તમારા Gmailમાં નવા 'ટેબ્સ' ઇન-બોક્સનો અવતાર ધારણ થયો?
ગૂગલ જે હંમેશા યુઝર્સને કંઈક નવું અને સરળ આપવા માટે મથામણ કરતું રહેતું હોય છે તેણે ગયા સપ્તાહમાં જ પોતાની ઇમેલ સર્વિસ જીમેલનો નવો લૂક જાહેર કર્યો છે. પરંતુ કદાચ તમારા ઇનબોક્સને હજુ આ નવા લૂકનો લાભ નહીં મળ્યો હોય. તો આવો જાણીએ શું છે જી-મેલનવો લૂક અને કેવી રીતે કરીશું સ્વિચ-ઓન?
સોશ્યલ મિડિયા વેબસાઈટ જેવો ટચ આપતા ગૂગલે હવે ઇમેલ્સને કેટેગરીમાં વહેંચીને તમારી સમક્ષ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે તેમ આ લૂક પરથી લાગી રહ્યું છે. Hootsuite અને TweetDeck જેવી વેબસાઈટના કન્સેપ્ટની સરખામણી કરતાં જીમેલમાં હવે તમને મુખ્યત્વે Primary, Social, Promotions અને Updates એમ ચાર કેટેગરીમાં તમારા ઈમેલ્સ ઓટોમેટિકલી ફિલ્ટર થઈને દેખાશે. જો કે પાંચમી કેટેગરી Forumsની પણ છે. આ કેટેગરી ઇન-બોક્સમાં મેલ-લિસ્ટની ઉપર ટેબમાં દેખાશે.
પાંચેય કેટેગરી કેવી રીતે ઇમેલ્સને ફિલ્ટર કરશે તો રેગ્યુલર, ઇમ્પોર્ટન્ટ કોમ્યુનિકેશન કે પછી સ્ટાર માર્ક કરેલા ઇમેલ્સ Primary ઇન-બોક્સ (સ્ટાન્ડર્ડ ઇનબોક્સ)માં રહેશે. જ્યારે ફેસબુક, ગૂગલ+ અને ટ્વિટર જેવી સોશ્યલ મિડીયા સાઈટની અપડેટ્સ અને ઈમેલ્સ Socialsમાં મળશે. શોપિંગ, બેન્કિંગ વગેરે જેવી ઈ-કોમર્સ સાઈટની પ્રમોશનલ ઓફર્સ Promotional કેટેગરીમાં જોવા મળશે. તો મેલિંગ લિસ્ટ કે ઇમેલ સબસ્ક્રિપ્શનના જે કન્ફર્મેશન ઈમેલ્સ કે અપડેટ્સ હોય છે તે Forumsમાં જોવા મળશે.
જો કે ગૂગલ પોતાની બુદ્ધિક્ષમતા પ્રમાણે ઇમેલ્સનું બેસ્ટ ફિલ્ટરેશન કરશે. પરંતુ જો કદાચ તમારી ઇચ્છા વિરુદ્ધ કોઈ ફિલ્ટર કર્યું હોય અથવા તમારે ઇમેલને અન્ય ટેબ (કેટેગરી)માં મોકલવો હોય તો ડ્રેગ એન્ડ ડ્રોપની ફેસિલિટી તમને સરળતાનો અનુભવ કરાવશે.
advertisement
ગૂગલના કહેવા મુજબ આ નવી ડિઝાઈન યુઝરને વધુ પડતા ઇમેલનો સ્ટ્રેસ દૂર કરશે અને મહત્વના ઇમેલ મેળવવા માટે વધુ પડતી મહેનત ન કરવી પડે તે રીતે ડેવલોપ કરવામાં આવી છે. ડેસ્કટોપ, એન્ડ્રોઈડ અને એપલ એમ ત્રણેય પ્લેટફોર્મ માટે રિડિઝાઈન કરેલું આ નવું ઇન-બોક્સ યુઝરને પોતાના મેસેજીસ પર વધુ કન્ટ્રોલ મેળવવામાં મદદ કરશે. જો કે જીમેલની મોબાઈલ એપ્લિકેશનમાં નવા લૂકની ડિઝાઈન થોડી અલગ છે જેમાં Primary કેટેગરી બાય ડિફોલ્ટ પહેલાં જ જોવા મળશે.
કેવી રીતે સ્વિચ-ઓન કરશો આ લૂક?
જો કે લોકોને ખબર પડી ગઈ છે કે આ જીમેલનો નવો લૂક લોન્ચ થયો છે પરંતુ યુઝર્સ હંમેશની જેમ ગૂગલ જાતે જ અપડેટ કરશે અથવા તો નવા લૂકમાં હજુ તેમનો નંબર નથી આવ્યો તેવું વિચાર રહ્યાં છે. વેલ, આ માટે વિચારશો નહીં અને તમે આ નવો લૂક જાતે જ અપનાવી શકો છો. આ માટે તમારા જીમેલમાં જમણી બાજુ ટોપમાં તમારા યુઝરનેમની નીચે Settingsનો આઇકન છે તે ક્લિક કરો. જેમાં તમારે Configure Inbox સિલેક્ટ કરીને કેટેગરી પસંદ કરવાની રહેશે જે ટેબ તરીકે દેખાશે.
કેવી રીતે સ્વિચ-ઓન કરશો આ લૂક?
જો કે લોકોને ખબર પડી ગઈ છે કે આ જીમેલનો નવો લૂક લોન્ચ થયો છે પરંતુ યુઝર્સ હંમેશની જેમ ગૂગલ જાતે જ અપડેટ કરશે અથવા તો નવા લૂકમાં હજુ તેમનો નંબર નથી આવ્યો તેવું વિચાર રહ્યાં છે. વેલ, આ માટે વિચારશો નહીં અને તમે આ નવો લૂક જાતે જ અપનાવી શકો છો. આ માટે તમારા જીમેલમાં જમણી બાજુ ટોપમાં તમારા યુઝરનેમની નીચે Settingsનો આઇકન છે તે ક્લિક કરો. જેમાં તમારે Configure Inbox સિલેક્ટ કરીને કેટેગરી પસંદ કરવાની રહેશે જે ટેબ તરીકે દેખાશે.
advertisement
જો તમને આ નવો લૂક પસંદ ન પડે અથવા તો આ કેટેગરી ફિલ્ટરેશન તમારા માટે નકામું છે અને તમારે ફરી તમારો જૂનો Classic View લૂક જોઈતો હોય તો ઉપર મુજબ જ કરો અને કેટેગરીમાંથી ચેક માર્ક રિમૂવ કરીને ફિલ્ટરેશન દૂર કરો. Primary કેટેગરી બાય ડિફોલ્ટ તમારું ઇનબોક્સ છે જેથી તે અન-ચેક નહીં થાય.
તો પછી રાહ શેની જુઓ છો, ગો એન્ડ એક્સપિરિયન્સ ન્યૂ જીમેલ.
તો પછી રાહ શેની જુઓ છો, ગો એન્ડ એક્સપિરિયન્સ ન્યૂ જીમેલ.
advertisement


No comments:
Post a Comment