Index Labels

સૌથી મોટો સાયબર એટેક : ઇ-મેલ અને બેંકિગ સર્વિસ બંધ થવાનો ભય

. . No comments:
ઇતિહાસ પર નજર કરીએ તો વારંવાર ઇન્ટરનેટના દુશ્મનોએ દુનિયાના સૌથી મોટા નેટવર્ક ઇન્ટરનેટને નુકસાન પહોંચાડવા માટે કેટલીય વાર પ્રયત્નો કર્યા છે. જો કે આ વખતે કહેવાય છે કે સ્પેમહોસ પર થયેલો હુમલો અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક છે. સ્પેમહોસ (Spamhaus) જે ઇમેલ સ્પેમને રોકતી એક સંસ્થા છે. હા, વાયગ્રાના અને ન જોઈતી હોય તેવી દવાઓના વારંવાર ઇમેલ આવતા હોય છે તેવા સ્પેમ ઇ-મેલને ફિલ્ટર કરીને બને ત્યાં સુધી રોકીને તમારા ઇન-બોક્સને સલામત રાખવાનું કામ આ સંસ્થા કરે છે.આ હુમલો સ્પેમહોસથી નારાજ રહેલા ગ્રુપ તેમ જ અન્ય એટેકર્સ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં તેમનો મુખ્ય હેતુ ઇન્ટરનેટ પરના ટ્રાફિકને જામ કરીને કોમ્યુનિકેશન ધીમું કરી નાંખવાનો છે.



આ એટેકની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો તેના પર બહુ જાણીતી સ્ટાઈલ Distributed Denial of Service (DDoS) દ્વારા કરવામાં આવ્યો છે.  ડચની એક વેબ હોસ્ટિંગ કંપનીએ એવા ગ્રુપની વેબસાઈટને આવકાર આપ્યો જે ખાસ કરીને આવા પ્રકારની સ્પેમ ઇમેલ્સ મોકલવાની હરકત કરતું હોય છે. બસ, આ કારણોસર સ્પેમહોસની ફિલ્ટર કરવાની પ્રક્રિયાથી નારાજ થયેલા એટેકર્સે સ્પેમહોસના સર્વર પર હુમલો કરીને ઇન્ટરનેટ પર વણજોઈતી ક્વેરીઝ મોકલવાની શરૂઆત કરી દીધી જેથી કનેક્શન ધીમું પડી ગયું છે.


સ્પેમહોસના ચીફ એક્ઝ્યુકેટિવ ઓફિસર સ્ટીવ લિનફોર્ડે તેને અણધાર્યો હુમલો ગણાવ્યો છે. તેમને કહ્યું હતું કે જો નિશાના પર બ્રિટેન સરકાર હોય તો તેમાં એટલી તાકાત છે કે તેમનું બધું કામ ઠપ થઇ જાય અને ઇન્ટરનેટથી બિલ્કુલ વંચિત થઇ જાય.

લિનફર્ડે કહ્યું હતું કે જ્યારે બેંકો પર આવા સાઇબર હુમલા થાય છે તો તેમની સ્પીડ 50 ગિગાબિટ્સ પ્રતિ સેકન્ડ થઇ જાય છે. પરંતુ આ હુમલા 300 ગિગાબિટ્સ પ્રતિ સેકન્ડ પર થઇ રહ્યાં છે. બ્રિટન સરકારને ખાસ કરીને લંડન એક્સચેન્જ પર આ એટેકની અસર થાય તેનો સૌથી મોટો ભય છે.



કેવી રીતે કરવામાં આવ્યો એટેક?

એટેકેર્સ દ્વારા સ્પેમહોસના DNS (Domain Name Server) સિસ્ટમ પર હુમલો કરવામાં આવ્યો જેથી ઇન્ટરનેટના ટ્રાફિકને ડાયવર્ટ કરીને ખોટી રીતે વ્યસ્ત કરી દેવામાં આવ્યો. આ એટેકને સમજીએ તો જેમ દરેક ઓર્ગેનાઈઝેશન પોતાના પોસ્ટ કવરની પાછળ રિટર્ન એડ્રેસ ઇન્ફોર્મેશનની રિક્વેસ્ટ માટે લખતાં હોય છે. તો આવામાં જ્યારે એકસાથે બધાં ઓર્ગેનાઈઝશનને જો એકસાથે જવામ મોકલવામાં આવે તો બિનજરૂરી ડેટા ભેગો થાય તેવી જ રીતે આ પ્રકારના એટેકમાં થાય છે. જેથી ઇન્ટરનેટનો ટ્રાફિક બિનજરૂરી જગ્યાએ ઉપયોગ થાય અને વ્યસ્ત રહે છે પરિણામે દુનિયાભરમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી મળે છે.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links