દુનિયાની અજાયબીઓ તો જાણો છો પરંતુ, ઈન્ફોર્મેશન ટેકનોલોજીની સાત અજાયબીઓ કઈ?
No.1
વેબકેમ નં .૧ (પૃથ્વીના ઉત્તર છેડા- નોર્થ પોલની સૌથી નજીક મૂકેલો કેમેરો)
ઈન્ફો ટેકનોલોજીની સાત અજાયબીઓમાંની આ પ્રથમ અજાયબી છે જેનું નામ વેબકેમ નં.૧ અપાયું છે. અને આ વેબ કેમેરાને નં.૧ કેમ અપાયું તેનું કારણ એ છે કે તે પૂથ્વીની ઉત્તર ધરીના છેડાની જેટલું બને તેટલું નજીક મૂકવામાં આવ્યો છે. આ કેમેરો સતત નોર્થ પોલની હલચલ ઉપર નજર રાખી તેની દરેક તસવીરો કેદ કરી સેટેલાઈટ દ્વારા સર્વરને મોકલતો રહે છે. આ તસવીરો અને તેની મૂવી તમે http://www.arctic.noaa.gov/gallery_np.html ની વેબસાઈટ ઉપર જોઈ શકો છો. આ કેમેરો નેશનલ ઓશેનીક એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન ની પેસેફિક મરિનલની વાતાવરણીય લેબોરેટરી દ્વારા મૂકવામાં આવ્યો છે.
> કેમેરાને લોખંડની રચનાવાળા ટાવર ઉપર મૂકવામાં આવ્યો છે
> વર્ષના અંતે જૂનો વેબકેમ બદલી નવો વેબકેમ મૂકવામાં આવે છે.
> કેમેરો ૩.૧ મેગાપિક્સલની તસવીર લઈ શકે છે.
> વેબકેમ નોર્થ પોલ - આર્કટિક મહાસાગર ઉપર ખુશનુમા મહિનાઓમાં એટલે કે એપ્રિલ થી ઓક્ટોબરમાં કામ કરતો રહે છે.
No.2
પૃથ્વીથી સૌથી દૂર અંતરે આવેલું કોમ્પ્યુટર : નાસાનું 'વોયેજર ૧ સેટેલાઈટ'
ઈન્ફો ટેકનોલોજીની દુનિયાની અજાયબીમાં બીજો નંબર નાસાના 'વોયેજર ૧' સેટેલાઈટનો આવે છે. કારણકે આની ગણતરી પૃથ્વીથી સૌથી દૂર અંતરે આવેલા કોમ્પ્યુટરમાં થાય છે. હવે તમને થશે કે કેટલું દૂર, વધી વધીને તો કેટલું, તો તમારી જાણ ખાતર આ કોમ્પ્યુટર પૃથ્વીથી પ્લૂટો જેટલો દૂર છે તેનાથી ત્રણ ગણા અંતરે મૂકેલું છે. એટલે કે પ્લૂટો ૪ અબજ કિલોમીટર દૂર છે, તો વોયેજર-૧ તેનાથી ત્રણ ગણું ૧૨ અબજ કિલોમીટર દૂર છે. બોલો, હવે તો ગણાય જ ને પૃથ્વીથી ઘણુ ઘણુ દૂર. અને હા, સૂર્યથી આ સેટેલાઈટ ૧૫ અબજ કિમી જેટલો અધધધ.. દૂર છે.
