિલ્ટ-ઇન સ્પીકર્સ અને માઈક્રોફોન પણ છે જેથી તમે તમારા હાથ સાથે કમ્યુનિકેટ પણ કરી શકશો.

સેમસંગ ફિંગર્સમાં 5G સપોર્ટને ધ્યાનમાં રાખતા અત્યાર સુધીના તમારા સ્માર્ટફોનમાં પણ નથી એવી ઓછામાં ઓછી 4GB RAM રાખવામાં આવી છે. જ્યારે સ્ટોરેજ કેપેસિટી 32GB અને 64GB આપવામાં આવી છે.

આ ગેજેટ પહેરી શકાય એવું છે તેથી તેમાં અલગ અલગ પ્રકારના સેન્સર્સ આપવામાં આવ્યાં છે. જેમાં એક્સલરોમીટર, થર્મોમીટર, ગેરોસ્કોપ, બેરોમીટર, લાઈટ સેન્સર અને કમ્પાસ જેવા સેન્સર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌથી આકર્ષક આ ગેજેટમાં ગ્લવમાં હથેળીની વચ્ચેના ભાગમાં 3 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન તમને કમ્યુનિકેશન કરવાના અનુભવને રોમાંચક બનાવશે.





આ ઉપરાંત S લેસર પણ આ ગેજેટમાં હાજર છે જે એક બીમ પ્રોજેક્ટર છે જેથી તમે કોઈ પણ જગ્યાને 1080p રેઝ્યોલુશનમાં તમારી સ્ક્રીન બનાવી શકો છો અને કામ કરી શકો છો.

સેમસંગ ફિંગર્સનું વજન 10 ગ્રામ જ છે જેથી તમારા હાથને આ ગેજેટને ઊંચકવા માટે ભાર સહન કરવો નહીં પડે.

આ ગેજેટ ક્યારે રિલીઝ થશે તેની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી પરંતુ તમે આ ગેજેટના આંખો પહોળી કરી નાંખે તેવા ફીચર્સની વધુ માહિતી અને પ્રી-બુકિંગ માટે નીચેની લિંક પર ક્લિક કરો. હેપી એપ્રિલ ફૂલ્સ ડે... શૅર કરો આર્ટિકલ અને બનાવો તમારા મિત્રોને પણ એપ્રિલ ફૂલ :)

SAMSUNG TOMORROW (લિંક ઉપર ખરેખરમાં ક્લિક કરો વધુ માહિતી છે ભગવાનના સમ)

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links