Index Labels

Is it Facebook or Sexbook? Now an app to approach for sex with FB friend

. . No comments:

ફેસબુક કે સેક્સબુક : સેક્સ માટે પાર્ટનર શોધી આપતી એપ્લિકેશન

આજના જમાનામાં જ્યારે સોશ્યલ મિ઼ડીયા રિયલ લાઈફમાં એક મહત્ત્વની પ્રવૃત્તિ બની ગઈ છે ત્યારે ફેસબુક પરની 'બેંગ વિથ ફ્રેન્ડ્સ' નામની એપ્લિકેશન લોન્ચ કરાઈ છે જેમાં તમે સેક્સ માટે ફેસબુક ફ્રેન્ડ્સનો કોન્ટેક્ટ કરી શકો છો અને તે પણ ઓળખ બતાવ્યા વિના (સૌપ્રથમ પ્રપોઝ કરતી વખતે)

(તસવીર : bangwithfriends.com)

તમે ફેસબુક દ્વારા ફ્રેન્ડ્સ બન્યા, લાઈફ-પાર્ટનર્સ બન્યા કે અન્ય કોઈ રિલેશનશીપ બંધાઈ તેવા ન્યૂઝ કે કિસ્સા સાંભળ્યાં હશે. પરંતુ હવે આજે એવો સમય આવ્યો છે કે ફેસબુક દ્વારા તમે સેક્સ પાર્ટનર શોધી શકો તેવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. હા, તમને વિશ્વાસ નહીં આવે પરંતુ Bang with friends નામની એપ્લિકેશન દ્વારા તમે એનોનીમાઉસલી (ઓળખ બતાવ્યા વિના) ફેસબુક ફ્રેન્ડ્સને સેક્સ માટે કોન્ટેક્ટ કરી શકો છો.

કેવી રીતે કામ કરે છે આ એપ્લિકેશન?

જો કે આ વિવાદિત એપ્લિકેશન ગયા અઠવાડિયે લોન્ચ કરવામાં આવી હતી. જેમાં તમારે તમારા ફેસબુકના આઈડી દ્વારા લોગ-ઈન કરવાનું રહેતું હોય છે. લોગ-ઈન કર્યા બાદ તમારા ફ્રેન્ડ્સનું લિસ્ટ દર્શાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારે સેક્સ માટે કોને અપ્રોચ કરવો છે જે "Kiss Kiss Bang Bang…. Skip the chatting, and get to smacking those cheeks! Which of your friends do you want to bang?" મેસેજ સાથે દર્શાવવામાં આવે છે. ત્યાર બાદ તમે જેને અપ્રોચ કર્યો હોય તે તમારી પ્રપોઝલનો રિસ્પોન્સ આપે તો એપ્લિકેશન તમને પાર્ટનર સાથે આગળ વધવા માટે મદદ કરશે.

એપ્લિકેશન લોન્ચ થયાના અત્યાર સુધી ઓલરેડી 1000 કપલે આ એપ્લિકેશન સાથે જોડાઈને કોન્ટેક્ટ કરી લીધો છે. તેમ જ દર પાંચ મિનિટે એક યુઝર આ એપ્લિકેશન સાથે જોડાઈ રહ્યો છે.

જો કે આ એપ્લિકેશનનો વિરોધ પણ કરવામાં આવ્યો છે અને કહેવાય છે કે આ પ્રકારની એપ્લિકેશન સમાજમાં એક પ્રકારની નેગેટિવ અસર ઊભી કરશે. ફેસબુક દ્વારા જ્યારે અત્યાર સુધી ઘણાં પ્રકારના ક્રાઈમને વેગ મળ્યો છે ત્યારે દિલ્હી ગેંગરેપ જેવા પ્રકરણનો વધારો ઉમેરો આવી એપ્લિકેશન કરશે.

જ્યારે તેની તરફેણ કરનારાઓ એવી દલીલ કરી રહ્યાં છે કે લગ્નેત્તર સંબંધ બાંધવાની પ્રવૃત્તિ કંઈ આજની નથી અને સદીઓથી ચાલતું આવે છે. વળી, આ એપ્લિકેશન દ્વાર બે વ્યક્તિઓ પોતાની મંજૂરીથી સેક્સ માણવા મંજૂર થશે તો તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ.

Article Published on Gujaratimidday.com

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links