કેટલીક સાઈટ્સ જેમણે પલટી રિયલ અને વર્ચ્યુઅલ લાઈફની કાયા
કરોડો વેબસાઈટ્સના મહાસાગરમાં અલભ્ય હીરા-મોતી જેવી અમુક ચુનંદા વેબસાઈટો છે જેણે સામાન્ય માણસની રિયલ અને વર્ચ્યુઅલ લાઈફની કાયા પલટી નાંખી છે. કઈ છે આવી સાઈટ્સ?
Yahoo.com
શરૃઆતથી નેટીઝનની ફેવરિટ રહેલી આ વેબસાઈટને લગભગ રોજ ૪૦થી ૫૦ કરોડ લોકો પોતાના કમ્પ્યુટરમાં નિહાળતા રહે છે. સ્ટેનફોર્ડ યુનિ.ના બે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ નાની ડિરેક્ટરી વેબસાઈટથી શરૃ કરેલો આઈડિયા આજે અબજો રૃપિયા રળતી બિગ કંપની બની ગઈ છે. શરૃઆતી સમયમાં સર્ચ એન્જિન સેવા ચાલુ કરી અને ત્યાર બાદ ઈ-મેલ સેવામાં લગભગ એક દાયકો ઈજારાશાહી ભોગવીને નેટિઝનની જાન બની ગઈ આ વેબસાઈટ. ત્યાર બાદ યાહૂએ પાછું વળીને ન જોતા અન્ય ઈન્ટરનેટ કંપનીઓ પણ ખરીદી નાંખી હતી જેમ કે જીયોસિટિઝ,ઈગ્રુપ્સ, અને વેબ રેડિયો કંપની બ્રોડકાસ્ટ ડોટ કોમ પણ યાહૂએ હસ્તગત કરવામાં છોડી ન હતી. ફક્ત તમારી જાણ ખાતર કે Yahoo નું સાચું અને આખું નામ છે Yet Another Hierarchical Officious Oracle
Amazon.com
એમેઝોન આજે વેબસાઈટથી વધીને એક ઓનલાઈન રિટેલ શોપ બની ગઈ છે. તેમાં પણ ખાસ કરીને બુક્સ માટે ઓનલાઈન ખરીદી માટે આ વેબસાઈટનો લગભગ કોઈ વિકલ્પ નથી. કહેવાય છે કે પૃથ્વી પરનો સૌથી મોટો બુક સ્ટોર Cadabra છે. હા, amazonનું સૌ પ્રથમ નામ Cadabraહતું. પરંતુ ત્યાર બાદ સૌથી વિશાળ અને લાંબા પર્યાયને આંબવા માટે એમેઝોન જે સૌથી મોટી નદી છે તેના નામનો સહારો લઈ કંપનીનું નવું નામ રાખવામાં આવ્યું. આજે બુક્સ સિવાય પણ સીડી, ડીવીડી, કમ્પ્યુટર સોફ્ટવેર, ગેમ્સ, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, ર્ફિનચર જેવી ઘણી વસ્તુઓ ઓનલાઈન ખરીદવા માટે લગભગ ૪ કરોડ જેટલાં ગ્રાહકો ઉમટી પડે છે. આજે એમેઝોનની વાર્ષિક નેટ આવક લગભગ રૃ.૧૦૦ કરોડ જેટલી છે.
drudgereport.com
ફક્ત ઈમેલ ન્યૂઝલેટર્સ દ્વારા સમાચાર અને અન્ય ખબરોને લોકો સુધી પહોંચાડવામાં આવતી મેટ્ટ ડ્રજ દ્વારા. સૌ પ્રથમ પોસ્ટ તેણે ૧૯૯૪માં કરી હતી અને ત્યાર બાદ તે અમેરિકાના રાજકારણમાં સૌથી પાવરફુલ મીડિયા આઉટલેટ તરીકે ઉભરી આવ્યું હતું. રોજના લગભગ ૧ કરોડ જેટલાં ન્યૂઝ ચાહકો આજે પણ તેને બ્રેકિંગ ન્યૂઝ તરીકેની વેબસાઈટ માટે સૌથી યોગ્ય ગણે છે.
