Index Labels

Things to know about YAHOO

. . No comments:

યાહુ.કોમ - અંદર કી બાતે



હાલમાં જ કોમ્પ્યુટર જગતની નં.૧ કંપની માઈક્રોસોફટે યાહુ.કોમ ને ખરીદવા માટે આંખો પહોળી કરી નંખાવે તેટલી ૪૪.૬ અબજ ડોલરની મસ મોટી રકમ ઓફર કરી છે. માઈક્રોસોફ્ટે પહેલાં હોટમેલ.કોમ ખરીદી અને હવે ઈન્ટરનેટ દુનિયાની નં.૧ વેબસાઈટ યાહુ.કોમ ખરીદવાની ઈચ્છા ધરાવીને સ્પષ્ટ ખ્યાલ આપ્યો છે કે તે ઈન્ટરનેટની દુનિયામાં પણ પોતાની ઈજારાશાહી સ્થાપવા માંગે છે. યાહુ.કોમ આટલી જંગી રકમને લાયક છે કે નહિ તે તમે જ તેના વિશે વધુ જાણીને નક્કી કરી શકો છો.

યાહુ (જેનું પહેલાં નામ 'જેરીઝ ગાઈડ ટુ ધ વર્લ્ડ વાઈડ વેબ' હતું જે બીજી વેબસાઈટની ડીરેક્ટરી હતી.)ની સ્થાપના જાન્યુઆરી ૧૯૯૪માં સ્ટેનફોર્ડ યુનિર્વિસટીના બે વિદ્યાર્થીઓ, જેરી યાંગ અને ડેવિડ ફિલોએ કરી હતી. “Yahoo” નામ મસ્તીમાં અમસ્તું જ રાખવામાં આવ્યું હશે તેવો ખ્યાલ આવે છે પરંતુ તેનું આખું નામ "Yet Another Hierarchical Officious Oracle". છે. યાહુએ વેબ ડીરેક્ટરીઝમાંથી પોતાનું વેબ પોર્ટલ ચાલુ કરવાનું વિચારીને ૮ માર્ચ ૧૯૯૭ના રોજ "ફોર ૧૧" કંપનીની "રોકેટમેલ" નામની વેબમેલ ર્સિવસ ખરીદી જે "યાહુ મેલ" બની જેણે યાહુને ઈન્ટરનેટ જગતમાં નં.૧ ઉપર પહોંચાડી દીધી. ત્યાર બાદ તો classicgames.com બની yahoo games, egroups બની Yahoo Groups અને Flickr.com બની Yahoo Photo Sharing. આમ, યાહુએ ઈન્ટરનેટ જગતમાં ચેટીંગ અને મેસેન્જર ફેસિલીટી લોકોને આપી ઈન્ટરનેટ ઘેલાં કર્યા પછી તો કંપનીએ સફળતાના શિખરો કરવા પાછું વળીને જોયું જ નથી પરંતુ હા, ચેટ અને ચેટ રૃમ્સ ર્સિવસ હવે કંપની દ્વારા ઓફિશ્યલી બંધ કરી દેવામાં આવી છે. યાહુ ઈન્ટરનેટ ઉપર મોટા પ્રમાણમાં ર્સિવસ ઓફર કરે છે જેમ કે ફાઈનાન્સ, ગેમ્સ, કોમ્યુનિટી, મેપ્સ, મોબાઈલ વેબ, મુવીઝ, મ્યુઝિક, રીયલ એસ્ટેટ, સ્પોર્ટ્સ વગેરે. સૌ પ્રથમ યાહુએ ગુગલ સાથે કરાર કરી સર્ચ એન્જીનનું પેજ ચાલુ કરેલ જે ૧૮ ફેબ્રુઆરી ૨૦૦૪માં રદ કરી પોતાની ટેકનોલોજી દ્વારા લોન્ચ કર્યું. માઈક્રોસોફ્ટ અને ગુગલ જેવાં મોટા ગજાની કંપની સામે યાહુ આજે પણ તેના યુઝર્સમાં એટલી જ લોકપ્રિયતા સાથે દુનિયામાં સૌથી વધારે જોવાતી વેબસાઈટ છે. યાહુની ચાહતમાં યુ.એસ(૨૦%) પ્રથમ ક્રમે તથા ભારત (૪%) સાતમા ક્રમે આવે છે જ્યારે ભારતમાં યાહુ સૌથી ટોપ ઉપર રહી નેટીઝનોની ફેવરિટ વેબસાઈટ છે. તેના કુલ યુઝર્સમાંથી ૪૬% ઇમેલ અને ૧૪% સર્ચ, અને ૪૦% બીજી ર્સિવસનો ઉપયોગ કરે છે. યાહુની આર્િથક સ્થિતિની વાત કરતાં તેની ૨૦૦૭માં આવક ૬.૭ અબજ ડોલર હતી, જ્યારે તેના કર્મચારીઓની સંખ્યા ૧૩,૬૦૦ છે જે એક ગામની બરાબર છે.

બીજી તરફ ગુગલે યાહુને ટેકો આપવાની જાહેરાત કરીને માઈક્રોસોફ્ટ સામે ફરીથી પોતાની જંગને તાજી કરી નાંખી છે. જો માઈક્રોસોફ્ટની આ ડીલ પાર પડે તો ઈન્ટરનેટ જગતના મહત્વના અને મોટા સોદાઓમાં તેનું નામ લખાઈ તો જશે જ પરંતુ તે સાથે જ માઈક્રોસોફ્ટ ઈન્ટરનેટ કંપનીઓમાં બીજા નંબરે પહોંચી જશે.

યાહુની અમુક મોટી ખરીદી-હિસ્સો (વર્ષ મુજબ)
૧૯૯૭

રોકેટમેલ (યાહુ મેલ)
૯૨ મિલિયન ડોલર

૨૦૦૦
ઈગ્રુપ્સ (યાહુ ગ્રુપ્સ)
૪૩૨ મિલિયન ડોલર

૨૦૦૨
હોટ જોબ્સ (યાહુ હોટ જોબ્સ)
૪૩૬ મિલિયન ડોલર

૨૦૦૪
કેલકુ (કિંમત સરખામણી માટેનું પોર્ટલ)
૫૭૯ મિલિયન ડોલર

૨૦૦૫
અલીબાબા(ચાઈનીઝ ઈ-કોમ કંપની) ૪૬% હિસ્સો
૧ બિલિયન ડોલર રોકડા

૨૦૦૭
રાઈટ મિડીયા (ઓનલાઈન એડવર્ટાઈઝીંગ કંપની) ૮૦% હિસ્સો
૬૮૦ મિલિયન ડોલર



No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links