Index Labels

Now Facebook Messenger supports Voice-Calling in India

. . No comments:

હવે ભારતમાં પણ ફેસબુક મેસેન્જર દ્વારા કરી શકાશે વોઈસ કોલિંગ

આખરે ફેસબુકે પોતાની મેસેન્જર વોઈસ કોલિંગ ફીચર અન્ય દેશોમાં પણ ચાલુ કરવાની શરૂઆત કરી દીધી જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.



ફેસબુકે ચુપકે સે આ આ ફેસિલિટી તેના મેસેન્જરમાં ગયા વીકેન્ડ પર અપડેટ કરી હતી. આ અગાઉ વોઈસ કોલિંગ અમેરિકા અને કેનેડામાં ગત વર્ષના જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવી હતી.

હવે ફેસબુક મેસેન્જરનું વોઈસ કોલિંગ Android અને iOS માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ વોઈસ-કોલિંગ સર્વિસ યુઝર્સને તેમના ફેસબુક કોન્ટેક્ટ્સમાં રહેલા મિત્રો સાથે ફ્રીમાં કૉલ કરવાની મજેદાર સુવિધા આપશે. આ વોઈસ કૉલ માટે તમારો મોબાઈલ ડેટા (મોબાઈલનું ઇન્ટરનેટ) અથવા વાઈ-ફાઈનો ઉપયોગ થશે.

એન્ડ્રોઈડ ઍપના યુઝર્સ વોઈસ કોલ માટે જે-તે ફ્રેન્ડને સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યાર બાદ Menu ઓપ્શન ક્લિક કરીને તેમાં Free Call ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. જ્યારે iOS યુઝર્સે તેમના Conversation લિસ્ટમાંથી જમણે કોર્નરમાં રહેલું ત્રણ ડોટ્સ વાળો ઓપ્શન મેનુ (જો જૂનું વર્ઝન હોય તો i આઈકન) પર ક્લિક કરવાનું રહેશે જેમાં Call સિલેક્ટ કરવાનું રહેશે.

આ સર્વિસમાં નોર્મલ ફોન કૉલની ફેસિલિટી નથી મળવાની જેનું ધ્યાન રહે. Viber, Line અને Tango જેવી પ્યોર વોઈસ કોલ માટેની મોબાઈલ એપ્લિકેશનની જેમ એપ્લિકેશનની અંતર્ગત જ વોઈસ કોલની સુવિધા મળશે. જેથી જો તમે ફેસબુક મેસેન્જરથી ફ્રેન્ડને કૉલ કરશો ત્યારે તમને મોબાઈલમાં નોટિફેશન બારમાં ફ્રેન્ડના નામ સાથે તમને એક મેસેજ આવશે જેને રિસ્પોન્ડ કરતા તમે કનેક્ટ થઈ શકશો. આ ઉપરાંત આ સર્વિસનો લાભ એ યુઝર્સ જ લઈ શકશે જેમણે મોબાઈલમાં ફેસબુક મેસેન્જરની એપ્લિકેશન અલગથી ડાઉનલોડ કરેલી હશે. જે લોકો વેબસાઈટ અને મોબાઈલથી ફેસબુકમાં લોગ-ઈન થયાં હશે તેઓને યુઝર કૉલ નહીં કરી શકે. આ ઉપરાંત લૅન્ડલાઈન નંબર પર લગાવી નહીં શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે ફેસબુકે હાલમાં જ મહિનાની શરૂઆતમાં વિન્ડોઝ પ્લેટફોર્મ માટે ફેસબુક મેસેન્જર ઍપ રિલીઝ કરી હતી જેમાં ખાસ કરીને વિન્ડોઝ ફોન 8 માટે. પરંતુ વિન્ડોઝ 8 હજુ ફેસબુકની આ વોઈસ કોલિંગ તેમ જ ચૅટ હેડ્ઝની ફેસેલિટિ સપોર્ટ કરતું નથી.

જ્યારે ફેબ્રુઆરીની અંતમાં ફેસબુકે વિન્ડોઝ અને ફાયરફોક્સ પ્લેટફોર્મ માટેની ફેસબુક મેસેન્જર સેવા બંધ કરવાની જાહેરાત પણ કરી હતી.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links