Index Labels

Sale... Sale... Now...Human for Sale Online.. !!!

. . 2 comments:

જાણો માણસ તરીકેની તમારી કિંમત કેટલી?


અરે, પેલું બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર રાજા હરીશચંદ્ર યાદ છે? અને જો યાદ હશે તો રાજા હરિશચંદ્રએ પોતાની જાતને તેમ પરિવારને પણ વેચી નાંખ્યો હતો તે દ્રશ્ય પહેલું નજર સમક્ષ આવી જશે, નહીં! બોલો, આજના જમાનામાં પણ આવું કંઈ થાય તો આપણને સાલું પોતાની જાતને વેચાઈ જવાના દુઃખ કરતાંય પોતાની કિંમત કેટલી આવશે તે જાણવાની ઈચ્છા વધી જાય હોં. આજના જમાનામાં માણસની શું કિંમત", "સાલું કૂતરાં કરતાંય માણસની કિંમત ઓછી થઈ ગઈ છે", "પોતાની જાતને વેચી નાંખુ તો' પૈસા મળે એવું નથી" આવાં કેટલાંય સંવાદો હતાશા અને નિરાશાને કારણે આપણને સાંભળવા મળતાં હોય છે. પરંતુ કદાચ સમયે તમને કોઈ એમ કહી દે કે બોસ, તમારી કિંમત તો એક, બે નહીં પણ ૧૦ કરોડ છે તો? કેવું આશ્ચર્યજનક લાગે ને...! હા, આજે કંઈક આવી એટલે કે માણસની કિંમત કેટલી તેની વાત કરવાની છે.



ઓનલાઈન http://www.humanforsale.com નામની વેબસાઈટ પર માણસની કિંમત આંકવામાં આવે છે. એટલે કે વેબસાઈટ પર એક ફન ક્વિઝ દ્વારા તમારા વિશે જુદા જુદા સવાલો પૂછીને પ્રત્યેક જવાબનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ક્વિઝમાં ફિઝિકલ, મેન્ટલ, લાઈફ સ્ટાઈલ, પર્સનાલિટી જેવાં પરિબળો પર તમારી કિંમતનું કુલ મૂલ્યાંકન કરાય છે.

સવાલો કેવાં હોય છે એની ઉપર જરા નજર કરીએ તો, તમારી ઊંચાઈ કેટલી, વજન કેટલું, તમારી આંખોની દ્રષ્ટિ કેવી, ર્વાિષક આવક કેટલી, ભણતર, આઈક્યૂ લેવલ વગેરે વગેરે. જ્યારે રસપ્રદ બાબત તો છે કે પ્રત્યેક જવાબો સાથે તમારી કિંમતની ગણતરી તથા તેના કારણો પણ જણાવવામાં આવે છે જેથી તેમાં થોડો વિશ્વાસ અને રસ પણ વધી જાય છે. કોઈને કહેતાં નહીં, મેં પણ મારી પોતાની કિંમત કાઢી જોઈ છે. કેટલી કિંમત ખબર છે, ૨૦ લાખ ડોલરની આસપાસ આવી બોલો. એમાં ઉડતી નજર કરીએ તો આઈક્યૂના ,૬૦,૦૦૦ ડોલર, પુરુષ હોવાના ,૦૦,૦૦૦ ડોલર, એશિયન હોવાના ,૩૦,૦૦૦ ડોલર, અને યુવાન વયનો હોવાથી ૩૦,૦૦૦ ડોલર આમ કરીને કુલ ૨૦ લાખ ડોલરે (લગભગ ૧૦ કરોડ) પહોંચ્યો. સૌથી દુઃખની વાત કરું તો દારૃ નહીં પીવાના, છૂટાછેડા નહીં લીધેલ (કુંવારો છું), સામાજિક સેવા કરવા જેવી સારી બાબતોનો સાલ્લો એક રૃપિયોય ઉપજ્યો નહીં. બોસ, વોટ એવર જે હોય પરંતુ ખરેખર મનોરંજક ક્વિઝ દ્વારા એક વાર તો આપણી કિંમત આંકી લેવી જોઈએ. ખ્યાલ તો આવે આપણી કિંમત છે કેટલી?



સૌથી મજાની વાત છે કે જેટલું તમે પ્રામાણિક બનીને જવાબ આપશો તેટલી તમને તમારી યોગ્ય કિંમત મળશે. બાકી તો પછી આપણે જેવાં હોઈએ નહીં અને તેવાં જવાબો આપીને આપણા ભાવમાં વધારો તો કરી શકીએ છીએ ને...સો જસ્ટ ઓલ બેસ્ટ, ભગવાન (ઈન્ટરનેટ) ભલું કરે ને તમારી કિંમત વધુ આવે!

2 comments:

  1. human for sale online.. really its good article.. i like that so much..

    ReplyDelete
  2. human for sale.. i like that article so much

    ReplyDelete

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links