Index Labels

Bone Conducted Technique : Listen but through your bones...!!!

. . 1 comment:
બૉન-કન્ડક્ટેડ ટેકનિક : સુનો જરા હટકે

હાલમાં જ જર્મનીની એડવર્ટાઈઝિંગ કંપનીએ ‘ટ્રાન્સમીટ એડવર્ટાઇઝિંગ’નો પ્રયોગ કર્યો હતો જેમાં બોન્ડ કન્ડક્ટેડ ટેકનિકનો ઉપયોગ કરાયો હતો. જેથી જ્યારે ટ્રેનની વિન્ડો પર બે ઘડી આરામ માટે મુસાફરો માથુ મૂકે છે ત્યારે ટ્રેનની વિન્ડોમાંથી જાહેરખબર સાંભળવા મળી હતી.

(image : economictimes.com )


તમારા દિમાગમાં એક અવાજ તમને કહી રહ્યો છે કે ટ્રેનમાંથી જ્યારે તમે ઉતરો ત્યારે કોફી પીવો. પરંતુ આ સાચું નથી કારણકે તમને તો કોફી જરા પણ ભાવતી નથી તો પછી દિમાગ આમ કેમ કહી રહ્યું છે? શું તમે પાગલ થઈ ગયાં છો? વેલ, ડોન્ટ વરી તમારા દિમાગને કાંઈ નથી થયું પરંતુ આ એક પ્રકારની એડવર્ટાઇઝિંગ સ્ટાઈલ છે.

વર્ષોથી નીત-નવા આઇડ્યાથી ગ્રાહકોને લુભાવવા માટે એડવર્ટાઇઝિંગ માધ્યમો બદલાતા રહ્યાં છે. જ્યારે હવે એડવર્ટાઇઝિંગના બાદશાહોએ હજુ કંઈક નવું વિચારીને કસ્ટમર્સને ટ્રેન કે બસની મુસાફરી દરમ્યાન જરા હટકે સ્ટાઈલથી જાહેરખબર પહોંચાડવાનું નક્કી કર્યું છે. સામાન્ય રીતે આપણે જોયું છે કે ટ્રેનમાં અને બસમાં લાંબી મુસાફરી દરમ્યાન આપણે વિન્ડો પર આપણું માથું ટેકવીને થોડો આરામ અને બહારના નજારાની મજા માણતા હોઈએ છીએ. પરંતુ અહીં પણ હવે એડવર્ટાઈઝર્સની નજર પહોંચી છે અને તમારી આ હરકત તેમની માટે  એડવર્ટાઇઝિંગ સ્પૅસ બની છે. BBDO નામની જર્મન કંપનીએ સ્કાય ડોઈચલૅન્ડ બ્રૉડકાસ્ટરની સાથે મળીને તેમના દેશની ટ્રેનમાં એક પ્રાયોગિક ધોરણે ટ્રાન્સમીટ એડવર્ટાઇઝિંગ અજમાવવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં તેમને સફળતા મળી હતી. જેમાં ટ્રેનની વિન્ડોમાં થતાં વાઈબ્રેશનના તરંગોને અવાજમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે અને જ્યારે વ્યક્તિ વિન્ડો પર માથું ટેકવે ત્યારે માથા (ખોપરી) દ્વારા જાહેરખબર સંભળાવવામાં આવે છે. આ સાંભળવા માટેની એક પ્રકારની ‘બૉન-કન્ડક્ટેડ’ ટેકનોલોજી છે જેમાં અવાજ સીધા વ્યક્તિના કાનની બદલે માથાના ભાગના હાડકાંનો ઉપયોગ કરીને આપણા અંદરના કાન દ્વારા સુધી પહોંચે છે.

સામાન્ય રીતે આપણા કાન અવાજ કેવી રીતે સાંભળે છે?



