Index Labels

How to hide 'Last Seen Time' OR be offline in Whatsapp?

. . No comments:
Whatsappમાં offline કેવી રીતે થશો? અથવા Last Seen Time છુપાવવો હોય તો?

આજનો યુઝર જેમ કમ્પ્યૂટરમાં પર ઇન્ટરનેટ દ્વારા ફેસબુકની લત લગાડીને બેઠો છે તેવી જ રીતે મોબાઈલ યુઝરને વોટ્સએપનો નશો ચઢ્યો છે. સ્માર્ટ ટીનેજર્સથી યંગસ્ટર્સ અને ત્યાર બાદ આજે દરેક ઉંમરના ગ્રુપમાં આ ચેટિંગ એપ્લિકેશન કોમ્યુનિકેશનમાં રહેવાનો મોડર્ન રસ્તો બની ગયો છે.  ટ્રેડિશનલ મેસેજીંગને આરામ આપી દેતી આ એપ્લિકેશન ઇન્ટરનેટ દ્વારા ચાલતી હોવાથી માસિક ખર્ચ બચાવવામાં મદદરૂપ થાય છે તેમ જ મિડીયા ફાઈલ્સ (ફોટો, વિડિયો અને ઓડિયો) શેરિંગ કરવાની ફેસિલિટી યુઝર્સને વધુ ચસ્કો લગાડે છે.



વૅલ, બહુ વખાણ થયાં વોટ્સએપના અને વાત કરીએ હવે મુદ્દાની. તમે ક્યારેય વિચાર્યું છે કે તમારે વોટ્સએપમાં ટેમ્પરરી ઓફલાઈન થવું હોય અથવા તો થોડો સમય તમને કોઈ મેસેજીસ ન મળે તેવી પળો માણવી હોય તો? સીધી રીતે આ એપ્લિકેશનમાં આ પ્રકારનો કોઈ ઓપ્શન નથી. તેથી જો ખરેખર તમારે આવી સ્થિતિની ક્યારેય પણ જરૂર પડે તો ઉંગલી ટેડી કરવી પડે તેમ એક ટ્રિક તમારી હેલ્પ કરી શકે છે.

વોટ્સએપ યુઝ કરતાં હશો તો તમે જોયું હશે કે તમે તમારા ફ્રેન્ડઝ સાથે ચેટ કરતાં હોવ ત્યારે અથવા તો તેમનું ઓનલાઈન સ્ટેટસ જાણી શકતાં હોવ છો. એપ્લિકેશનમાં ચેટિંગ બોક્સ દરમ્યાન તેના નામ નીચે ફ્રેન્ડ ઓનલાઈન છે અથવા તો છેલ્લે મેસેજ (Last seen) ક્યારે જોયો હોય તેની જાણ થતી હોય છે. જેના દ્વારા તમારા ફ્રેન્ડઝ સ્ટેટસ જાણીને મેસેજીસ મોકલતાં રહેતાં હોય છે. વળી, જો ફ્રેન્ડ ન મોકલે તો કોઈ ગ્રુપમાં તમે હોવ તો પણ વણજોઈતા મેસેજીસ મળતાં રહેતાં હોય છે. તો વોટ્સએપથી થોડો સમય દૂર રહેવા માટે આ ટ્રિક અપનાવો.

advertisement

આ માટે તમારે તમારા ફોનના Settingsમાં જઈને Time and Dateમાં વર્ષને બદલીને કોઈ પણ પાછલા વર્ષનું સેટ કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે 2013ને બદલે 2012 કરી દો બસ. ત્યાર બાદ તમારો ફોન રિસ્ટાર્ટ કરી દો. ફોન ઓન થયા બાદ તમને વોટ્સએપ એપ્લિકેશનનો તારીખ બરાબર ન હોવાનો એરર મેસેજ આવશે. બસ, તો સમજી લો કે તમે થઈ ગયા ઓફલાઈન. (આમ કરવાથી તમે વોટ્સએપ પર મેસેજીસ મોકલી કે રિસીવ નહીં કરી શકો પરંતુ નોર્મલ કોલ, અન્ય ઇન્ટરનેટ એપ્લિકેશન, બ્રાઉઝર કામ કરશે). જ્યારે ફરીવાર તમારે ઓનલાઈન મોડમાં જવું હોય તો ફક્ત વર્ષ ચેન્જ કરી દો એટલે ફરી તમારું વોટ્સએપ જેમ હતું તેમ સ્ટાર્ટ થઈ જશે.


જો Last Seen Time તમારે ન બતાવવો હોય તો?

ઘણી વાર તમે વોટ્સએપ યુઝ કરતી વખતે જોયું હશે કે તમને સામેના યુઝરનો Last Seen ટાઈમ દેખાતો હોય છે અને તે જ રીતે તમારો ટાઈમ પણ બીજાને દેખાતો હશે. હવે જો તમે તમારી જાત સાથે ખોટું બોલ્યા વગર પ્રમાણિકપણે તમારા મનને પૂછો તો તમને પણ ક્યારેક ને ક્યારેક એવું તો થયું જ હશે કે મારો last seen ટાઈમ કોઈને ખબર ન પડે. જો કે આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી પરંતુ ફક્ત આ એક ટ્રિક છે જે મેં મારી જાતે ટ્રાય કરીને જોયું છે તો તમે પણ ટ્રાય કરી શકો છો.

advertisement
 

જ્યારે તમને કોઈ મેસેજ આવે અને તમારે તે મેસેજ જોવો પણ છે અને રિપ્લાય પણ કરવો છે પરંતુ ઈચ્છા એ છે કે તમારો Last Seen ટાઈમ અન્ય કોઈને ખબર ન પડે. તો જ્યારે તમને કોઈ મેસેજ આવે ત્યારે તેને જોતાં પહેલાં મોબાઈલમાં ડેટા ઓફ (DATA OFF) – ઇન્ટરનેટ બંધ કરી દો અને પછી જ મેસેજ જુઓ. હવે જો રિપ્લાય કરવો છે તો રિપ્લાય ટાઈપ કરીને સેન્ડ કરી દો. હવે ત્યાર બાદ DATA ON કરી દો. જો વારંવાર settingsમાં જઈને ડેટા ઓફ કરવાનું કંટાળાજનક લાગતું હોય તો તેની માટે સ્પેશ્યલ વિજેટ (widget) આવતા હોય છે જે તમને હોમ સ્ક્રીન પર જ ઓન-ઓફ કરવાની સવલત આપે છે.


અને જો તમે iPhone યુઝર છો અને તમારે Last seen ટાઇમ સ્ટૅમ્પ છુપાવવો છે તો આ માટેનું ઓપ્શન ઉપલબ્ધ છે. આ માટે એપ્લિકેશનમાં Settings > Advanced > Tunrn off “Last Seen Timestamp”

આમ કરતા વોટ્સએપ તમારી છેલ્લી ગતિવિધિ દરમ્યાન ઇન્ટરનેટ બંધ હોવાને કારણે ટ્રેક કરી શકતું નથી અને તેના સર્વરમાં તમારો Last Seen અપડેટ થતો નથી પરિણામે સાચો સમય દેખાતો નથી.

advertisement

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links