Index Labels

ગૂગલ પ્લસ : લેટ્સ ચેક…કેટલું પ્લસ, કેટલું માઈનસ

. . No comments:

ફેસબુકના ફેસ પર તમાચો મારવા ગૂગલે દરેક તૈયારી સાથે એકવાર ફરીથી કમર કસીને સોશિયલ નેટર્વિંકગ વેબસાઈટ શરૃ કરી છે. ગૂગલ + ના નામથી શરૃ થયેલી આ સોશિયલ નેટવર્ક સાઈટ ફેસબુકના ૬૦ કરોડ ચાહકોને આકર્ષવામાં સફળ થશે? આવો ગણતરી કરીએ ગૂગલ + કેટલું પ્લસ અને કેટલું માઈનસ છે?

ઇન્ટરનેટપ્રેમીઓએ તો ગૂગલ + નામ સાંભળી જ લીધું હશે જ્યારે કેટલાંક સ્માર્ટ યુઝર્સે તો તેનો ઉપયોગ પણ શરૃ કરી દીધો હશે. જો કે હજુ આમંત્રણ દ્વારા જ ગૂગલ પ્લનું એકાઉન્ટ ખૂલી શકે છે. જેમાં અમુક ભાગ્યશાળી લોકોને ગૂગલે જ આમંત્રણ આપી દીધું હતું. વેલ, ગૂગલે પોતાના Wave અને Buzz જેવાં નિષ્ફળ પ્રોજેક્ટ બાદ તેમ જ ઓરકુટની પછડાટ બાદ સારા એવાં લાંબા અભ્યાસ પછી ગૂગલ + ને રજૂ કર્યું છે. પરંતુ ગૂગલ + પર હાથ અજમાવતા પહેલી નજરે લૂક એન્ડ ફીલ સિવાય સર્વિસમાં ફેસબુક કરતાં કાંઈ નવું લાગે તેમ નથી. જેથી કદાચ ફેસબુકના જે રિયલ ફેન છે તેમને ગૂગલ પર ઢસડી લાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું થશે એ વાત ચોક્કસ કહી શકાય. તેમ છતાં રિચ લૂકમાં ગૂગલ + સોયે સો ટકા ફેસબુકને મ્હાત આપે છે તેમ કહી શકાય. વિડીયો માટે યુટયુબનો વિશાળ સંગ્રહ, ફોટો માટે પિકાસાનું જોડાણ વગેરે જેવી સેવા ગૂગલ પ્લસમાં ખૂબ જ સરળતાનો અનુભવ કરાવે છે. જો કે ફેસબુક અને ગૂગલ બંને ઈન્ટરનેટ જગતની મોટાં ગજાની કંપની છે અને બંનેનો ચાહકવર્ગ ખૂબ જ બહોળો છે. ગૂગલ + હજુ તેના શરૃઆતના તબક્કામાં છે જેથી ફેસબુક કરતાં સારું છે કે ખરાબ અથવા તો ફેસબુક છોડીને ગૂગલ + પર જવું તેનો નિર્ણય કરવો ઉતાવળભર્યું પગલું કહેવાશે. તેમ છતાં ચાલો ફેસબુક અને ગૂગલ + બંનેની સર્વિસનું એક વિશ્લેષણ કરી જોઈએ.

ગૂગલ + અને ફેસબુકની સર્વિસની સરખામણી

GOOGLE +

FACEBOOK

Circles

Result : 10/10

Friends list

Result : 8/10

Ø ગૂગલ Circles એ ફ્રેન્ડ્ઝ ગ્રુપને મેનેજ કરવા માટની સર્વિસ છે જેને ફેસબુકની જેમ જ અલગ અલગ નામથી બનાવી શકાય છે. જે તે સર્કલમાં તમે તમારા મિત્રોને એડ કરી શકો છો.

Ø ડ્રેગ એન્ડ ડ્રોપ ફેસિલીટી ગ્રુપ મેનેજ કરવામાં એકદમ સરળતા રહે છે.

Ø તમે Circle સિલેક્ટ કરીને તે સર્કલ સીમિત જ માહિતી શેર કરી શકો છો.

Ø સર્કલમાંથી ફ્રેન્ડને વ્યક્તિગત અલગ કરી શકાતાં નથી તેમ જ તેમની સાથે વ્યક્તિગત માહિતી શેર થઈ શકતી નથી.

Ø ફેસબુકમાં તમે ફ્રેન્ડ્ઝને ગ્રુપ મુજબ તેમના અલગ અલગ લિસ્ટ બનાવી શકો છો. જેમ કે ઓફિસ, ફ્રેન્ડ્ઝ, બેસ્ટ ફ્રેન્ડઝ, ફેમીલી વગેરે.