મેટ્ટ ડ્રજ શરૃઆતી સમયમાં ટીવી અને ઈન્ટરનેટના સહારે ગોસિપ્સ અને સમાચારો પોતાની વેબસાઈટ પર પોસ્ટ કર્યા રાખતો હતો જેમાં લગભગ મોટા ભાગના ન્યૂઝ રિયલ ન્યૂઝ વેબસાઈટ પર રિડાયરેક્ટ થઈ જતા હતા. તેમ છતાં પોતે અમુક ન્યૂઝ જાતે જ લખતો હતો અને મોનિકા લેવેન્સ્કીના સેક્સ સ્કેન્ડલના ન્યૂઝને સૌપ્રથમ બ્રેક કરનાર આ જ વેબસાઈટ હતી. વિવાદોના કારણે વેબસાઈટને ‘લોકશાહી માટે ભયજનક’ અને ‘ઈડિયટ વીથ અ મોડમ’ જેવાં ઉપનામો પણ આપવામાં આવ્યાં છે.
eBay.com
આજથી ૧૫ વર્ષ પહેલાં ઘેર બેઠાં શોપિંગ કરવાના યુનિક કોન્સેપ્ટને ીમ્ટ્વઅએ સફળ સાબિત કરી બતાવ્યો છે. શોપિંગ સાથે ઓનલાઈન ઓક્શનનો પણ સૌ પ્રથમ સફળ કોન્સેપ્ટ eBayના નામે જ રહ્યો છે. આજે અબજો રૃપિયા કમાતી વેબસાઈટ બની ગયેલી eBay પર આવતા વિઝીટર્સની સંખ્યા લગભગ ૧૬થી ૧૮ કરોડ જેટલે પહોંચી છે. વેબસાઈટ પર સૌ પ્રથમ વેચાણ તૂટેલા લેસર પોઈન્ટરનું થયું હતું. ત્યાર બાદ શોપિંગ અને ઓક્શન વેબસાઈટની સફળતાની સાથે સાથે ઈન્ટરનેટની માંધાતા કંપની ગણાતી પે-પલ અને સ્કાયપેને પણ ીમ્ટ્વઅ ખરીદી પોતાનું સ્થાન મજબૂત કરી લીધું હતું.
salon.com
એક હડતાળના કારણે જન્મેલી વેબસાઈટ લોકપ્રિય બની જશે તેની કોઈને આશા પણ ન હતી. જ્યારે સાન ફ્રાન્સિસ્કોની એક અખબાર કંપનીએ ૨ સપ્તાહ જેટલા સમય માટે શટર પાડયાં હતાં તે દરમ્યાન તેના જ રિપોર્ટરોએ જાતે HTML શીખી તે સમયે આધુનિક રીતે સમાચાર આપવાનો વિચાર કર્યો. બસ, આ વિચારે બનાવી દીધી salon.com અને બની ગઈ લોકોની પ્રિય ન્યૂઝ વેબસાઈટ. ઓનલાઈન મેગેઝિનના કોન્સેપ્ટ લાવવામાં આ વેબસાઈટનો મોટો ફાળો રહ્યો છે.
craigslist.org
કદાચ ઈન્ટરનેટ પર સૌથી સાદી અને સરળ વેબસાઈટ તરીકે આ સાઈટને ગણી શકાય એમ છે,પરંતુ તેના પાવર અને લોકપ્રિયતાને જરા પણ ઓછી આંકી શકાય તેમ નથી. ક્રેઈગલીસ્ટ એ એવી વેબસાઈટ છે જેમાં લગભગ દરેક વસ્તુને તમે શોધી તેમ જ તમારી ધંધા કે સેવાની જાહેરાત ફ્રી કરી શકો છો. કદાચ આ બધા માટે આજે અલગ અલગ વેબસાઈટો બની ગઈ છે પરંતુ સૌ પ્રથમ ચીલો ચાતરવામાં આ વેબસાઈટનું નામ જ આવે છે. વેબસાઈટ પર મહિને ૪ અબજ પેજ વ્યૂઝ મળે છે જે તેની સફળતા અને લોકપ્રિયતા પુરવાર કરવા સમર્થ છે.
