Index Labels

Oppo Find 7 : World's first phone with QHD and can click 50 megapixel picture

. . No comments:

Oppp Find 7 : 50 મેગાપિક્સલનો ફોટો પાડી શકતો દુનિયાનો એકમાત્ર ફોન

  • આ ફોન 50 મેગાપિક્સલ સુધીનો ફોટો તમને ક્લિક કરી આપી શકે છે.
  • વિશ્વનો એકમાત્ર ફોન છે જેમાં QHD ડિસ્પ્લે સ્ક્રીન છે.
  • પાંચ મિનિટ ચાર્જ કરવાથી 2 કલાક સુધી વાત કરવા દેશે ફોનનું રેપિડ ચાર્જર
 

મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ ફોન કૉલ અને ચેટિંગ સિવાય થતો હોય તો તે છે ફોટોગ્રાફી કરવા માટે. કોઈ પણ જગ્યાએ તમારો હમરાહી બનેલો ફોન તમને ક્યારેય પણ ફોટો પાડવાની આઝાદી આપે છે ત્યારે તમારા ફોનમાં બેસ્ટ કેમેરા હોય એ તમારી ફોન ખરીદી કરવા માટેની પહેલું પરિબળ હોય છે.

આપણે સારા કેમેરા માટે હંમેશા કેટલા મેગાપિક્સએલનો કેમેરા હોય તેની ખાસ ચકાસણી કરતાં હોય છે. અને ફોટોગ્રાફી લવર્સ યુઝર હંમેશા હાઈ મેગાપિક્સેલવાળો ફોન રાખવામાં માનતા હોય છે. જો તમે વિચારતા હોવ કે થોડાં સમય પહેલાં જ માર્કેટમાં લૉન્ચ થયેલો નોકિયા લુમિયા 1020 એ કેમેરાની દૃષ્ટિએ 41 મેગાપિક્સલ કેમેરા સાથે સારું રીઝલ્ટ આપતો સ્માર્ટફોન છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. કારણ કે ચાઈનીઝ કંપની Oppoએ તમારા માટે Find 7 નામનો હાઈ-ઍન્ડ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે જે 50 મેગાપિક્સલ સુધીનો ફોટો તમને ક્લિક કરી આપી શકે છે.

જો કે 50 મેગાપિક્સલનો ફોટો આ ફોનમાં ક્લિક કરી શકાશે તે ખરેખરમાં એક સોફ્ટવેર ટ્રીક છે. વાસ્તવમાં આ ફોનમાં Sony Exmor RS (સેન્સર) ધરાવતો 13 મેગાપિક્સલનો કેમેરા છે. પરંતુ ફોનમાં રહેલા Super Zoom ફીચર અહીં કમાલનો જાદૂ કરે છે. આ ફીચર દ્વારા કેમેરા ક્લિક કરતી વખતે રેપિડલી એકસાથે 10 પિક્ચર્સ ક્લિક કરે છે જેમાંથી 4 બેસ્ટ ઇમેજને લઈને એકસાથે ભેગી કરીને 50 મેગાપિક્સલના રિઝ્યોલુશન જેટલો એક ફોટોમાં કન્વર્ટ કરી આપે છે.

આ ફોનના કેમેરાની મદદથી 8160x6120 પિક્સલનું રીઝોલ્યુશન મેળવી શકાય છે. કેમેરા સેન્સરની વાત કરીએ તો Find 7 સૌથી આગળ હશે. હાલમાં માનવામાં આવી રહ્યું છે કે Oppoમાં વધારે સારી કેમેરા સેન્સર ટેકનોલોજી યુઝ કરવામાં આવી છે. આ ફોનમાં રીમુવેબલ બેટરીનો ઉપયોગ પણ કરી શકાય છે. એન્ડ્રોઇડ 4.2 જેલીબીન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે Oppo Find 7ની કિંમત રૂ. 20,000કે તેનાથી વધારે હોવાની માનવામાં આવે છે.

Oppo Find 7ના ફીચર્સ ઊડતી નજરે

- એન્ડ્રોઇડ 4.2 જેલીબીન ઓપરેટિંગ સિસ્ટમ

- 2.3 GHZ ક્વોલકોમ સ્નેપડ્રેગન 800 પ્રોસેસર

- 5.5 ઇંચ QHD (Quad HD Screen) ડિસ્પ્લે - 2560x1440નું રિઝ્યોલુશન

- 3GB RAM

- 13 મેગાપિક્સલ રીઅર કેમેરા

- 5 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા

- NFC એનેબલ

- 4000એમએએચ બેટરી


રસપ્રદ ફીચર્સ
  • એકમાત્ર ફોન છે જે QHD (Quad HD) ડિસ્પ્લે સ્ક્રીન છે. જેમાં 2160pનું ડિસ્પ્લે રિઝ્યોલુશન જોવા મળશે જેને 4K UHD પણ કહેવાય છે. સામાન્ય રીતે HD સ્ક્રીન આપણે જે કહેતા હોઈએ છે તેમાં 1080p રિઝ્યોલુશન હોય છે. 1080 નંબર એ પ્રતિ 1080 લાઈન હોરિઝન્ટલ ડિસ્પ્લે રિઝ્યોલુશન દર્શાવે છે જ્યારે p પ્રોગ્રેસિવ સ્કેન દર્શાવે છે. ટેલિવિઝનમાં 8K UHD ડિસ્પ્લે હોય છે.
  • ફોનમાં ડ્યુઅલ LED ફ્લૅશ છે તેમ જ સ્લૉ-મોશન વિડીયો પણ રેકોર્ડિંગ કરી શકાય છે.
  • બિલ્ટ ઇન HDR હોવાથી બેસ્ટ ફોટો ક્લિક કરી શકાય છે.
  • રેપિડ ચાર્જીગ કેપેસિટી - ફક્ત પાંચ મિનિટનું ચાર્જિગ તમને 2 કલાક સુધી કોલિંગ કરવા  દેશે જ્યારે અડધો કલાકમાં 75% બેટરી ચાર્જ થઈ જશે.
  • સ્કાયલાઈન નોટિફિકેશન - નાની LED લાઈટને બદલે ફોનના નીચેના ભાગમાં પાતળી લાઈન જેવી બ્લુ કલરની લાઈટ એકદમ સ્ટાઈલીશ લૂક આપે છે.
  • સ્ટોરેજ મેમરી 128GB સુધી એક્સ્પાન્ડેબલ સપોર્ટ કરે છે.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links