Index Labels

2014 : Upcoming High-Tech devices will change your life

. . No comments:

2014 : આવનારા વર્ષમાં આ હાઈ-ટેક ડિવાઈસ જીવન બદલી નાંખશે

છેલ્લાં દાયકામાં ડિજીટલ ટેકનોલોજીનો આપણી જીવનશૈલી બદલવામાં મહત્વનો ફાળો રહ્યો છે ત્યારે હજુ આવતા વર્ષોમાં એડવાન્સ ટેકનોલોજી આવી રહી છે જેની કદાચ જ આપણે કલ્પના કરી હોય. આવો નજર કરીએ નવા વર્ષમાં આપણા જીવનમાં ટેકનોલોજીથી ભરપૂર એવા કયા હાઈ-ટૅક ડિવાઈસના આગમનની શક્યતા છે

અત્યાર સુધી સ્માર્ટફોન્સ, ક્લાઉડ-કમ્પ્યૂટિંગ, મલ્ટિ-ટચ ટેબ્લેટ્સ જેવી ટેકનોજગતની શોધ આપણા જીવનમાં સરળતા અને સુલભતાનો અનુભવ કરાવવા માટે મહત્વની સાબિત થઈ છે. પરંતુ તમે માનો યા ના માનો આ બધી શોધ તો માત્ર હજુ શરૂઆત છે. આગામી વર્ષોમાં ટેકનોલોજી વધુ બહેતર ને બહેતર બનવાની તૈયારીમાં છે. આગામી ભવિષ્યમાં હોલીવુડના મુવીના લોકો કેવું ટેકનોસજ્જ જીવન જીવે છે તેવી લાઈફ આપણે જીવતા થઈ જઈશું તો નવાઈ નહીં. તો પછી એ દિવસો દૂર નથી જ્યારે તમે તમારી આંખોથી તમારું કમ્પ્યૂટર કન્ટ્રોલ કરશો અને નીન્જા ફ્રૂટ સ્લાઈસ ગેમના ફ્રૂટ્સ તમારી આંખોથી કાપશો. તમારી પોતાની ફિઝીકલ પ્રોડક્ટની પ્રિન્ટ કાઢવા માટે તૈયાર રહો. વર્ચ્યુઅલ દુનિયામાં કૂદકો લગાવવા તૈયાર રહો અને એ દુનિયાના લોકો સાથે ઇન્ટરએક્ટ કરો. જોઈએ એવી કેટલીક પ્રોડક્ટ્સ જે ખરેખર આપણી લાઈફ-સ્ટાઈલને બનાવી દેશે વધુ હાઈ-ટૅક.

ગૂગલ ગ્લાસ


ગૂગલ ગ્લાસ એ એક પ્રકારની ઑગ્મેન્ટિડ રિયાલિટીની પ્રોડક્ટ છે. ઑગ્મેન્ટિડ રિયાલિટી એટલે રિયલ વર્લ્ડને કમ્પ્યૂટર દ્વારા જનરેટ થયેલા સેન્સર જેવા કે ઓડિયો, વિડીયો અને ગ્રાફિક્સથી સિમ્યુલેટ કરીને વધુ માહિતી અને સરળતા સાથે વર્ચ્યુઅલ રિયાલિટીમાં અનુભવ કરાવે. ગૂગલ ગ્લાસ એ એક પ્રકારના હાઈ-ટૅક અને તમારી લગભગ તમારી ઇચ્છા મુજબ કામ કરે તેવા ચશ્મા છે. ગૂગલ ગ્લાસનું મુખ્યત્વે કામ છે આપણી શરીરરચના મુજબ જ છે. આપણે આપણી આંખો દ્વારા જે પણ જોઈએ છીએ તેના વિશે વિચારો અને મંથન કરવા લાગીએ છીએ. બસ ગૂગલ ગ્લાસ પણ આવું જ કંઈક કરીને તમે તેના દ્વારા જે જુઓ છો તેના વિશેની તમને સંપૂર્ણ માહિતી અને ઉપાય તમારી સમક્ષ હાજર કરી દે છે. આ ગૂગલના ચશ્મા જ્યારે પણ તમારી આંખો પર ચઢશે ત્યારે ફેસબુકની ફીડ્સ અને મેસેજીસ માટે તમારે કમ્પ્યૂટર સામે નહીં જવું પડે અને તમારી આંખો સમક્ષ જ હાજર થઈ જશે. ઉપરાંત ગૂગલ મૅપ્સ જેવી સર્વિસ દ્વારા તમે આંખો દ્વારા જ રસ્તાઓને નેવિગેટ કરી શકશો તેમ જ ફોટો પણ લઈ શકશો. ફ્લાઈટ લેટ થઈ છે, રસ્તામાં ટ્રાફિક છે તો વૈકલ્પિક રસ્તો કયો છે તે તમારી સામે કેવી પરિસ્થિતિ છે તે જોઈને આપોઆપ જ તમને જોઈતી માહિતી પીરસવાનું કામ કરશે ગૂગલના આ ડાબલા. હાલમાં આ ડિવાઈસ અમુક જ ડેવલપર્સ પાસે અંદાજે રૂ.70000ની કિંમતે ઉપલબ્ધ છે પરંતુ ભવિષ્યમાં આ કિંમત ઘટવાની શક્યતા રહેશે..