આપણી આસપાસ થતાં જુદાં-જુદાં અવાજને એ રીતે રૂપાંતરિત કરીને આપણા મગજ સુધી પહોંચાડે છે કે જેથી તેને આપણે સમજી શકીએ. આપણો કાન મુખ્યત્વે ત્રણ ભાગથી બનેલો છે. 1) બાહ્ય કાન 2) વચ્ચેનો કાન અને 3) અંદરનો કાન. જ્યારે કોઈ પણ પદાર્થનો અવાજ આપણા કાન સુધી પહોંચે છે ત્યારે તે સૌપ્રથમ બાહ્ય કાન જે ઇઅર કેનાલથી(1) બનેલી છે. જ્યારે ધ્વનિતરંગો  ઇઅર કેનાલમાં પ્રેવશ કરે છે ત્યારે તે અવાજને વધુ મોટો બનાવે છે અને સમજવા માટે સરળ કરે છે. ધ્વનિતરંગો જ્યારે કાનના પડદા (2) સાથે અથડાય છે ત્યારે તે હરકતમાં આવે છે. અને અવાજને વચ્ચેનો કાન જે ત્રણ નાના હાડકાંથી (3-5) બનેલો છે તેની તરફ ધકેલે છે. આ હાડકાં કાનના પડદામાંથી એક પ્રકારની ગોઠવણ કરીને અવાજને અંદરના કાન સુધી પહોંચાડવાનું કામ કરે છે. અંદરના કાન સુધી અવાજ પહોંચાડતા પહેલા ઓવલ વિન્ડો (6) અવાજને મોટો અને વધુ શક્તિશાળી બનાવે છે. ત્યાર બાદ અવાજની સફર કોક્લિઆ (8) જે લગભગ ગોકળગાયના કવચના જેવું ગોળાકાર આકાર ધરાવતું અંગ જેને નાના કાન તરીકે પણ ઓળખાય છે તેની તરફ આગળ વધે છે. અહીં ઓવલ વિન્ડો તરફથી આવતા ધ્વનિતરંગોને કારણે પ્રવાહસ્ત્રાવ થાય છે અને વાળ જેટલા કોષોની રચના થાય છે જે ધ્વનિતરંગોને ઇલેક્ટ્રીકલ ઇમ્પલ્સમાં કન્વર્ટ કરી દે છે જે શ્રવણતંતુઓ (9)ની અંદર ફર્યા કરે છે અને તે મગજને સંદેશો મોકલે છે.

advertisement


બૉન-કન્ડક્ટેડ ટેકનોલોજી શું છે?

માનવના કાન અવાજને સામાન્ય રીતે બે પ્રકારે સાંભળતા હોય છે 1) ઍર-કન્ડક્ટેડ અને 2) બૉન-કન્ડક્ટેડ ટેકનિકથી. ઉપર આપણે સમજ્યા એ સાંભળવાની ઍર-કન્ડક્ટેડ રીતે છે. તમે એક અનુભવ તો કર્યો જ હશે જેમાં તમે ક્યારેક તમારો જ રેકોર્ડ કરેલો અવાજ સાંભળ્યો હશે અને તમને તે ગમ્યો નહીં હોય. આમ થવાનું કારણ બસ એ જ છે કે જ્યારે આપણે આપણો પોતાનો અવાજ સાંભળીએ છીએ ત્યારે મસ્તિકમાં રહેલાં હાડકાંઓ (બૉન-કન્ડક્ટેડ) દ્વારા  સાંભળીએ છીએ અને આપણે તેનાથી ટેવાઈ ગયા હોઈએ છીએ. પરંતુ જ્યારે રેકોર્ડ કરેલો અવાજ હવાના સંપર્કમાં આવીને રેકોર્ડ થયેલો હોય છે જે તેનાથી અલગ હોય છે જેથી આપણને ગમતો નથી. તમારી જાણ ખાતર કે અન્ય લોકો તમારો અવાજ સાંભળે છે તે તમારા રેકોર્ડ કરેલા અવાજ જેવો હોય છે.

