Index Labels

Searching is not only a Google's Job, It has another too!!!

. . 2 comments:
GOOGLE : સિર્ફ સર્ચ હમારા કામ નહીં


ઈન્ટરનેટની નં.૧ કંપની ગૂગલ એટલે ફક્ત સર્ચ એન્જિન અને જીમેલ નહીં. પરંતુ તેનાથી પણ આગળ વધીને વિશ્વના લોકો માટે કંઈક કરી છૂટવાની ભૂખને કારણે ગૂગલે બનાવ્યું છે 'પાવર મીટર'.


વેકેશન પડયું ને પ્રવાસયાત્રાનો સિલસિલો શરૃ. બેગ્સ પેક કરી, ઘરને તાળું માર્યું, ટ્રેનમાં (પ્લેન અને કાર પોતાની જવાબદારી પ્રમાણે ગણી લેવા) બેઠાંને... ઓહ નો, લાગે છે કે ઘરની લાઈટ્સ તો કદાચ ચાલુ રહી ગઈ છે. આવી પરિસ્થિતિ કેટલીય વાર ઊભી થાય છે ખરું ને. પરંતુ લાઈટ્સ ચાલુ રહી ગઈ છે કે નહીં તે જાણવું મુશ્કેલ બની જતું હોય છે. જ્યારે કેટલીક વાર તો ૨-૪ મહિનાને અંતે મસમોટું લાઈટ બિલ જોતાં જ આંખો પહોળી થઈ જાય છે. બિલ જોતાં થાય છે કે સાલ્લુ રોજેરોજ જો વીજળી વપરાશની ખબર પડે તો કન્ટ્રોલ કરી લઈએ. જો આવું થતું હોય અથવા તો વીજળી બચાવવાનો ખરો ઈરાદો તમારા મનમાં ભરાયેલો છે તો તમારા અને ખાસ તમારા માટે જ ગૂગલે બનાવ્યું છે 'પાવર મીટર'.



ગૂગલ આજે સર્ચ એન્જિનનો પર્યાય બની ગયો છે પરંતુ તેણે ઈન્ટરનેટ ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યા બાદ સર્ચ એન્જિનથી આગળ વધી લોકોની રોજિંદા ઉપયોગમાં લઈ શકાય તેવી ઘણી સેવાઓ ચાલુ કરી છે. વીજ વપરાશનો રોજેરોજ ખ્યાલ આપવા તેમ જ તેનો બચાવ કરવા માટે બનાવવામાં આવેલી ગૂગલની ર્સિવસ એટલે 'પાવર મીટર'. આ એક એવું સોફ્ટ્વેર છે જે તમને તમારા ઘરના વીજળી વપરાશની રિયલ ટાઈમ માહિતી આપતું રહે છે. જો કે આ ટુલ માહિતી જ નહીં પરંતુ વીજળીનો બચાવ કેવી રીતે કરી શકાય તેમાં પણ મદદરૃપ થાય છે.


ગૂગલની આ સેવાની વિસ્તારપૂર્વક સમજીએ તો આ સોફ્ટ્વેરમાં માહિતી મેળવવા માટે ઘરના મીટર સાથે એક ડિવાઈઝ જોડવાનું રહે છે અને સોફ્ટ્વેરમાં વીજ વપરાશની રિયલ ટાઈમ માહિતી મળતી રહે છે. જો કે ગૂગલ આ ડિવાઈઝ પણ મફતમાં જ આપે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ માહિતીને મોબાઈલ કે અન્ય ડિવાઈઝમાં પણ જોઈ શકાય છે. એટલે કે તમે તમારા વીજ વપરાશ ઉપર ગમે ત્યાંથી નજર રાખી શકો છો. આવો નજર કરીએ આ અદ્ભૂત સર્વિસની ખૂબીઓ પર.


· વીજ વપરાશનો દિવસ, સપ્તાહ અને મહિના એમ ત્રણ ભાગમાં માહિતી આપતું રહે છે

· ગ્રાફિક્સ ચાર્ટ્સ દ્વારા વપરાશની માહિતી મળે છે જેથી સમજવામાં સહેલાઈ રહે

· વધુ ગ્રાફમાં હંમેશા પાવર ચાલુ રહેતો સમય ઘાટ્ટા ગ્રીન ભાગમાં દેખાડવામાં આવે છે. જેથી તે સમયે કઈ વસ્તુ ચાલુ રહે છે તેનો ખ્યાલ મેળવી શકાય છે.

· ગૂગલ પાવર મીટર માસિક કે ર્વાિષક બિલનો અંદાજ મેળવવા માટે પણ મદદરૃપ થાય છે.

· તમે તમારું એક વીજ વપરાશનું બજેટ પણ નક્કી કરી શકો છો અને તેને થયેલા વપરાશ સાથે સરખાવી શકો છો

· આમ, સરખામણી તથા પહેલેથી અંદાજ મેળવવાથી વીજ વપરાશમાં બચાવ કરવાનો પ્લાન કરી શકાય છે.

· આ માહિતી ઈન્ટરનેટ પર મળતી હોવાથી વીજ વપરાશના બચાવ સંદર્ભે બીજા યુઝર સાથે ચર્ચા પણ કરી શકાય છે.

· વીજ વપરાશની માહિતી સાપ્તાહિક કે માસિક ઈમેલ દ્વારા મેળવવાની ફેસિલિટી પણ આપેલી છે.


આ વિશે વધુ માહિતી મેળવવા માટે www.google.com/powermeter ક્લિક કરો. જો કે હાલ આ સર્વિસ અમેરિકા, બ્રિટન અને જર્મની જેવાં દેશોમાં શરૃ થઈ ચૂકી છે જ્યારે ભારતમાં ટૂંક સમયમાં આવવાના અણસાર છે. કારણકે ગૂગલ પાવર મીટરે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કેરળ, કર્ણાટક અને ગોવા જેવા રાજ્યોમાં વીજળી આપતા જાણીતા ભારતીય એનર્જી જૂથ સાથે આ સેવા આપવા માટે હાથ મિલાવી લીધાં છે.

2 comments:

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links