Index Labels

Send SMSes to your friends thru Internet on F'ship Day

. . No comments:
ફ્રેન્ડશીપ ડેના દિવસે મોકલો SMS ઈન્ટરનેટ દ્વારા

ઓગસ્ટનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે. આ દિવસે ફ્રેન્ડ્ઝ ગ્રૂપ દે ધનાધન એકબીજાને ફોન કે ગેટ-ટુ-ગેધર દ્વારા ફ્રેન્ડશીપ ડે વિશ કરતા હોય છે, પરંતુ રૂબરૂ અને ફોન કરતાં વધારે આજની મોબાઈલ જનરેશનને SMS દ્વારા આવી પ્રવૃત્તિઓ કરવાની બહુ જ મજા પડે છે. એમાં પણ આજની મોબાઈલ સર્વિસ કંપનીઓની ફ્રી SMS સ્કીમથી તો યંગસ્ટરને જલસા પડી ગયા છે, પરંતુ એમાં તહેવારો, મહત્ત્વના દિવસો અને રજાના દિવસે SMSનો ચાર્જ લાગે છે ત્યારે અમુક લોકોના હાથ પાછા ખેંચાય છે, પરંતુ મિત્રો જો આવા જ દિવસે આપણા પ્રિયજનોને શુભેચ્છા પાઠવીએ નહીં તો પછી SMS સર્વિસ નકામી લાગે ખરું ને !

ડોન્ટ વરી, તમારી આ મૂંઝવણની સામે ઈન્ટરનેટ તમારી મદદે છે, કારણ કે ઈન્ટરનેટ દ્વારા તમે તમારા પ્રિયજનોને ગમે તેટલા મેસેજીસ મોકલી શકો છો અને એ પણ એકદમ ફ્રી !. . ઈન્ટરનેટ ઉપર આવી વેબસાઈટોનો ઢગલો છે જેમાં તમે તમારી ગમતી વ્યક્તિનો મોબાઈલ નંબર અને તમારો મેસેજ ભરીને તરત જ મેસેજ મોકલી શકો છો. આ માટે અમુક વેબસાઈટમાં મર્યાદિત મેસેજીસ મોકલી શકાય છે જ્યારે અમુક ઉપર અમર્યાદિત મોકલી શકાય છે. વધુમાં તમે ગ્રૂપ પ્રમાણે તમારું ફ્રેન્ડલિસ્ટ બનાવીને ગ્રૂપ મુજબ પણ મેસેજીસ મોકલી શકો છો.

તો ફ્રેન્ડ્ઝ હવે મોબાઈલનું બિલ વધાર્યા વગર ઈન્ટરનેટ દ્વારા તમારા મિત્રોને 'હેપ્પી ફ્રેન્ડશીપ ડે' કહેવાનું ચૂકતાં નહિ. હેપ્પી ફ્રેન્ડશીપ ડે ઈન એડવાન્સ... !!

http://www.way2sms.com
http://www.smsgupshup.com
http://www.smscountry.com/
http://www.aasma.com/
http://www.txt2day.com/
http://www.telecomspace.com/
http://www.krify.com/
http://www.sms.ac/
http://www.sms-india.com/
http://www.atrochatro.com/
http://www.thesmszone.com/
http://www.funsms.net/
http://www.160by2.com

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links