વિન્ડોઝ અને એન્ડ્રોઇડ માટે હવે અલગ ડિવાઈસ લેવા નહીં પડે
કારણકે હવે આવી ગયું છે એવું લેપટોપ જેને એટેચ કરતાં વિન્ડોઝ અને ડિટેચ કરતાં જ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ચાલશે.
ડેસ્કટોપ, લેપટોપ કે ટેબલેટ? આ ત્રણેયમાંથી કામ કરવા માટે સૌથી વધુ ઉપયોગી અને સરળ કયું પડે એમ પૂછવામાં આવે તો આપણું દિમાગ થોડીવાર માટે ગૂંચવાઈ જશે. કારણકે ત્રણેયનો ઉપયોગ જુદી જુદી પરિસ્થિતિઓમાં બેસ્ટ રહેતો હોય છે. એમાંય જ્યારે મુંબઈ લોકલમાં તો માંડ મોબાઈલ હાથમાં રહેતો હોય ત્યારે લેપટોપ કે ટેબલેટ પર કામ કરવાનું અશક્ય થઈ જતું હોય છે. તેવી જ રીતે ઓફિસ અને ઘરમાં અમુક કામ માટે ડેસ્કટોપ કે લેપટોપ જેવો આનંદ અને સેટિસ્ફેક્શન મોબાઈલ નથી આપી શકતું.
કદાચ આવી પ્રકારની તકલીફોને ધ્યાનમાં રાખીને જ Asus કંપનીએ હાલમાં જ તેની કોમ્પ્યુટેક્સ ઇવેન્ટમાં લેટેસ્ટ ડિવાઈસ તરીકે Transformer Book Trio રજૂ કર્યું હતું જે એક Desktop / Laptop / Tablet થ્રી-ઇન વન છે જે વિન્ડોઝ અને એન્ડ્રોઈડ એમ બંને ઓપરેટિંગ સિસ્ટમ પર કરી શકે છે.
આ ડિવાઈસની વાત કરીએ તો આ એક પ્રકારનું લેપટોપ છે જેમાં ગૂગલની એન્ડ્રોઈડ અને માઇક્રોસોફ્ટની વિન્ડોઝ એમ બંને ઓપરેટિંગ સિસ્ટમ તમારા તેની 11.6 ઇંચની સ્ક્રીન મુવેબલ રહેશે. એટલે કે સ્ક્રીનને ડીટેચ કરતાં જ તેમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ રન થવા લાગશે જેથી તે એક ટેબલેટ બની જશે. જ્યારે સ્ક્રીન એટેચ કરતાં જ મેજિકલી વિન્ડોઝ 8 ઓપરેટિંગ સિસ્ટમમાં ફેરવાઈ જશે. પરંતુ તમે સ્ક્રીન એટેચ કર્યા પછી પણ એન્ડ્રોઈડ પર કામ કરવા માંગતા હોવ તો Hotkey પ્રેસ કરીને તેમ કરી શકશો. આ ઉપરાંત જ્યારે ફક્ત કી-બોર્ડ પાર્ટ જે ખરેખરમાં કી-બોર્ડ સિવાય સીપીયુ, હાર્ડ-ડિસ્ક અને બેટરી પણ ધરાવે છે તેને એક્સ્ટર્નલ મોનિટર સાથે જોડી દેતાં તે ડેસ્કટોપ બની જાય છે. તો બોલો હવે થયું ને થ્રી-ઇન વન કમ્પ્યૂટર.
એટલે સરળતાથી સમજવું હોય તો સ્ક્રીન એ તમારું એન્ડ્રોઈડ ટેબલેટ છે અને કી-બોર્ડ ડોક છે એ વિન્ડોઝ 8નું ડેસ્કટોપ/લેપટોપ છે. એન્ડ્રોઈડ પાર્ટ વિશે વાત કરીએ તો 11.6 ઇંચ સ્ક્રીન, 2 GHZ ઇન્ટેલ એટોમ પ્રોસેસર, 4.2 એન્ડ્રોઈડ વર્ઝન, એક ચાર્જમાં 19 કલાક સુધીની બેટરી અને 64 GB સુધીની મેમરીનો સમાવેશ થાય છે. જ્યારે કી-બોર્ડ ડોકમાં વિન્ડોઝ 8 ઓપરેટિંગ સિસ્ટમ, 4th જનરેશન i7 પ્રોસેસર, 1TB સ્ટોરેજનો સમાવેશ થાય છે.
આ ટ્રાન્સફોર્મર ટ્રાયો ચાલુ વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે માર્કેટમાં લોન્ચ થશે જ્યારે તેની કિંમત હજુ સુધી જાહેર કરાઈ નથી.

No comments:
Post a Comment