વોયેજર ૧ ને લગભગ બત્રીસેક વર્ષ પહેલાં એટલે કે ૫ સપ્ટેમ્બર, ૧૯૭૭ના દિવસે અંતરિક્ષમાં તરતો મૂકવામાં આવ્યો હતો. તેની કામગીરીની વિશે વાત કરીએ તો, આ કોમ્પ્યુટર સૌર પવનો, ઊર્જાના સૂક્ષ્મ કણો, ચૂંબકીય તેમજ ધ્વનિ તરંગોને લગતી દરેક માહિતી એકત્ર કરીને પૃથ્વીને મોકલવાની છે. નાસાના દૂર સુધી ફેલાયેલા અંતરિક્ષ નેટવર્ક (પૃથ્વીની આસપાસ મૂકેલા એન્ટેના)થી આ કોમ્પ્યુટર સંપર્ક કરીને માહિતી આપે છે. આ માટેના તરંગો અને સિગ્નલોની આપ-લે માટેની સ્પીડ ઘણી ધીમી ગણી શકાય એવી ૧૪ કલાકે વોયેજર સુધી વન-વે પહોંચે છે. જ્યારે આ વોયેજર-૧ને કામ કરવા માટે પાવરની જરૃર પડે છે અને તે રેડિયોસોટોપ થર્મોલેટ્રિક જનરેટર્સ દ્વારા ચાલે છે. તેને ૩૦૦ વોટ ના પાવરની જરૃર પડે છે એટલે કે આપણા ઘરના એક બલ્બને ચાલુ થવા માટે જેટલું જોઈએ તેટલું. વોયેજર-૧ વિશે વધુ માહિતી મેળવવાની ઈચ્છા હોય તો ક્લિક કરો http://www.nasa.gov/mission_pages/voyager/index.html
No.3
દુનિયાનું સૌથી વધુ રહસ્યમય 'ગુગલ'નું ડેટા સેન્ટર
ત્રીજા નંબરે આવે છે ઈન્ટરનેટના દેવતા ગણાતી કંપની 'ગુગલ'નું ડેટા સેન્ટર. આ ડેટા સેન્ટરને દુનિયાના સૌથી વધુ રહસ્યમય તેમજ ગુપ્ત ડેટા સેન્ટર તરીકે ગણવામાં આવે છે જે અમેરિકાના ઓરેગન રાજ્યના ધ ડેલાઝ શહેરમાં કોલમ્બિયા નદીકિનારે આવેલું છે. ડેટા સેન્ટરનો ફેલાવો ક્ષેત્રફળની દ્રષ્ટિએ અંદાજે ૩૦ એકર જેટલો છે. અને પૂરી દુનિયામાં ફેલાયેલા ૨૫ અલગ અલગ જગ્યાઓ ઉપર લગભગ ૫,૦૦,૦૦૦ જેટલા સર્વર્સ ઉપરથી ડેટા આ સેન્ટરમાં ભેગો થાય છે. ડેટા સેન્ટર પાસે લગભગ 200 petabytes (1,000,000,000,000,000 bytes = 1 petabyte) એટલે કે 18.50 કરોડ GB નો મહાભંડાર ડેટા ભેગો કર્યો છે.
ગુગલના આ ડેટા સેન્ટર વિશે સૌથી વધુ જાણવા જેવું હોય તો તેમાં સર્વરના પાવર માટે હાઈડ્રોઈલેક્ટ્રીક ડેમ તેમજ સર્વર્સને વાતાવરણ અનુસાર ઠંડા રાખવા ચાર માળના ૨ કુલીંગ ટાવર્સ બનાવવામાં આવ્યાં છે. સ્થાનિક લોકો દ્વારા આ ડેટા સેન્ટરને એક કોડ નેમ તરીકે જાણવામાં આવે છે જેને 'પ્રોજેક્ટ ૦૨' કહેવામાં આવે છે. ગુગલ દ્વારા ડેટા સેન્ટરનો તમામ ડેટાની ગુપ્તતા ખૂબ જ ગંભીરતાથી જાળવવામાં આવે છે. આ સેન્ટરમાં બે લોકલ રિપોર્ટર સિવાય કોઈ પણ બહારની વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. તેમ જ ડેટાની માહિતી નેશનલ સીક્યોરિટી એજન્સી સિવાય કોઈને પણ આપવામાં આવતી નથી. ડેટા સેન્ટરનું સંપૂર્ણ વાયરિંગ ડેટાની સુરક્ષાને ઘ્યાનમાં રાખતાં ફાયબર ઓપ્ટીક વાયરોથી કરવામાં આવ્યું છે. આ વિશેની વધુ માહિતી http://www.thedalleschronicle.com/news/2007/08/news08-05-07-02.shtml ઉપરથી મેળવી શકાય છે.
No.4
દુનિયાનું સૌથી વિશાળ વૈજ્ઞાનિક ગણતરીનો પ્રોજેક્ટ : ધી ઈ-સાયન્સઈ ૨ (EGEE-II Project)
કમ્પ્યુટર જગતની ચોથા નંબરની અજાયબીઓમાં ધી ઈ-સાયન્સઈ ૨ પ્રોજેક્ટ પોતાનું સ્થાન જમાવીને બેઠું છે. આ પ્રોજેક્ટની શરૃઆત સપ્ટેમ્બર ૨૦૦૬ થઈ હતી જેનો મુખ્ય ઉદ્ેશ દુનિયાભરના દરેક વૈજ્ઞાાનિકોને કેન્દ્રીય રીતે જરૃરી માહિતી પૂરી પાડવાનું છે. આ પ્રોજેક્ટ દ્વારા ભૂસ્તરશાસ્ત્ર થી રસાયણશાસ્ત્ર સુધીના ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રયોગ તેમ જ અભ્યાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો બિગ બેંગ (હેડ્રોન કોલિડોર)ને ચલાવવા તેમજ તેની રચનાને લગતા પ્રશ્નો માટે દુનિયાની જાણીતી લેબોરેટરી CERN માંથી હેડ્રોન કોલિડોરના ડેટાનો અભ્યાસ કરી માહિતી મેળવવી.