ઍર કન્ડક્ટેડ ટેકનોલોજીમાં ધ્વનિતરંગો બાહ્ય કાનથી પ્રવેશ કરીને કાનના પડદાથી અંદરના કાન સુધી પહોંચે છે. જ્યારે બૉન-કન્ડક્ટેડમાં આ પ્રક્રિયાનો વૈકલ્પિક રસ્તા સ્વરૂપે અવાજને બાહ્ય કાનને બદલે માથાની ખોપડી અથવા તો અન્ય અવયવના હાડકાં થકી અવાજને સીધો અંદરના કાન સુધી પહોંચાડવામાં આવે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેટલીક કંપનીઓએ હેડફોન્સ પણ બનાવ્યાં છે જે તમારે કાનમાં નહીં પરંતુ કાનની બહાર પહેરવાના હોય છે.

દરિયામાં વ્હેલ માછલી આ જ પ્રકારને સાંભળતી હોય છે તેમ જ સ્વિમીંગ વખતે મ્યુઝિક સાંભળવા માટે પણ આ ટેકનિકથી જ ડિવાઈસ કામ કરતું હોય છે. હેડફોન્સ (બૉન-કન્ડક્ટેડ), હિઅરીંગ મશીન્સ (કાનની બહાર લગાવવામાં આવતા મશીન), વોકી-ટોકી જેવાં ડિવાઈસમાં બૉન-કન્ડક્ટેડ ટેકનોલોજીનો ઉપયોગ થઈ ચૂક્યો છે.

advertisement


ટ્રાન્સમીટ એડવર્ટાઈઝિંગ એટલે શું?

(image : bbc.co.uk)

આ ટેકનિકમાં ટ્રાન્સમીટરના નાના ડિવાઈસને વિન્ડો કે અન્ય કંપન થતા ઓબ્જેક્ટ સાથે જોડી દેવામાં આવે છે જે વિન્ડોમાંથી પેદા થતાં વાઈબ્રેશનના તરંગોને અવાજમાં તબદીલ કરી નાંખે છે. જેથી જ્યારે વિન્ડો પર તમારું માથું ટેકાય છે ત્યારે તમારી ખોપરીના હાડકા (બૉન-કન્ડક્ટેડ ટેકનોલોજી) દ્વારા બહારના કાનને બાયપાસ કરીને સીધો અંદરના કાન સુધી અવાજ પહોંચે છે.

આ ટેકનોલોજીના ફાયદાની વાત કરીએ તો એડવર્ટાઈઝર્સ માટે એડવર્ટાઈઝિંગ માધ્યમ વધ્યું એ તો ખરું જ. પરંતુ સામાન્ય જનતાના હિતમાં વાત કરીએ તો ટ્રેન, બસ કે અન્ય જગ્યાએ જ્યારે કોઈ જાહેરાત કરવી હોય ત્યારે આ ટેકનિક કામ લાગી શકે છે. આ ઉપરાંત શ્રવણશક્તિ માટે ઉપયોગી એવા કાનના પડદાને નુકસાન ન પહોંચે તેમાં પણ આ ટેકનિક મદદરૂપ બને છે.  આ ઉપરાંત સંપૂર્ણ કે અંશત: શ્રણણશક્તિ ગુમાવી ચૂકેલા લોકો પણ જાહેરાત અને એડવર્ટાઇઝમેન્ટ્સનો લાભ લઈ શકે છે.

માનવજાત માટે કેટલો અવાજ યોગ્ય છે?

