Index Labels

Now WhatsApp to introduce voice calls

. . No comments:

વૉટ્સઍપના યુઝર્સ માટે ખુશખબર : હવે કરી શકાશે વોઈસ કોલ પણ


વિશ્વની સૌથી મોટી મોબાઈલ મેસેજિંગ સર્વિસ વૉટ્સઍપ ફેસબુકના તાબામાં આવતા જ નવા નવા ફીચર્સ ઉમેરવાનું શરૂ થઈ ગયું છે.  




આજે બાર્સિલોના ખાતેની મોબાઈલ વર્લ્ડ કોન્ગ્રેસ 2014 (MWC 2014)માં જાહેરાત કરવામાં આવી હતી કે 2014ના બીજા ક્વાર્ટરમાં વૉટ્સઍપમાં વોઈસ કોલિંગ શરૂ કરવામાં આવશે.

કંપનીનું કહેવું છે કે હાલમાં વૉટ્સઍપ યુઝર્સ અત્યારે માત્ર ટેક્સ્ટ કરી શકે છે પરંતુ હવે તેઓ વોઈસ કોલ પણ કરી શકે તેમ અમે ઇચ્છીએ છીએ.

વૉટ્સઍપના ફાઉન્ડર સીઈઓ જેન કોઉમે સ્પેનના બાર્સિલોનામાં ચાલી રહેલા મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2014માં જણાવ્યું હતું કે શરૂઆતમાં એન્ડ્રોઈડ અને iPhoneમાં આ ફીચર ચાલુ કરવામાં આવશે. જ્યારે વિન્ડોઝ અને બ્લેકબેરી ઓપરેટિંગ સિસ્ટમના યુઝર્સે થોડી વધુ રાહ જોવી પડશે.

કંપનીએ જણાવ્યું હતું કે વોઈસ કોલિંગ માટે વપરાતી બેન્ડવિથને અમે બને તેટલી ઓછી યુઝ કરવાનો પ્રયાસ કરીશું અને તે માટે અમારી એપ્લિકેશનને ઓપ્ટિમાઈઝ પણ સારી રીતે કરી છે. જો કે તેના કારણે વોઈસ ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનો ફર્ક નહીં પડે તેની અમે તકેદારી રાખીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ પહેલાં જ વૉટ્સઍપમાં બે નવા ફીચર્સ ઊમેરવામાં આવ્યાં હતાં. આ ફીચર્સ કયા છે તે જાણવા માટે ક્લિક કરો નીચેની લિંક


લાગી રહ્યું છે કે ફેસબુક સાથેની ડીલ પાર પડતાં જ ફેસબુક વૉટ્સઍપને નવો અવતાર આપીને જે બાકી ખૂટતાં ફીચર્સથી ભરપૂર કરી દેવા માંગે છે.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links