easyjet.com
બ્રિટનની સૌથી મોટી બજેટ એરલાઈન કંપની છે જે સૌથી વધુ પેસેન્જર્સ મેળવે છે. ઈન્ટરનેટ દ્વારા પેસેન્જર્સ મેળવવાની સફળ શરૃઆત વર્ષ ૧૯૯૫થી easyjet.com જ કરી હતી. અને વર્ષમાં લગભગ ૩ થી ૪ કરોડ પેસેન્જર્સ આ વેબસાઈટ દ્વારા મુસાફરી કરે છે તે તેની સફળતા પર સવાલોનો અંત લાવે છે. શરૃઆતમાં પોતાના પિતા પાસેથી ૩૦ મિલિયન પાઉન્ડ લઈeasyjet.comની સ્થાપના કરી હતી જે આજે સફળતાના શિખરે છે.
slashdot.org
૨૧ વર્ષની યુવાવયે રોબે આ વેબસાઈટ ચાલુ કરી હતી જેને કદાચ આજના જમાનામાં બ્લોગ કહી શકાય. વેબસાઈટ પર એવા પ્રકારના ન્યૂઝ અને ચર્ચા મૂકવામાં આવતી જે ખાસ કરીને ટેક્નોલોજી અને ટેકનિકલ વ્યક્તિને ઉપયોગી હોય. બસ, ઈન્ટરનેટ અને ટેક્નોલોજીના શરૃઆતી યુગમાં જોરદાર એવો પ્રભાવ આ વેબસાઈટનો રહ્યો હતો અને લોકોને ઉપયોગી નીવડી હતી. લોકો આ વેબસાઈટ પર ન્યૂઝ અને કોમેન્ટ્સ સબમીટ કરતાં રહ્યાં અને તે સમયે વેબસાઈટ આધુનિક પ્રકારની ચર્ચા અને ખબરોની આપ-લેમાં એક ઉત્ક્રાંતિ લાવી દીધી હતી. લગભગ રોજ ૩થી ૪ લાખ લોકોનો જમેલો આ વેબસાઈટ પર થવા લાગ્યો હતો. રોબે પોતાની પ્રેમિકાને વર્ષ ૨૦૦૨માં આ જ વેબસાઈટ દ્વારા લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
Google.com
આજથી ૧૨ વર્ષ પહેલાં કદાચ પોતાની ઓળખ માટે ગૂગલ ઝઝૂમી રહ્યું હતું ત્યારે આજે તેની સફળતાની હદ એટલી પાર થઈ ગઈ છે કે ઓક્સફર્ડ ડિક્શનરીમાં ગૂગલ શબ્દના પર્યાય તરીકે ઈન્ટરનેટના સૌથી મોટા સર્ચ એન્જિન તરીકે સમાવાયો છે. સર્ચ એન્જિનની છાપ ગાઢ બનાવીને ગૂગલ આજે ઈમેલ, સોશિયલ નેટર્વિંકગ, મેપ્સ અને ન જાણે કેટકેટલી સેવાઓ આપી રહ્યું છે. લગભગ રોજ એક અબજ જેટલી સર્ચ ક્વેરીઝ ગૂગલ ઉપર આવી રહી છે. ગૂગલનો ઉપયોગ એટલી હદે વધ્યો છે કે લોકોની યાદશક્તિ અને વિચારશક્તિને ઓછી કરી દીધી છે તેવું સાબિત થયું છે.