Ø ગૂગલ + ની સરખામણીમાં ફ્રેન્ડ્ઝ લિસ્ટ મેનેજ કરવું ઓછું યુઝર ફ્રેન્ડલી છે.

Ø અહીં પણ તમે ફ્રેન્ડ્ઝ લિસ્ટ સિલેક્ટ કરીને તે ગ્રુપ સીમિત જ માહિતી શેર કરી શકો છો.

Ø જ્યારે ફેસબુકમાં વ્યક્તિગત માહિતી પણ શેર કરી શકાય છે.

Stream

Result : 8/10

News Feeds

Result : 8/10

ગૂગલનું 'સ્ટ્રીમ' એટલે કે ફેસબુકનું 'ન્યૂઝ ફીડ્ઝ' જ્યાં તમે તમારા ફ્રેન્ડ્ઝની દરેક અપડેટ્સ, ફોટો, વિડીયો વગેરે શેર કરેલી માહિતી જોઈ શકો છો. ફેસબુકની જેમ જ અહીં પણ અપડેટ્સ પર કોમેનટ, શેર કરી શકાય છે. ફેસબુકમાં Like છે તેવી રીતે પ્લસમાં (+1) બટન છે.

ફેસબુકમાં પણ ઉપરોક્ત બધી જ સર્વિસ હાજર છે. ફક્ત ગૂગલ + ની જેમ મોબાઈલથી ઈન્સ્ટન્ટ ફોટો ફેસબુકની વોલ પર પોસ્ટ કરી શકાતો નથી. જેથી ગૂગલ + ફેસબુકથી થોડું અહી ચઞિયાતું દેખાય છે. તેમ છતાં ગૂગલ પ્લસમાં ફેસબુકની જેમ વોલ પર Ask Question અને Poll જેવી પોપ્યુલર સર્વિસ હજુ હાજર નથી.

Hangout

Result : 10/10

Video Chat

Result : 6/10

Ø ગૂગલ પ્લસનું સૌથી સારું અને અલગ ફીચર છે Hangout જેમાં ૧૦ ફ્રેન્ડ્ઝ સુધી તમે ગ્રુપ વિડીયો ચેટિંગ કરી શકો છો.

Ø ચેટિંગ પ્રાઈવેટ અને પબ્લિક એમ બંને રીતે કરી શકાય છે ઉપરાંત યુટયુબના વિડીયો જોઈ તેમ જ શેર પણ કરી શકાય છે. વળી, તમે ચેટિંગ દરમ્યાન કોઈને પણ તેમાંથી આઉટ ન કરી શકો.

Ø હેન્ગઆઉટ' ગ્રુપ ચેટિંગ માટે છે પરુંત ગૂગલ પ્લસમાં વ્યક્તિગત વિડીયો ચેટ માટે 'Gtalk' પણ હાજર છે, જેથી અહીં પણ બેવડી સેવા આપીને 'ગૂગલ +’ પ્લસમાં છે.

Ø ફેસબુકમાં ગ્રુપ વિડીયો ચેટ હજુ હાજર નથી. પરંતુ સ્કાયપે સાથે મળીને વિડીયો ચેટિંગ શરૃ કર્યું હોવાથી ગ્રુપ વિડીયો ચેટ લાવવું ફેસબુક માટે અઘરું નહીં રહે.

Ø ફેસબુકમાં ચેટિંગ દરમ્યાન વિડીયો શેરિંગ શક્ય નથી.

Huddles

Result : 9/10

Facebook Chat for mobile

Result : 8/10

ગૂગલ પ્લસની આ સેવા ખૂબ જ યુઝર ફ્રેન્ડલી હોવાની સાથે સાથે મોબાઈલમાં (Android & iPhone) ગ્રુપ ચેટિંગ કરી શકાય છે.

ફેસબુકની ચેટિંગ માટે મોબાઈલની કોઈ અલગથી એપ્લિકેશન નથી. પરંતુ થર્ડ પાર્ટી ચેટ એપ્લિકેશન દ્વારા મોબાઈલમાં ચેટિંગ શક્ય છે.

Gtalk

Result : 10/10

Facebook Chat

Result : 10/10

ગૂગલે વ્યક્તિગત ચેટિંગ માટે પોતાની જાણીતી એવી Gtalkનું ઈન્ટીગ્રેશન કરી નાંખ્યું છે. જેથી વ્યક્તિગતની સાથે સાથે ગ્રુપ ચેટ પણ કરી શકાય છે.

ફેસબુકમાં સૌથી વધુ ઉપયોગી થતું એવું ફીચર હોય તો તે છે ચેટિંગ. જો કે હાલમાં જ ગ્રુપ ચેટિંગની સેવા પણ તેમાં ઉમેરવામાં આવી છે.

