Index Labels

Gmailનું નવું ફીચર : ઇમેલમાં જ સીધા પિક્ચર્સ ઇન્સર્ટ કરી શકાશે

. . No comments:
ઈ-મેલમાં પિક્ચર્સ સરળતાથી શૅર કરી શકાય તેવી સુવિધા લાંબા સમયથી ગૂગલ તરફથી અપેક્ષિત હતી  જે આખરે અમલમાં આવી ચૂકી છે. હવે ઇ-મેલની મેસેજ બોડીમાં જ સીધા પિક્ચર્સ ઇન્સર્ટ કરીને શૅર કરી શકાશે.

વૉટ્સઍપ અને ફેસબુક આવી ગયુ હોવાથી ફોટો શેર કરવાની પ્રક્રિયા ખૂબ સરળ થઈ ગઈ છે જેથી ઇ-મેલ દ્વારા ફોટો શેર કરવાની પદ્ધતિ આઉટડેટેડ થઈ ગઈ છે. તેમ છતાં ઘણી વખતે ઇ-મેલમાં ફોટો મોકલવાની જરૂર પડતી હોય છે જ્યારે ખાસ કરીને તેની સાથે કોઈ લખાણ કે મેસેજ પણ મોકલવાનો હોય.




તેથી જ ટેકનોલોજીની દુનિયામાં હંમેશા યુઝરની ટેકનોલાઈફને સરળ બનાવવાનું કામ કરનારી ગૂગલે પોતાની જીમેલની સેવામાં ઈમેલ મોકલતી વખતે ફોટો મોકલવાની સુવિધામાં થોડો બદલાવ કર્યો છે. અત્યાર સુધી ઇમેલ મોકલતી વખતે જો તમારે ફોટો મોકલવા હોય તો અટેચમૅન્ટ તરીકે જ મોકલી શકાતા હતા. પરંતુ હવે જીમેલમાં Insert Photoનું ઑપ્શન આવી ગયું છે જે તમને સીધુ ઇમેલના લખાણની અંદર જ જ્યાં પિક્ચર્સ મૂકવું હશે ત્યાં મૂકીને મોકલી શકાશે. મેસેજ બોડીમાં જ પિક્ચર ઇન્સર્ટ કરવા નીચે પ્રમાણે ઓપ્શન આપવામાં આવ્યું છે.


આ ઓપ્શન પર ક્લિક કરતા જ ગુગલ ફોટો નામનું એક બોક્સ ખુલે છે. અહીં તમે ગૂગલ+ પર જે પિક્સ શેર કર્યા હશે તે બતાવશે. આ સિવાય તમે ફોટો અપલોડ પણ કરી શકશો તેમ જ કોઈ વેબસાઈટની લિંક દ્વારા પણ ઇમેજ શેર કરી શકશો. અપલોડ કરીને તમે એક કરતાં વધારે ફોટો પણ મોકલી શકશો. ગૂગલ ફોટોમા આવેલા આલ્બમમાં પણ ફોટોનું ફોલ્ડર તમે સિલેક્ટ કરશો તેની બધી જ તસવીરો મેસેજ બોડીમાં ઇન્સર્ટ થશે અને પછી તેને સરળતાથી મેઈલ કરી શકાશે.

આ ફીચરની મસ્ત વાત એ છે કે દરેક ફોટો સાથેની માહિતી પણ લખી શકાય છે. અગાઉ પિક્ચર્સ અટેચમેન્ટ સાથે ફોટો મોકલવામાં આવતો હતો તો તેમાં કોઈ પણ માહિતી લખી શકાતી ન હતી. ખાસ કરીને જ્યારે ન્યૂ યર અને અન્ય કોઈ તહેવારના દિવસે ગ્રીટિંગ કાર્ડ મોકલતી વખતે મેસેજ બોડીમાં ઇમેજ ઇન્સર્ટ કરવાનું શક્ય બનતું ન હતું જે હવે થઈ શકશે.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links