85 ડેસિબલ્સ (dB) થી વધુનો અવાજ લાંબાગાળે હંમેશા માટે વ્યક્તિની બહેરાશ લાવવા માટે સક્ષમ અને પૂરતો છે. તો તમને થતું હશે કે તેનાથી વધુનો અવાજ તો આપણે ઘણીવાર સાંભળ્યો હશે. પરંતુ સામાન્ય ડેસિબલ્સથી વધુનો અવાજ કેટલો સમય સાંભળવામાં આવે છે તેના પર પણ તે નિર્ભર કરે છે. જેના કારણે ઇઅરફોનથી મ્યુઝિક સાંભળવાને ડોક્ટર્સ સૌથી વધુ હાનિકારક માનતા હોય છે. કારણકે મ્યુઝિક સાંભળતી વખતે આસપાસના ઘોંઘાટથી બચવા માટે કાનમાં ભરાવેલા ઇઅરફોનનો મ્યુઝિક વોલ્યુમ આપણે મેક્સિમમ રાખતા હોઈએ છીએ જે લગભગ 110 ડેસિબલ્સ જેટલો અવાજ પેદા કરે છે. આ એક રોક કોન્સર્ટમાં થતાં અવાજની બરાબર છે. અને આ ઇઅરફોન દ્વારા આપણે મ્યુઝિક કલાકો સુધી સાંભળતા હોઈએ છીએ જે ખરેખરમાં કાન ફાડી નાંખવા (બહેરાશ) માટે પૂરતું છે. MP3 પ્લેયરમાં લગભગ 50% વોલ્યુમ રાખવો જે 80-85 ડેસિબલ્સ સુધીનો હોય છે તે યાદ રાખજો. 90 dBથી વધુનો અવાજ 8 કલાક સુધી સાંભળવાથી તમારા કાનને નુકસાન પહોંચી શકે છે જ્યારે 140 dB અવાજ તાત્કાલિક નુકસાન (ખરેખર દુ:ખાવો) પહોંચાડવા સક્ષમ છે. 

advertisement



કઈ વસ્તુ કેટલા ડેસિબલ્સ (dB) અવાજ પેદા કરે છે

સંપૂર્ણ શાંતિ : 0 dB
સામાન્ય વાતચીત : 60 dB
ઇઅરફોન પર મ્યુઝિક – 110 dB (મહત્તમ વોલ્યુમ પર)
કાર હોર્ન : 110 dB
રૉક કોન્સર્ટ અને જેટ એન્જિન– 120 dB
ગન ફાયરિંગ – 140 dB
પ્લેન ટેકઓફના સમયે એન્જિન – 180 dB

બૉન-કન્ડક્શન ટેકનોલોજીનો ભૂતકાળ-ભવિષ્યકાળ

  • સંશોધકો વર્ષોથી આ ટેકનિક પર રિસર્ચ કરી રહ્યાં છે. 70ના દાયકામાં JS&A ગ્રુપ દ્વારા ‘બોન ફોન’ નામની એક પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી જે એક પ્રકારનો રેડિયો હતો. આ રેડિયોને ફક્ત ગળામાં પહેરીને સાંભળવાનો હોય છે. જો કે તેમાં ગળાના અને છાતીના ભાગના હાડકાં દ્વારા અવાજ કાન સુધી પહોંચતો હોવાથી અવાજની ક્વોલિટી ઘણી ખરાબ રહેતી હતી જેના કારણે આ પ્રોડક્ટ ધીરે-ધીરે ખોવાઈ ગઈ.
  • ગૂગલ પોતાના ગૂગલ ગ્લાસની પ્રોડક્ટમાં આ ટેકનિકથી લોકોને મ્યુઝિક સંભળાવવાની તૈયારી કરી રહ્યું છે.
  • કહેવાઈ રહ્યું છે કે સોનીની સ્માર્ટ વૉચમાં પણ આ જ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જેથી યુઝર પોતાની આંગળી કાનમાં નાંખી કૉલ આન્સર કરી શકશે.

ઓફબીટ

  • વિન્ડો પરની ટ્રાન્સમીટ એડવર્ટાઇઝિંગ વખતે વિન્ડો સીટ ન હોય તેવા મુસાફરનું શું થશે?
  • આરામ કરવા માટે મુસાફર પોતાનું માથું વિન્ડો પર ટેકવેને ત્યારે વિન્ડો બબડાટ કરવા લાગે ત્યારે માથું ચડી જવાની શક્યતા ખરી
advertisement

1 comment:

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links