અહીં લગભગ દિવસના ૯૮,૦૦૦ વ્યવહારો (કાર્યો) કરવામાં આવે છે અને મહિને લગભગ ૧૦ લાખથી પણ વધુ અને એક જ વખતે વ્યવહારો કરવાની તેની ક્ષમતા ૩૦,૦૦૦ની છે. આ પ્રોજેક્ટની સાથે બીજી ૨૪૦ જગ્યાઓ સંકળાયેલી છે તેમ જ ૪૫ દેશો તેનો લાભ લઈને તેની સાથે છે. દરેક યુઝર પાસે ૨૪ કલાક અહીં સીપીયુ (કોમ્પ્યુટર) હાજર છે અને લગભગ કુલ સરવાળો કરીએ તો ૩૬૦૦૦ થાય છે. જેની ડેટા સમાવેશ કરવાની ક્ષમતા 5 petabytes એટલે કે 50 લાખ GB છે. આ વિશેની વધુ માહિતી http://www.eu-egee.org/ ઉપરથી મેળવી શકાય છે.

No.5
દુનિયાનું સૌથી સુપર ફાસ્ટ કોમ્પ્યુટર : IBM BlueGene/L (BGL)
પાંચમા નંબરે દુનિયાનું સૌથી સુપર ફાસ્ટ કોમ્પ્યુટર ગણાતું IBM કંપનીનું BlueGene/L (BGL) છે. જે અંદાજે ૬૫,૫૩૬ ડયુઅલ-પ્રોસેસર કોમ્પ્યુટર દ્વારા સંચાલિત છે. તેમ જ અમેરિકાના કલીફ રાજ્યાના લીવરમોર શહેરની 'લોરેન્સ લીવરમોર નેશનલ લેબોરેટરીમાં ૨૫૦૦ ચો.ફૂટના વિશાળ વિસ્તારમાં આ કોમ્પ્યુટર મહાશય ફેલાયેલા છે. આ કોમ્પ્યુટર સંશોધનકારોને તેમના સંશોધન દરમ્યાન જરૃર પડતી પરમાણુ શસ્ત્રોની સૂક્ષ્મ તેમજ જટિલ ગણતરીઓ કરવા માટે ખાસ બનાવવામાં આવ્યું છે. આપણા માટે તો જે આપણે સામાન્ય કોમ્પ્યુટર ઉપયોગ કરીએ છે તે પણ ગણતરીઓ સેકન્ડોમાં કરીને આપણી સવલતો માટે ખડેપગે હાજર રહે છે. ત્યારે સુપર ફાસ્ટ કોમ્પ્યુટરની ઝડપ કેટલી હદે હશે તેની વિચારણા જ રોમાંચક બની રહે છે. તો આવો જાણીએ તેની ઝડપને.
આ સુપર ફાસ્ટ કોમ્પ્યુટર એક જ સેકન્ડમાં ૨૮૦.૬ ટ્રિલિયન (૧ ટ્રિલિયન = 1,000,000,000,000) જેટલા અધધધ.. વ્યવહારોની ગણતરી કરી નાંખે છે. આ મહાશયની ગણતરીની સરખામણી કરવા માટે લગભગ દુનિયાની દરેક વ્યક્તિએ ૬૦,૦૦૦ જેટલા વ્યવહારોની ગણતરી કરવી પડે અને એ પણ આંકડાઓની ફેરબદલી અને એક પણ ભૂલ વગર. બોલો, કહી શકાય ને હવે તો સુપર ફાસ્ટ કોમ્પ્યુટર.
આ કોમ્પ્યુટર મહારાજાને સતત ચાલુ રાખવા માટે ૧.૫ મેગા વોટ્સની જરૃર પડે છે જે ૨૦૦૦ હોર્સ પાવર ડિઝલ એન્જિન માટે વપરાતા પાવરની બરાબર છે. તેની બનાવટની કિંમત લગભગ ૧૦૦ મિલિયન ડોલર (૧ મિલિયન = 10,00,000) આંકવામાં આવી છે. તેમજ આ કોમ્પ્યુટર માટેની આંતરિક વપરાતી બેન્ડવીથ એટલી છે કે તેના દ્વારા લગભગ ૩૦,૦૦,૦૦,૦૦૦ લોકો જેમાંથી દરેક ૧૫૦ ટેલિફોન ઉપર એક જ સમયે વાર્તાલાપ કરી શકે.
