Index Labels

Whatsapp Pain : First case of 'WhatsAppitis' diagnosed

. . No comments:

વૉટ્સઍપના કારણે થતો 'વૉટ્સઍપિટિસ' રોગનો સૌપ્રથમ કેસ નોંધાયો

એક મહિલા સવારે ઊઠી ત્યારે તેણે પોતાના હાથના કાંડામાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી, ત્યારે સ્પેનિશ ડોક્ટરે આ દર્દને Whatsappitis તરીકે નિદાન કર્યું હતું.




સ્પૅનના ગ્રેનેડા શહેરમાં 34 વર્ષની પ્રેગનન્ટ મહિલાને હાથમાં થતાં દુ:ખાવાને વિચિત્ર રીતે ડોક્ટરે ઇન્સટન્ટ મેસેજીંગ સર્વિસના વધુ પડતા ઉપયોગથી થતી'માઇન્ડફૂલ' ઈજા તરીકે ગણાવીને તેને 'વૉટ્સઍપિટિસ' તરીકે નિદાન કર્યું હતું.

આ કેસનું વર્ણન કરતાં ડૉક્ટરે જણાવ્યું હતું કે આમાં સવારે જ્યારે દર્દી ઊઠે છે ત્યારે તેને અચાનક જ હાથના બંને કાંડામાં દર્દનો અનુભવ થવા લાગે છે.

ગ્રેનેડાની જનરલ યુનિવર્સિટી હોસ્પિટલના ડોક્ટરે લખ્યું હતું કે દર્દીને આ અગાઉ કોઈ પણ જાતની ઈજા કે વધુ પડતી શારિરીક કસરતની આદત પણ ન હતીં. તેમ છતાં તેને કાંડામાં અને (કાર્પલ ટનલ સિન્ડ્રોમ) નસમાં ઈજા થઈ હતી. પરંતુ દર્દી સાથે વાત કર્યા બાદ આ દર્દ અને રોગની સ્પષ્ટતા થઈ હતી.

દર્દી ક્રિસમસની સાંજે કામ કરી રહી હતી. બીજા દિવસે તેણે વૉટ્સઍપ પર આવેલા મેસેજીસના જવાબો આપવાનું કામ કર્યું હતું. તેણે પોતાનો મોબાઈલ ઓછામાં ઓછા 6 કલાક માટે પકડી રાખ્યો હતો જે દરમ્યાન જવાબ આપતી વખતે તેના બંને અંગૂઠાની મૂવમેન્ટ્સ સતત ચાલુ રહી હતી તેમ ડોક્ટરે જણાવ્યું હતું.

દર્દીને તપાસ્યા બાદ ડૉક્ટરે કહ્યું હતું કે આ બંને બાજુના કાંડાના દર્દને વૉટ્સઍપ તરીકે નિદાન કરવામાં આવ્યું છે.

આ અગાઉ બાળકોમાં દેખાયેલા આવા જ રોગ હવે એડલ્ટ્સમાં પણ વધ્યા છે. આ ડૉક્ટર ચેતવણી આપતા જણાવે છે કે "મોબાઈલ ફોનમાં ટેક્સ્ટ મેસેજથી થતાં દર્દ 'ટેનોસિનોવિટીસ'વધુ વકરી શકે છે. હવે ડૉક્ટરોએ આ નવા ડિસઓર્ડરને સમજવાની જરૂર રહેશે. "

આ રોગ/દર્દનો ઇલાજ

આ રોગના ઇલાજ માટે The Lancet (મેડિકલ જર્નલ)માં જણાવ્યું છે કે સંપૂર્ણપણે સુખ-ચેનથી ફોન પર મેસેજીસ મોકલવાનું બંધ કરવાની તેનો ઈલાજ થઈ શકે છે. ઉપરોક્ત કેસમાં પ્રેગનન્ટ મહિલાએ આમ કર્યું ન હતું ઉપરાંત તેણે ફોનનો સાથ છોડ્યો ન હતો.

હાઈ-ટૅક પેઇન

જો કે એવું નથી કે ગેજેટ્સ કે એપ્લિકેશનનો ઉપયોગથી થતાં રોગ કે દર્દનો આ પહેલો કિસ્સો કે પહેલું નિદાન છે. કારણકે આ અગાઉ પણ ગેમ અને અન્ય મેસેજીંગ એપ્લિકેશનથી થતાં દર્દને ઓળખ આપવામાં આવી છે ત્યારે આવો નજર કરીએ તેના પર.

બ્લેકબેરી થમ્બ (BlackBerry thumb) - બ્લેકબેરીમાં ફોનમાં આવતા સ્ક્રોલ વ્હીલ/પૅડના કારણે થતું દર્દ
નિન્ટેન્ડોઇટીસ (Nintendoitis)- ગેમપૅડ પર સતત બટન દબાવવાથી થતું દર્દ
વીઍલ્બૉ (Wii elbow) - નિન્ટેન્ડોનું મૉશન કન્ટ્રોલરના સતત ઉપયોગથી થતું દર્દ

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links