Index Labels

બોલો, 6 વાગ્યા પછી ઇમેલ કરવો ગેરકાયદેસર : આવું ભારતમાં પણ થવું જોઈએ?

. . No comments:
ગભરાશો નહીં, તમારા મિત્રો કે સ્નેહીજનોને ઇમેલ કરવામાં કોઈ તમને રોકવાનું નથી. વાત છે અહીં કોર્પોરેટ જગતમાં ટેન્શનથી ભરેલી લાઈફ જીવનારા કોર્પોરેટ કર્મચારીઓની.



ફ્રાન્સમાં ઍમ્પ્લોયર્સના ફેડરેશન અને બે યુનિયન વચ્ચે ગઈ કાલે એટલે ગુરુવારે લીગલી એક નવો 'લેબર અગ્રીમેન્ટ' થયો છે. જેના અંતર્ગત અમુક કર્મચારીઓ સાંજના 6 વાગ્યા પછી પોતાનો ફોન સ્વીચ ઑફ કરી શકે છે તેમ જ ઇમેલનો જવાબ પણ આપવાનું ટાળી શકે છે. આમ કરવાનું મુખ્ય કારણ વર્કિંગ અવર્સ ખતમ થયા પછી પણ ઇ-મેલ અને ફોન દ્વારા કંપનીના એક્ઝિક્યુટિવ્સ કામમાં જ પળોટાયેલા ન રહે તે છે.

ખાસ કરીને ટેકનોલોજી સેક્ટરમાં આ પ્રકારની ચોવીસ કલાક સર્વિસમાં કર્મચારીઓ કામમાં જ પરોવાયેલા રહેતા હોય છે ત્યારે તેમના માટે સાંજના 6 વાગ્યાની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. જ્યારે સામે બાજુ ઍમ્પ્લોયર્સે પણ કર્મચારીઓને દબાણપૂર્વક કે અન્ય રીતે આ ડેડલાઈન પછી કામનો ભાર ન રહે તેવી તકેદારી અને ખાતરી રાખવી પડશે.

આજના કોર્પોરેટ લાઈફમાં સક્સેસની હોડમાં, સર્વિસ આપવાની દોડમાં, નંબર 1 મેળવવાની દોડમાં ફક્ત ફ્રાન્સ નહીં પરંતુ ભારત સહિત દરેક દેશમાં આવા જ એક સરકારી નહીં તો મ્યુચ્યુઅલ કાયદાની જરૂર તો છે જ.

આપનું શું માનવું છે આ બાબતે, કમેન્ટ કરો તમારા મંતવ્ય

નોંધ : ઓરિજિનલ સ્ટોરીમાં જણાવવામાં આવ્યું છે કે ફ્રાન્સમાં સાંજના 6 વાગ્યા પછી ઈમેલ કરવો ગેરકાયદેસર ગણાશે. પરંતુ આ એક કરાર મુજબ ફક્ત દેશના અમુક કર્મચારી યુનિયનોને જ લાગુ પડશે નહીં કે કાયદા તરીકે સંપૂર્ણ દેશમાં.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links