ફોર્મ 1(Form 1)


ફોર્મ 1 એ એક પર્સનલ 3D પ્રિન્ટર છે જે તમને કોઈ પણ તમારી કમ્પ્યૂટરની 3D ડિઝાઈનને રિયલ પ્રોડક્ટ તરીકે પ્રિન્ટ કરી આપશે. એડવાન્સ મિકેનિકલ ઇન્ડસ્ટ્રી માટે આ વાત નવી નથી પરંતુ જ્યારે પર્સનલ 3D પ્રિન્ટર તમારા ઘરમાં હોવું એ આગામી દિવસોમાં તમારી હાઈ-ટેક લાઈફસ્ટાઈલનો હિસ્સો ગણાશે. કોઈ પણ વ્યક્તિ તેની કલાત્મકતા અને વિચાર મુજબની પોતાની કસ્ટમ ફિઝિકલ પ્રોડક્ટ બનાવી શકશે અને તે પણ કોઈ પણ મેન્યુફેક્ચરની અપ્રુવલ વિના. તમને જાણીને નવાઈ લાગશે કે જેમ્સ બૉન્ડ મુવીમાં એસ્ટૉન માર્ટિન કારનો કૂચ્ચો દર્શાવવામાં આવ્યો છે તે પણ એક 3D પ્રિન્ટ થયેલી પ્રોડક્ટ જ હતી.

કમ્પ્યૂટરમાં બનાવેલી 3D ડિજિટલ ડિઝાઈનને ફોર્મ 1’ રિયલ પ્રોડક્ટ તરીકે  પ્રિન્ટ કરીને તમારી સમક્ષ તમારી મનગમતી વસ્તુ હાજર થઈ શકે છે. ઇમેજીન કરો આગામી દિવસોમાં લોકો પોતાની ઇચ્છા મુજબની પ્રોડક્ટનું ઉત્પાદન કરશે અને તે પણ અમર્યાદિત. આમ થવાથી વ્યક્તિગત પ્રોડક્ટિવિટી અને ક્રિએટીવિટીમાં જબરદસ્ત વધારો જોવા મળશે.

ઑક્યુલસ રિફ્ટ (Oculus Rift)


જો તમને વર્ચ્યુઅલ રિયાલિટી ગેમિંગનો અનુભવ કરવો હોય તો આ પ્રોડક્ટ તમારા માટે બેસ્ટ છે. માનસિક રીતે તમે વિડીયો-ગેમની અંદર છે તેવો અહેસાસ કરાવતી આ પ્રોડક્ટ એક 3D હેડસેટ્સ છે. આ હેડસેટ્સ દ્વારા તમે તમારા માથાને દુનિયાને હાઈ-રિઝ્યોલુશન ડિસ્પ્લેમાં જોવામાં તબદિલ કરી શકો છો.  આ પ્રકારની ઘણી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે પરંતુ આ હાલમાં અંદાજે રૂ.15000 માં ઉપલબ્ધ છે અને તે પણ સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ સાથે. જો કે વર્ચ્યુઅલ દુનિયામાં રિયલ અનુભવ મેળવવા માટે આ પ્રોડક્ટ પ્રથમ પગથિયું કહી શકાય.

લીપ મોશન (Leap Motion)


મલ્ટિ-ટચ ડેસ્કટોપ ક્યારે આવ્યા અને ક્યારે ગાયબ થઈ ગયા તેની કોઈને ગંધ પણ ન આવી. મલ્ટિ-ટચ ડેસ્કટોપ ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ નીવડ્યા જેનું કારણ હતું લંબાણપૂર્વક ઉપયોગ. પરંતુ લીપ મોશન નામનું ડિવાઈસ વધુ એડવાન્સ આઈડ્યાઝ સાથે ફરી એકવખત આ નિષ્ફળ દિશામાં સફળતા મેળવવા કાર્યરત થયું છે. લીપ મોશન દ્વારા તમે તમારા કમ્પ્યૂટરને ટચ કર્યા વિના તમારા હાથ અને આંગળીઓના ઇશારા દ્વારા વેબ પેજ સ્ક્રોલ કરી શકો છો, ફોટો અને મૅપ ઝૂમ ઇન-આઉટ કરી શકો છો. 