wikipedia.com
આ વેબસાઈટનું મૂલ્ય જેટલું માનીએ તેટલું ઓછું છે. એક યંગ છોકરો, જિમ્મી વેલ્સ જે ક્લાસરૃમમાં પોતાના ત્રણ મિત્રો સાથે એન્સાયક્લોપીડિયા વિશે ચર્ચા કરતો હતો ત્યાં સુવિધા અને માહિતીના અભાવે જિમ્મીને ચીડ ચઢી હતી અને બસ તેનું સોલ્યુશન શોધવા લાગ્યો અને રચના કરી નાંખી વિકીપીડિયાની. આ વેબસાઈટ ફ્રી ઓનલાઈન એન્સાયક્લોપીડિયા છે જ્યાં કોઈ પણ પોતાનું જ્ઞાન પ્રદાન કરી શકે છે તેમ જ તેને એડિટ પણ કરી શકે છે. આજે તેની વિશ્વસનીયતા એટલી વધી ગઈ છે કે લોકો માહિતી માટે તો ઠીક પરંતુ તેને બ્રેકિંગ ન્યૂઝ માટે પણ ઉપયોગ કરતાં થયાં છે. આ વેબસાઈટમાં એવું કંઈ પણ નથી કે જેના વિશે તમે વિસ્તૃત માહિતી ન મેળવી શકો.
myspace.com
સોશિયલ નેટર્વિંકગ, આ શબ્દ કદાચ આજથી ૪-૫ વર્ષ પહેલાં લોકો માટે અપરિચિત અને નવો હતો, પરંતુ આજે સૌ કોઈ જાણે છે આ શબ્દનો અર્થ. કદાચ તમને થતું હશે કે સોશિયલ નેટર્વિંકગ સાઈટ માટે સૌથી લોકપ્રિય વેબસાઈટ ફેસબુક છે તો? તમારી વાત એકદમ સાચી છે,પરંતુ આ સોશિયલ નેટર્વિંકગનો સૌ પ્રથમ સફળ કોન્સેપ્ટ myspace.comને આભારી છે. જો કે ફેસબુકે ૨૦૦૬માં આવીને લગભગ દરેક સોશિયલ નેટર્વિંકગ સાઈટોને ઠપ્પ કરી દઈ નંબર ૧ બની ગઈ છે, પરંતુ તે વખતે લગભગ અન્ય સોશિયલ નેટર્વિંકગ સાઈટોની ખામીઓને ધ્યાનમાં રાખી પોતાની વેબસાઈટમાં બધું જ સમાવી માયસ્પેસ સફળ રહી હતી. તેમ છતાં ૧૦ કરોડ જેટલા યુઝર્સ આજે પણ માયસ્પેસને પ્રેમ કરે છે.
youtube.com
હર્લી અને સ્ટીવ ચેનને વીડિયો શેરિંગ માટે પડતી તકલીફનો વિચાર એક ડિનર પાર્ટીમાં ઉદ્ભવ્યો હતો અને તેમને અંદાજ પણ ન હતો કે તેમનો આ વિચાર એક ક્રાંતિ લાવી દેશે. ઓનલાઈન વીડિયો શેરિંગ માટેનો એક યુનિક આઈડિયા આજે લગભગ ઈન્ટરનેટ યુઝર્સનો મોટા ભાગનો વર્ગ અપનાવી રહ્યો છે. યુટયુબની સફળતાને જાણી ગયેલ ગૂગલે તેને વર્ષ ૨૦૦૬માં ખરીદી લીધી હતી. રોજના લગભગ ૧૦ કરોડ જેટલાં વીડિયો નેટીઝનો દ્વારા જોવામાં આવે છે ત્યારે તેની લોકપ્રિયતાનો અંદાજ આરામથી મેળવી શકાય છે. આજે પણ વીડિયો માટેની વેબસાઈટ તરીકેની ઈજારાશાહી યુટયુબના નામે જ છે.
Above article published in Sandesh - A Leading Gujarati daily. Covered in 'Ardha Saptahik' Supplement
No comments:
Post a Comment