Index Labels

Boeing's bond-style 'Black' phone will 'self-destruct' if tampered with

. . No comments:

જો ટેમ્પરિંગ કર્યું તો આપોઆપ નાશ પામશે બોઈંગનો આ મોબાઈલ

 વિમાન અને ફાઈટર પ્લેન બનાવવા માટે જાણીતી કંપની બોઇંગનું હવે મોબાઈલ ફોન ક્ષેત્રે લેન્ડિંગ થયું છે. કંપનીએ હાલમાં જ 'Black' સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે અને જો આ ફોન ખોટા હાથમાં ગયો તો તે આપોઆપ જ ડેટા ડિલીટ કરીને ફોનને બિનઉપયોગી બનાવી દેશે.



જો તમે એમ વિચારતા હોવ કે Snapchat મેસેન્જર એપ્લિકેશનનું સેલ્ફ-ડિસ્ટ્રક્ટિંગ પિક્ચર્સ ફીચર કૂલ હતુ તો ઊભા રહો કારણકે હવે બોઈંગનો નવો સ્માર્ટફોન આવ્યો છે તેનાથી કંઈક વધારે લઈને. હા, તમે સાચું સાંભળ્યું કે નવો હેન્ડસેટ જે એકદમ બૉન્ડ મુવી સ્ટાઈલનો છે. બોઈંગનો આ ટેમ્પર-પ્રૂફ હેન્ડસેટ ખાસ કરીને ડેટા અને કમ્યુનિકેશન સિક્યોર રાખવા માટે ગવર્નમેન્ટ એજન્સી અને કોન્ટ્રાક્ટર્સ માટે આશીર્વાદરૂપ નીવડશે તેમ માનવામાં આવે છે.

આ ફોનની ટેમ્પર-પ્રૂફની ખાસિયતની વાત કરીએ તો તમારા કમ્યુનિકેશન (મેસેજ, કોલ ડીટેલ્સ, વોઈસ કોલ)ને એન્ક્રિપ્ટિંગ (ડેટાને કોડિંગમાં કન્વર્ટ કરીને સિક્યોર બનાવવાની પદ્ધતિ) કરવા ઉપરાંત બોઈંગ ફોનને જો ઓપન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ફોનનું ડિલીટ મોડ ટ્રિગર થશે અને ડેટા ડિલીટ કર્યા બાદ ફોનને યુઝલેસ બનાવી દેશે.

મેડ ઇન યુ.એસનો આ ફોન iPhoneથી થોડી મોટી 5.2 ઇંચની સ્ક્રીન ધરાવે છે અને એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. જ્યારે ડ્યુઅલ-સિમ ધરાવતો આ ફોન મલ્ટિપલ સેલ નેટવર્ક એક્સેસ કરશે.


કંપનીએ જણાવ્યું હતું કે બોઈંગ બ્લેક ફોનના કેસને એક જાતના પદાર્થ અને સ્ક્રૂથી સીલ કરવામાં આવ્યો છે. ઉપરાંત ટેમ્પર પ્રૂફ કવરિંગ દ્વારા ફોનને કવર કરવામાં આવશે જેથી જ્યારે પણ તેને કોઈ ખોલવાનો પ્રયાસ કરશે તો તુરંત જ ખ્યાલ આવી શકે. ફોનના કેસને જો ખોલવાનો કે તોડવાનો પ્રયાસ થશે તો ડિવાઈસ તુરંત જ સોફ્ટવેર અને ડેટા ડિલીટ મોડનું ફંક્શન ટ્રિગર થશે અને ડિવાઈસને ઓપરેટ નહીં કરાય તેવો બનાવી દેશે.

આ ફોનના મુખ્ય સેલિંગ પોઈન્ટ તેનામાં કસ્ટમાઈઝેશન કરવાની આઝાદી પણ છે. તમે આ ફોનમાં કસ્ટમાઈઝેશન કરીને સેટેલાઈટ રેડિયો, એક્સ્પાન્ડેડ બેટરી પેક્સ, સોલર ચાર્જર્સ, ચોક્કસ GPS રિસીવર્સ, સિક્યોર રેડિયો ચેનલ્સ, બાયોમેટ્રિક સ્કેનર જેવા એડ-ઑન મોડ્યુલ્સ પણ એડ કરી શકો છો.

આ ફોન GSM, WCDMA અને LTE નેટવર્ક્સને સપોર્ટ કરશે. આ ડિવાઈસમાં રિમૂવેબલ બેટરી અને વાઈ-ફાઈ તેમ જ બ્લૂટૂથ પણ ઉપલબ્ધ હશે.


મારા અંગત સવાલ બોઈંગને?

- બોઇંગ...બોઈંગ, જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ છે તો સિક્યોર કહી શકાય?

મોટાભાગના લોકો જાણે છે અને એમાંય ખાસ તો આપણા સોફ્ટવેર ડેવલપર્સ મિત્રો કે એન્ડ્રોઈડ એ ઓપનસોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે ત્યારે તેને હેક કરવી એ કોઈ અઘરી વાત નથી. પરંતુ બોઈંગનું કહેવું છે કે તેમણે સિક્યોરિંગ માટેના ફક્ત લેયર નથી મૂક્યા પરંતુ સિક્યોરિટીના હેતુથી 'બ્લેક' ફોન સ્ક્રેચથી બનાવવામાં આવ્યો છે જેથી તેના પર હેકિંગના હુમલા થવા અઘરા છે. જો કે આ બાબતે ગૂગલે હજુ સુધી કોઈ કોમેન્ટ કરી નથી.

- આ સ્માર્ટ બોન્ડ સ્ટાઇલના ફોન Blackની કિંમત અને ફૂલ સ્પેસિફેશન ક્યારે મળશે?

જો કે બોઈંગે આ સિક્યોર ફોનની સત્તાવાર કિંમત પણ સિક્યોર રાખીને હજુ સુધી જાહેર નથી કરી. પરંતુ આવા બે ત્રણ સિક્યોર ફોનની આશરે રૂ.35000 જેટલી કિંમતની સરખામણી કરીને અંદાજ લગાવી શકાય એમ છે. જો કે બોઈંગ આ ફોનના ટેકનોલોજી પાર્ટનર કોણ છે તેની માહિતી પણ સિક્યોરિટીના ભાગરૂપે જાહેર નહીં કરે.

- બ્લેકબેરી બોઇંગને આ સવાલ કરશે?

બ્લેકબેરી કદાચ બોઈંગને એ સવાલ કરી શકે છે કે ઓબામા હજુ પણ બ્લેકબેરી સિક્યોર કમ્યુનિકેશન માટે બ્લેકબેરી ફોનનો ઉપયોગ કેમ કરી રહ્યાં છે. ઓબામાના સિક્યોરિટી સલાહકારોએ તેમને બ્લેકબેરીના એન્ક્રિપ્શન ટેકનોલોજીને કારણે સિક્યોર કમ્યુનિકેશન માટે બ્લેકબેરીનો ફોન વાપરવાની સલાહ આપી છે. એટલે જો હવે બોઇંગનો બૉન્ડ સ્ટાઈલનો આ બ્લેક ફોન સિક્યોર હોય તો ઓબામા આ ફોન વાપરશે?

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links