Index Labels

Overlook on Internet Dynamics !!!

. . No comments:

એક નજર - ઈન્ટરનેટની સફળ ગતિશીલતા ઉપર


ઈન્ટરનેટની માયાજાળમાં આજે આખું વિશ્વ ગૂંચવાયેલું છે. કોઈ પણ વ્યક્તિને એક વાર તેનો મોહ લાગી ગયો એટલે પછી તો ઈ-મેઈલ, ચેટીંગ, ફન કે પછી સાયબર ક્રાઈમની ઐસી કી તૈસી કરીને સેક્સ વેબસાઈટ સર્ફીંગ કરવાનું જ. પણ હા, ઈન્ટરનેટે આખી દુનિયાને પોતાની જાળમાં જકડી રાખ્યું છે તે પાછળ તેનું મુખ્ય કારણ વખતોવખતની તેની ગતિશીલતા અને વધુ ને વધુ સવલતોની સફળતા છે. ઈન્ટરનેટ કલ્ચર એ એક ગતિશીલ કલ્ચર છે જે સમયાંતરે પોતાનું રૃપ બદલતું રહ્યું છે અને જેેના કારણે આજની જનરેશન પર તેનો સજ્જડ પ્રભાવ જોઈ શકાય છે. ઈન્ટરનેટની વિશ્વસ્તરે ફેલાયેલી ઓપન માયાજાળને કારણે દુનિયા એક નાનકડાં ગામમાં તબદિલ થઈ ગઈ હોય તેમ લાગે છે. આવો નજર કરીએ તેની સફળ ગતિશીલતાના પરિબળો ઉપર.

૧. યુઝર ઈન્ટરએકશન અને વેબ કોમ્યુનિટીનો વધતો વિકાસ
ઈન્ટરનેટ ઉપર દિવસે દિવસે યુઝર ઈન્ટરએકશન માટે નવા નવા ફીચર્સ અને ર્સિવસ ચાલુ કરવામાં આવી જેનાં પરિણામે ઓનલાઈન મીટીંગમાં અને સંપર્કમાં વધારો થવા લાગ્યો. તેના જ અમુક નવા રૃપોનું પરિણામ આ ર્સિવસ છે.
ઈ-મેઈલ
કાગળના પત્રવ્યવહારની જગ્યા લઈને ઈન્ટરનેટ દ્વારા પત્ર વ્યવહારનું પ્રમાણ વધવા લાગ્યું. જેના કારણે લોકો ઈ-મેઈલથી એકબીજાનો સંપર્ક કરવા લાગ્યાં.
ઓનલાઈન ચેટ
વન-ટુ-વન અથવા ગ્રુપ વાર્તાલાપ કરી ઓનલાઈન ચેટનો યુઝર્સમાં ક્રેઝ લાગ્યો. ચેટ દ્વારા યુઝર્સ એકબીજા સાથે વેબસાઈટ ઉપર લાઈવ વાર્તાલાપ કરતાં થયા છે.
ઈન્સ્ટન્ટ મેસેજીંગ
એક પ્રકારનું ઓનલાઈન સોફ્ટવેર છે જેમાં વેબસાઈટનો ઉપયોગ કર્યા વગર રીયલ ટાઈમ ચેટ કરી શકો છો. દા.ત Yahoo - MSN Messenger, GoogleTalk, RediffBol વગેરે
ઈન્ટરનેટ ફોરમ
આ ર્સિવસ દ્વારા લોકો ખુલ્લી રીતે વેબસાઈટ ઉપર જુદા જુદા વિષયો ઉપર ચર્ચા કરી શકે છે.
ઓનલાઈન મલ્ટી પ્લેયર ગેમ્સ
ઓનલાઈન મલ્ટી પ્લેયર ગેમ્સ દ્વારા યુઝર્સ લાઈવ એકબીજાની સાથે ગેમ રમી શકે છે.