Google+ Location

Result : 9/10

Facebook Place

Result : 9/10

અહીં તમે સીધી જ તમારી Stream સ્ક્રીન પરથી જ તમારું લોકેશન એડ કરી શકો છો.

તમારી Android એપ્લિકેશન દ્વારા તમે ચેક-ઈન તેમ જ અપડેટ કરેલા લોકેશનની નજીકના વિસ્તારના ફ્રેન્ડ્ઝની અપડેટ્સ તેમ જ અન્ય માહિતી મેળવી શકો છો.

જ્યારે ફેસબુકમાં સીધી Wall સ્ક્રીન પરથી લોકેશન એડ કરી શકાતું નથી.

Facebook for mobile દ્વારા તમે ચેક-ઈન તેમ જ અપડેટ કરેલા લોકેશનની નજીકના વિસ્તારના ફ્રેન્ડ્ઝની અપડેટ્સ તેમ જ અન્ય માહિતી મેળવી શકો છો.


હજુ ગૂગલ + ફેસબુકની સરખામણીમાં ક્યાં માઈનસ છે
?

ફેસબુક અને ગૂગલ+ માં આમ તો બધી સર્વિસ સરખી છે જેમ કે Photos, Videos, Profile વગેરે પરંતુ તેમ છતાં અમુકના નામકરણ અલગ કરવામાં આવ્યું છે. જેની માહિતી નીચે પ્રમાણે છે. તો આવો તેમનું વિશ્લેષણ કરીએ અને તેમનું પરિણામ જાણીએ.

Facebook page

બિઝનેસમેન તેમ જ સેલિબ્રિટીઝ માટે ફેસબુક ફેન પેજ ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. જ્યારે ફેસબુક પેજ સર્ચ રિઝલ્ટમાં પણ પ્રથમ મળી આવતાં ધંધાદારી વ્યક્તિઓ માટે આશીર્વાદરૂપ નીવડયું છે. જ્યારે આ સેવા હજુ ગૂગલમાં દેખાતી નથી પરંતુ સમાચાર મુજબ ટૂંક સમયમાં ગૂગલ પણ ‘બિઝનેસ પ્રોફાઈલ’ના નામથી આ પ્રકારની સેવા ચાલુ કરશે.

Facebook Games

કોઈ પણ સોશિયલ નેટર્વિંકગ સાઈટ ગેમ્સ વિના અધૂરી જ લાગે. કારણકે ગેમ્સ એવી વસ્તુ છે જે તેમને ફ્રી ટાઈમમાં મનોરંજન પૂરું પાડે. તેમાં પણ ફેસબુકમાં ગેમ્સ વિભાગ તેના ચાહકોમાં સૌથી લોકપ્રિય વિભાગ છે જેથી ગૂગલે પણ ગેમ્સ તો લાવવી જ રહી.

Private Messaging

ફેસબુકમાં ગ્રુપ ચેટિંગની સાથે સાથે પ્રાઈવેટ ચેટિંગનો સૌથી વધુ ઉપયોગ થાય છે જે ગૂગલ પ્લસમાં હાલ ક્યાંય દેખાતું નથી. ગૂગલ ટોકમાં ચેટિંગ કરી શકાય છે પરંતુ ગૂગલ પ્લસના ફ્રેન્ડ્ઝ અને જીમેલના ફ્રેન્ડ્ઝ એમ બંને ગૂગલ ટોકમાં દેખાતાં હોવાથી થોડોક અલગ અનુભવ થાય છે.

ફેસબુકને ગૂગલ+ થી સૌથી મોટો કયો ડર રહેશે?

ગૂગલ પ્લસથી ફેસબુકને પોતાની સૌથી મોટી મિલકત આંચકાઈ જવાનો ડર રહેશે. એટલે કે ફેસબુક ડેવલોપર્સ, કારણકે ડેવલોપર્સ દ્વારા જ બનેલી ફેસબુકની ઘણી બધી એવી એપ્લિકેશન અને ગેમ્સ છે જેણે ફેસબુકને વધુ લોકપ્રિય બનાવ્યું છે. જો કે ગૂગલ પ્લસમાં હજુ ડેવલોપર્સ માટે પ્લેટફોર્મ આપવામાં આવ્યું નથી પરંતુ ગૂગલ માટે આ કંઈ અઘરું કામ નથી કારણકે તેની ‘ગૂગલ લેબ્સ’ સેક્શન આ પ્રકારનું જ કામ કરે છે જેને ફક્ત અહીં જોડવાનું જ રહેશે.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links