ગૂગલ એકાઉન્ટ એક્સેસ કરવા માટે હવે પાસવર્ડની જરૂર નહીં પડે?
આજે ઇન્ટરનેટ પર જ્યારે પાસવર્ડ યાદ રાખવા માટે ટફ પડી રહ્યાં છે અને
ક્રેક કરવા સરળ ત્યારે ટૂંક સમયમાં ગૂગલ એકાઉન્ટ એક્સેસ કરવા પાસવર્ડને
બદલે સ્માર્ટફોન, વીંટી કે પછી અન્ય યુએસબી ડિવાઈઝનો ઉપયોગ કરવો પડે તો
ડોન્ટ બી સરપ્રાઈઝ!
વેબ સર્ફિંગ કરવું હોય ત્યારે વારંવાર પાસવર્ડ સબમીટ કરવાની પ્રક્રિયા
કંટાળાજનક બની જતી હોય છે અને આ જ સમસ્યાને હળવી કરવા માટે ગૂગલ હવે કંઈક
નવું વિચારી રહી છે. નંબર, નામ અને સિમ્બોલ્સ દ્વારા ઓનલાઈન એકાઉન્ટને
સિક્યોર રાખવાનું ખરેખર સિક્યોર નથી રહ્યું જેથી પાસવર્ડને બદલે અન્ય કોઈ
ઓપ્શન આપવાનું ગૂગલના એક્સપર્ટ્સ શોધી રહ્યાં છે.

આગામી
મહિને ગૂગલના એક્સપર્ટ્સ આ વિશેના ઇન્વેશનની માહિતી લોકો સમક્ષ મૂકશે તેમ
જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગૂગલ સર્વિસનું કોઇ પણ એકાઉન્ટ એક્સેસ
કરવા માટે પાસવર્ડના બદલે કોઈ ફિઝીકલ કી એટલે કે સ્માર્ટ ચિપ હશે જેને
ડિવાઈઝ સાથે ફીટ કરવામાં આવશે. જેને કમ્પ્યૂટર સાથે કનેક્ટ કરતાં જ
ઓટોમેટિકલી ગૂગલનું એકાઉન્ટ લોગ-ઇન થઈ જશે.
આ વિશેના ઓપ્શન વિશે
જણાવતાં ગૂગલ એક્સપર્ટ્સ કહે છે કે પ્રથમ ઓપ્શન યુબીકી (yubikey) છે જે
કમ્પ્યૂટરમાં જોડતાંની સાથે જ સ્પેશ્યલ મોડિફાઈડ ક્રોમ બ્રાઉઝર પણ એક્સેસ
કરવા મળશે અને ગૂગલ ઓપન કરવા માટે પાસવર્ડની જરૂર નહીં પડે.
બીજા
અન્ય ઓપ્શન તરીકે ફિંગર રીંગનો વિચાર કરવામાં આવ્યો છે જેમાં સ્માર્ટ ચિપ
ફીટ કરવામાં આવે અને કમ્પ્યૂટર પર ટેપ કરવાથી ગૂગલ એકાઉન્ટ કનેક્ટ થઈ જશે.
આ
ઉપરાંત મોબાઈલ ફોન પણ ઓપ્શન તરીકે વિચારવામાં આવી રહ્યો છે જેમાં
સ્માર્ટફોન દ્વારા કમ્પ્યૂટર કનેક્ટ થશે અને ગગૂલ સર્વિસનો લાભ મેળવી
શકાશે. જેના માટે કદાચ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરના ઇન્ટરનેટ કનેક્શનની પણ
જરૂર નહીં પડે.
જો કે યુએસબી ડ્રાઈવ, સ્માર્ટફોન કે પછી ફિંગર રીંગ
પાસવર્ડ તરીકે યુઝ કરવાનું જેટલું સિક્યોર લાગી રહ્યું છે તેની સાથે સાથે
કારની ચાવી અને ક્રેડિટ કાર્ડ જે રીતે ખોવાઈ જાય છે તેમ આ પણ ખોવાઈ જવાનો
ડર સતાવશે. પરંતુ ગૂગલના સિક્યોરીટી એક્સપર્ટ્સે કહ્યું હતું કે આ ડિવાઈઝ
ચોરી કે ખોવાઈ જાય તેની જાણ કરવા માટેની પણ એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં
આવશે.
No comments:
Post a Comment