Index Labels

After .com, .net, .org Now its .PRO

. . No comments:
ડોટ કોમ, ડોટ નેટ અને હવે ડોટ પ્રો


ઈન્ટરનેટ જગતમાં ઈન્ટરનેટ શબ્દ કરતાં પણ વધુ બોલાતો શબ્દ હોય તો તે છે ડોટ કોમ. કોઈ પણ વેબસાઈટનું નામ પૂછો કે ટાઈપ કરીએ એટલે પાછળ ડોટ કોમ તો આવી જ જાય. દુનિયાની મોટા ભાગની વેબસાઈટનું ડોમેઈન એક્સટેન્શન ડોટ કોમ (.કોમ) હોય છે જેમાં કોમ એ કોમર્સ સૂચવે છે. ઈન્ટરનેટથી અજાણ અને અધૂરાં પરિચિત લોકો તો ડોટ કોમ સિવાય કોઈ બીજા એક્સટેન્શન વાળી વેબસાઈટ હોય જ નહિ તેવું પણ માનતાં હોય છે. પણ ડોટ.કોમ સિવાય ડોટ.નેટ, ડોટ.ઓર્ગ, ડોટ.બીઝ અને દેશ મુજબ ડોટ.ઈન (ઇન્ડિયા), ડોટ.યુકે (ઈંગ્લેન્ડ), ડોટ.એયુ(ઓસ્ટ્રેલિયા) જેવા એક્સેટેન્શવાળા ડોમેઈન હોય છે. પરંતુ હવે ઈન્ટરનેટ જગતમાં આવ્યું છે ડોટ પ્રો જેમાં પ્રો એટલે પ્રોફેશનલ સૂચવે છે.

ડોટ પ્રો ડોમેઈન નેમ એ ફક્ત અને ફક્ત પ્રોફેશનલ્સ માટેનું રિઝર્વ ડોમેઈન છે. જેમાં વકીલો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને એકાઉન્ટન્સ જેવાં પ્રોફેશનલ્સ વ્યક્તિઓ જ આ એક્સટેન્શન લઈ શકે છે. પરંતુ હા, હજુ આ સુવિધા ફક્ત યુ.એસ, યુ.કે, કેનેડા અને જર્મનીમાં જ શરૃ થયેલ છે જે ટૂંક સમયમાં દુનિયાભરમાં શરૃ થશે. પ્રોફેશનલ્સ પોતાના જરૃરી ર્સિટફિકેટ્સ અને ડિગ્રીના પુરાવા આપી આ ડોમેઈન મેળવી શકે છે. ડોટ પ્રો માં બે લેવલ સુધી એટલે કે લો.પ્રો, એન્જિ.પ્રો, એકા.પ્રો એમ તથા સીધુ ડોટ પ્રો નું ડોમેઈન નેમ પણ મળી શકે છે.

ડોટ પ્રો ડોમેઈન પ્રોફેશનલ્સ માટે ઓનલાઈન લીગલ અને પ્રાઈવેટ ડોક્યુમેન્ટેશન ફાઈલ કરવાની સીક્યોરીટી માટે જરૃરી છે. જેમાં ડોમેઈન નેમ આપ્યા પછી પોતાના ડીજીટલ ર્સિટફિકેટ કોમ્પ્યુટરમાં કેવી રીતે ડાઉનલોડ કરવા તેની માહિતી આપવામાં આવે છે. જેના દ્વારા ઓનલાઈન ડોક્યુમેન્ટેશનમાં સીક્યોરીટી જળવાઈ રહે છે. આના દ્વારા તૈયાર થયેલું ડીજીટલ ર્સિટફિકેટ પ્રોફેશનલ્સની ડીજીટલ ઓળખાણ, માહિતીની પ્રાઈવસી અને સત્યતા, લખાણ બદલાયેલું નથી તેમજ કોમ્યુનિકેશન કરેલું છે તેના પુરાવા રજૂ કરે છે. ડોટ પ્રો ડોમેઈનમાં પ્રોફેશનલ્સ પોતાના ક્લાઈન્ટસ્ રેકોર્ડ તેમજ કોમ્યુનિકેશન્સ સલામત રીતે રાખી શકે છે.

ડોટ પ્રો ડોમેઈન કોણ લઈ શકે
> ડોક્ટર્સ
> એન્જિનિયર્સ
> વકીલો
> એકાઉન્ટન્ટસ્
> લીગલ ઓફિસર

ડોટ પ્રો ડોમેઈન લેવાના ફાયદા
> ઓનલાઈન ડીજીટલ આઈડેન્ટીટી બને છે
> ઓનલાઈન ડોક્યુમેન્ટશન માટે ડીજીટલ સિગ્નેચર રજૂ કરવા
> સલામતી અને પ્રાઈવસી જાળવીને કોમ્યુનિકેશન કરવા
> પ્રોફેશનલ્સ તરીકેનો ઓનલાઈન પુરાવો

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links