અને હવે, બીજી નવાઈની વાત તો એ છે કે IBM દ્વારા BlueGene/L પછી તેને પણ મ્હાત આપે તેવું બીજુ સુપર-ડુપર ફાસ્ટ કોમ્પ્યુટર BlueGene/P રજૂ કરવાની જાહેરાત કરી દીધી છે. વધુ માહિતી http://www.llnl.gov/asc/asc_index.html ઉપરથી મેળવી શકાય છે.
No.6
દુનિયાનું સૌથી નાનું કોમ્પ્યુટર જેમાં Winodws Vista® પણ ચાલી શકે છે
છઠ્ઠા નંબરે OQO કંપનીનું OQO મોડેલ 2+ કોમ્પ્યુટરનો આવે છે જે દુનિયાનું સૌથી નાનું કોમ્પ્યુટર છે. જેની પહોળાઈ ૫.૬ ઈંચ તેમજ લંબાઈ ૩.૩ ઈંચ છે જેનું વજન આશરે ૪૫૩ ગ્રામ જેટલું ગણી શકાય. આ મિ.સ્મોલ કોમ્પ્યુટર 1.86GHz processor, Windows XP or Vista, upto 120GB hard drive, 2 GB DDR2 SD RAM, Wi-Fi, Bluetooth & Screentouch ફેસેલિટી ધરાવે છે. તેની પાસે ૫૭ સ્વીચોનું કી-બોર્ડ છે તેમજ માઉસ બટન, ડિજીટલ પેન અને પ્રોગ્રામેબેલ થમ્બવ્હીલ છે. આ ટચુકડું કોમ્પ્યુટર લીથીયમ - આયન પોલીમર બેટરી દ્વારા ચાલે છે લગભગ ૩ કલાક સુધી કાર્ય કરી શકે છે. વધુ માહિતી માટે ક્લિક કરો http://www.oqo.com/
No.7
બિલ ગેટ્સના ખિસ્સામાંથી પૈસા પડાવતું Linux kernel સોફ્ટવેર
છેલ્લા અને સાતમો નંબર છે Linux kernel સોફ્ટવેરનો જે Linus કંપની દ્વારા વર્ષ ૧૯૯૧માં ખુલ્લો મૂકાયું હતું જેનો મુખ્ય હેતુ ઓપન સોર્સ ડેવલોપર્સ એકબીજાની મદદથી એવા સોફ્ટવેર્સ બનાવી શકે જે માઈક્રોસોફ્ટની ઈજારાશાહીની ઓપરેટિંગ સિસ્ટમનો વિકલ્પરૃપ બની શકે. Linux kernel સોફ્ટવેરમાં જોડાયેલા ડેવલોપર્સની જ્યારથી ગણતરી કરી છે ત્યારથી લગભગ ૩૨૦૦ જેટલા પ્રોગ્રામરો કાર્યરત છે. (૧૯૯૧ એટલે કે શરૃ થયું ત્યારથી રેકોર્ડ રાખેલ નથી).
અત્યાર સુધી આ ઓપન સોર્સ સોફ્ટવેરમાં પ્રોગ્રામરોએ લખેલા કોડની લાઈનો ગણીએ તો લગભગ ૮૨ મિલિયન એટલે કે ૮,૨૦,૦૦,૦૦૦ લાઈનો ભરી નાંખી છે. અને હજુ તેનો લગભગ દર વર્ષે ૧૦ ટકા જેટલો વધારો ચાલુ જ છે. તમાં લગભગ દુનિયાભરના પ્રોગ્રામરો દ્વારા દર કલાકે તેમાં ૮૫.૬૩ લાઈનોનો ઉમેરો થતો જ રહે છે. આ સોફ્ટ્વેરનું નવું વર્ઝન દર અઢી મહિને થતું હોય છે.
બોલો, મિ.ગેટ્સના ખિસ્સામાંથી જે સોફ્ટવેર પૈસા પડાવતું હોય એ અજાયબીને લાયક તો ખરું જ ને. હવે એ તો બેલેન્સ શીટ જોતી વખતે મિ.ગેટ્સ જાણતાં હશે કે વર્ષે કેટલું નુકસાન થાય છે. વધુ માહિતી માટે લોગઓન કરો http://www.kernel.org/

No comments:
Post a Comment