 

ડોક્યુમેન્ટ સાઈન અને શૂટિંગ જેવી ગેમ પણ હવે તમારા હાથનો ખેલ હશે અને તેની માટે તમારે કમ્પ્યૂટરને ટચ કરવાની જરૂર નહીં પડે. એકદમ સરળ અને સુંદર રીતે કામ કરતું આ અદભુત ડિવાઈસ માત્ર રૂ.3500માં તમને મળી શકે છે.

આઈ ટ્રાઈબ (Eye Tribe)


વર્ષોથી ટેકનોલોજી ઉત્સાહીઓ દ્વારા Eye-tracking ટેકનોલોજી વિશે ચર્ચા કરવામાં આવે છે પરંતુ તેનો અમલ કરવો એટલો જ પડકારરૂપ છે. પરંતુ Eye Tribeએ આ શક્ય કરી બતાવ્યું છે. લીપ મોશન જ્યારે તમારી આંગળીઓના ઇશારે કામ કરવાની ક્ષમતા ધરાવે છે ત્યારે Eye Tribe તમારી આંખોના ઇશારે તમારું કામ કરી આપશે. તમારા ટેબલેટ કે કમ્પ્યૂટરને કન્ટ્રોલ કરવા, ફ્લાઈટ સિમ્યુલેટર રમવા તેમ જ ફ્રૂટ નીન્જા જેવી ગેમમાં ફ્રૂટ કાપવાનું કામ તમારી આંખના ઈશારે થાય તેમ આ ડિવાઈસ કરી આપે છે.

સ્માર્ટથિંગ્સ (SmartThings)

 

મોટા ભાગના ડિવાઈસમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ હોય છે કે તેઓ સ્ટેન્ડ-અલોન તેમના પ્લેટફોર્મ પર જ કાર્યરત થતા હોય છે ત્યારે ટેક માંધાતાઓએ એકબીજા સાથે એવી પ્રોડક્ટ બનાવવી જરૂરી છે જે એકબીજા સાથે ખરા અર્થમાં કનેક્ટ થઈ શકે. સ્માર્ટથિંગ્સ ડિવાઈસ કંઈક આવું જ કરી બતાવવાની ક્ષમતા ધરાવે છે જે તમારા દરેક ડિવાઈસ તે પછી ડિજીટલ હોય કે નોન-ડિજીટલ, તેને એકસાથે કનેક્ટ કરીને તમને લાભ પૂરો પાડી શકે છે. આ ડિવાઈસથી તમે તમારા સ્માર્ટફોન દ્વારા જ તમારા ઘરમાં થયેલા બદલાવની નોંધ લઈ શકો છો. તમે જાગો ત્યારે પડદા અને બારી ખૂલી જાય, ઘરની બહાર નીકળો ત્યારે લાઈટ અને પંખા આપોઆપ બંધ થઈ જાય તેવું કામ કરી શકે છે આ સ્માર્ટથિંગ્સ. રાજા જેવો અનુભવ કરાવતું આ ડિવાઈસ

ગૂગલની ડ્રાઈવર વિનાની કાર


આપણે iRobot જેવી સાયન્સ ફિક્શન મૂવીમાં ડ્રાઈવરલેસ કાર જોઈ છે જે આપોઆપ જ દોડતી હોય છે. ફક્ત કલ્પના લાગતી આ ટેકનોલોજી આજે આપણી આંખો સામે હયાત છે અને તે કરી બતાવ્યું છે સર્ચ એન્જિન જાયન્ટ કંપની ગૂગલે. ગૂગલની આ ડ્રાઈવર વિનાની કાર કયા ડેટા સ્ત્રોત પરથી ચાલે છે તે હજુ સિક્રેટ છે. પરંતુ તેની અંદર લાગેલા વિડીયો કેમેરા, કારની ટોપ પર લાગેલા સેન્સર, રડાર્સ અને જુદી જુદી પોઝિશન નક્કી કરવા માટેના સેન્સર દ્વારા કાર એક પ્રકારની પોતાની કૃત્રિમ બુદ્ધિક્ષમતાનું સર્જન કરે છે. જો કે કાર ચલાવવા માનવ જેટલી બુદ્ધિક્ષમતા લાવવા માટે હજુ ઘણાં પ્રયાસો કરવા પડશે તેવામાં આ કારે સફળતાપૂર્વક કોઈ પણ માનવીય મદદ વિના 1609 કિમીનો રસ્તો કાપી ચૂકી છે. આ કાર હજુ ડેવલપમેન્ટમાં છે ત્યારે સામાન્ય માણસ પાસે આ કાર ક્યારે હશે તેની માટે જોઈએ કેટલી રાહ જોવાની રહે છે.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links