Index Labels

Microsoft developing next-gen ‘no-touch’ screens

. . No comments:

ડૉન્ટ ટચ મી : ટચ કર્યા વિના ઓપરેટ કરી શકાશે ફોન, ટેબલેટ્સ અને ટીવી

ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટ નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે જેમાં હવે પછી ફોન, ટેબ્સ અને ટેલિવિઝનને ટચ કર્યા વિના જ ઓપરેટ કરી શકાય તેવી ટેકનોલોજી વિકસાવવા માટે મથામણ કરી રહ્યું છે .



'નો ટચ'ટેકનોલોજી દ્વારા યુઝર ગેજેટથી દૂર અથવા તો અન્ય કોઈ રૂમમાંથી પણ સ્ક્રીનને કન્ટ્રોલ કરી શકશે અને સ્ક્રીન મારફતે તેના હાથ 'ટચ' ઓબ્જેક્ટ્સ પર મૂકી શકશે.

માઈક્રોસોફ્ટે જણાવ્યું હતું કે, એવા ડિવાઈસ બનાવવાનું શરૂ કરી દેવાયું છે જે ટચ સ્ક્રીન કરતા પણ ઘણા આગળ હોય.

માઈક્રોસોફ્ટના ચીફ સાયન્ટીસ્ટ રીકો માલ્વારે જણાવ્યું કે, એવી સ્ક્રીન બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં ગેજેટને ટચ કર્યા વિના ઓપરેટ કરવું શક્ય બનશે.

કંપનીએ ઈલેકટ્રોનિક બ્રેસલેટ બનાવ્યું છે જે વ્યક્તિની આંગળીઓની હલનચલનને ડિટેક્ટ કરી લેશે જેના આધારે ડિવાઈસને ઓપરેટ કરી શકાશે.

આ બ્રેસલેટથી ટીવીની સામે રહ્યા વિના તેને ઓપરેટ કરવામાં અને ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યા વિના તેને કન્ટ્રોલ કરી શકાશે.

માઈક્રોસોફ્ટ 'ઈન્ટરેક્ટિવ ડીસ્પ્લેઝ' પણ બજારમાં મૂકશે. તેમાંનું એક છે 'ફ્લોટિંગ ડીસ્પ્લે'. જે ફ્લેટ મોનિટરની એક ઈંચ આગળ ફરતો ગોળો કે ઉડતા ડ્રેગનની ઈમેજ ડીસ્પ્લે કરશે અને લોકો આ ફ્લોટિંગ ઓબ્જેક્ટ સાથે વાતચીત કરી શકશે.

આ ડિસ્પ્લેઝના ફાઈનલ વર્ઝન બજારમાં આવતા બેથી પાંચ વર્ષ આવશે તેમ માઈક્રોસોફ્ટ એપ્લાઈડ સાયન્સ ગ્રુપના રિસર્ચર ટીમ લાર્જે જણાવ્યું હતું.

ટચ કર્યા વગર ઓપરેટ કરો ટચ સ્ક્રીન - આવો ફંડા અગાઉ કોણે વિચાર્યો હતો

જુઓ વિડીયોમાં


2013ની મોબાઈલ વર્લ્ડ કોન્ગ્રેસ કોન્ફરન્સમાં ચીપ બનાવતી કંપની STMicroelectronics દ્વારા આ જ પ્રકારની નવી ટચ-સ્ક્રીન બનાવવામાં આવી હતી જેમાં એક પ્રકારની ટચ સ્ક્રીન બનાવવામાં આવી હતી જેમાં ગેજેટની એક્ચુઅલ સ્ક્રીનને ટચ કરવાની જરૂર રહેતી ન હતી.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links