૨. ભાષાઓનું ચિત્રણ
એક પ્રકારના કોમ્યુનિકેશન વિકાસ થયો જેના દ્વારા લોકો પરસ્પર લાગણીઓ અને વ્યક્તિત્વની દર્શાવી શકતા થયાં.
ઈન્ટરનેટ હુલામણા નામ (નીક નેમ)
ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ ર્સિવસોમાં પોતાના હુલામણા નામ રાખવાની સવલતોને કારણે લોકો ઈન્ટરનેટ પ્રત્યે વધુ મોહિત થયાં છે.
યુઝરબાર
આ એક પ્રકારનું ચોરસ પિક્ચર છે જેને યુઝર ફોરમમાં ઉપયોગ કરી શકે છે. જેના દ્વારા યુઝરના શોખ અને વ્યક્તિત્વની ખબર પડે છે.
ઈન્ટરનેટ સ્લેંગ
લાગણીઓને અમુક સ્માઈલીઓના પિક્ચર્સ દ્વારા રજૂ કરવા માટેની સવલત. જે આપણે ચેટીંગ કે ઈ-મેઈલમાં અવારનવાર ઉપયોગ કરીએ છીએ.

૩. લોકલ અને ગ્લોબલ કોલેબરેશન
આ પ્રોજેક્ટ મોટા પ્રમાણમાં યુઝરના ઉત્સાહના કારણે એક સ્થાયી જગ્યાના આધાર રાખ્યા વગર શક્ય બન્યો.
ઓપન સોર્સ
એક પ્રકારના સોફ્ટવેર પ્રોજેક્ટ્સ જેમાં કોઈ ઓફિશિયલ માલિક હોતા નથી, કોઈ પણ સોફ્ટવેર કોડ કરવા માટે પોતાનો ફાળો આપી શકે છે તેમજ ઉપયોગ કરી શકે છે.
ફલેશ મોબ
ઈન્ટરનેટ ઉપર એક જાતની ગ્રુપ એક્ટિવિટી કરવાનું આયોજન.
ઓનલાઈન કોમ્યુનિટી
એક પ્રકારનું ઓપન પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્રોગ્રામ કે ર્સિવસ જે એક જ સમયે એક થી વધુ લોકો તેનો ઉપયોગ કરી શકે.

૪. માહિતી આપનાર અને લેનારાઓમાં વધતી પ્રવૃત્તિ

બ્લોગ
યુઝરની પર્સનલ ડાયરી જેમાં શક્ય તેટલાં વિષયો ઉપર ચર્ચા કરી લોકો સુધી પહોંચાડી શકે છે.
ફીડબેક - કોમેન્ટ પદ્ધતિ
યુઝર પાસેથી પ્રતિભાવ લેવાની પદ્ધતિ જે મોટા ભાગે ન્યુઝ વેબસાઈટ, બ્લોગ અને બીજી સાઈટમાં વપરાય છે.
વિકી
એક પ્રકારનો ડેટાબેઝ મેનેજમેન્ટ અને એનસાઈક્લોપીડિયા
ફાઈલ શેરીંગ
જેના દ્વારા એક યુઝર પોતાના કોમ્પ્યુટરથી ફાઈલ અપલોડ કરી બીજા ઓનલાઈન યુઝર સુધી પહોંચાડી શકે છે જે ડાઉનલોડ કરાય છે. પરંતુ ઘણી વાર સોફ્ટવેર, મ્યુઝિક ડાઉનલોડ કરવા ગેરકાનૂની હોય છે.
ઈ-કોમર્સ
ઈન્ટરનેટ દ્વારા કોમર્સ અને બિઝનેસ ડીલ્સ જેમાં ખરીદનાર અને વેચનાર ઓનલાઈન પ્રવૃત્તિ કરતાં હોય છે. જે ટ્રેડીશનલ ધંધો નથી કરતાં તે લોકો પણ E-bay જેવી વેબસાઈટ દ્વારા ખરીદ-વેચાણ કરી શકે છે.

ઈન્ટરનેટની ઉપરોક્ત સફળતાને જોતાં લાગે છે કે આવનાર દિવસોમાં હજુ પણ ઈન્ટરનેટ અકલ્પ્ય સુવિધાઓ દ્વારા દુનિયાને વધુ સરળ અને આધુનિક બનાવી દેશે.


No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links