Index Labels

Online Forum - A platform to put your views and thoughts in front of world

. . No comments:

ઈન્ટરનેટ ફોરમ - વિચારો અને મંતવ્યોને દુનિયા સમક્ષ મૂકવાનું મંચ



આજે ઈન્ટરનેટનો ઉપયોગ મોટા ભાગના લોકોનો દિનચર્યાનો તથા અનિવાર્ય ભાગ બની ગયો છે. ઈન્ટરનેટની પ્રગતિ અને ગતિશીલતા તેના પ્રારંભથી જ અદ્ભુત રહી છે. ડિરેક્ટરી, ઈ-મેલ, ચેટિંગ અને બીજી ઘણી બધી જીવન ઉપયોગી સવલતો ઈન્ટરનેટ આપણને સતત આપતું આવ્યું છે. તેનો જ એક ઉમદા નમૂનો છે ઈન્ટરનેટ ફોરમ (Internet Forum).

આ એક પ્રકારની વેબ એપ્લિકેશન છે જેમાં ઓનલાઈન ચર્ચા-વિચારણા કરી શકાય તેમજ યુઝર પોતાને ગમતાં વિષય મુજબના મુદ્દાઓ પોસ્ટ કરી શકે છે. ઇન્ટરનેટ ફોરમને વેબ ફોરમ, મેસેજ બોર્ડ, ડીસ્કશન ગ્રૂપ, ડીસ્કશન બોર્ડ, ડીસ્કશન ફોરમ, બુલેટીન બોર્ડ અને સામાન્ય ફોરમ વગેરે જેવાં નામોથી પણ ઓળખવામાં છે. ઓનલાઈન ફોરમ કે બોર્ડ દ્વારા કોઈ સંપૂર્ણ કોમ્યુનિટી કે સ્પષ્ટ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવે છે. ઈન્ટરનેટ ફોરમ યુઝર્સને વર્ચ્યુઅલી વાર્તાલાપ કરવા માટેનું ઓપન પ્લેટફોર્મ પૂરૃ પાડે છે. આ ફોરમમાં મેસેજ સમય મુજબ અપડેટ કરેલા ક્રમ અથવા દલીલ કરેલા (થ્રેડેડ ડીસ્કશન) ક્રમમાં સજાયેલા જોવા મળે છે. આજે ડોક્ટર્સ, બ્યુટીશીયન્સ, યંગસ્ટર્સ જેવાં ગ્રુપ્સ ઈન્ટરનેટ ફોરમનો ઉપયોગ પોતાના મંતવ્યો અને વિચારસરણી ફેલાવવા માટે મુક્તપણે કરી રહ્યાં છે.

ટેક્નોલોજી, કોમ્પ્યુટર ગેમ્સ, વિડીયો ગેમ્સ, સ્પોર્ટ્સ, ફેશન, ધર્મ, રાજકીય વગેરે જેવી ફોરમની થીમ્સ ઓનલાઈન ઉપલબ્ધ છે. જેમાં ઈન્ટરનેટ યુઝર્સે રેગ્યુલર ચર્ચા કરતાં રહી તેનો ઉપયોગ સતાર્થ સાબિત કર્યો છે. ઈન્ટરનેટ અને કોમ્પ્યુટરની ભાષાને લગતાં ફોરમનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે. ઈન્ટરનેટ ફોરમમાં મેસેજ પોસ્ટ કરવા માટે બે પ્રકારની પદ્ધતિ ચાલતી હોય છે (૧) મેમ્બરશિપ અને (૨) એનોનીમીટી. જેમાં મેમ્બરશીપ ફોરમમાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય છે અને એનોનીમાઉસ ફોરમમાં ફરજિયાત હોતું નથી. આજે ઈન્ટરનેટ ઉપર સંપૂર્ણ ફોરમની વેબસાઈટ તો ઉપલબ્ધ તો છે જ પરંતુ હવે જુદી જુદી કંપનીની વેબસાઈટો પણ 'ડીસ્કશન ફોરમ' કે 'બુલેટીન બોર્ડ' નો નિયમિત પોતાની કંપનીની જાહેરાતો અને ઈવેન્ટ્સની માહિતી માટે ઉપયોગ કરતાં થયાં છે. જેમાં યુઝર્સ જે-તે કંપની વિષે કે કંપનીએ મુકેલા વિષયો ઉપર મુક્ત રીતે ચર્ચા કરી શકે છે.

આજે ઈન્ટરનેટ લોકોનું અભિન્ન અંગ બની ગયું છે ત્યારે આગળના ભવિષ્યમાં ઈન્ટરનેટ ફોરમ કોઈ પણ કોમ્યુનિટી કે ચોક્કસ વિષયની મુક્ત રીતે ચર્ચા-વિચારણા કરવા અને મંતવ્યો લેવા માટેનું મહત્ત્વનું માધ્યમ બની શકશે.

ઓનલાઈન ફોરમના વિષય
> ટેક્નોલોજી
> વિડીયો ગેમ્સ
> લવ, ફ્રેન્ડશિપ, ડેટિંગ અને રિલેશનશિપ
> પેરેન્ટિંગ
> બ્યુટી અને ફેશન
> હેલ્થ
> બુક્સ
> મ્યુઝિક
> જોબ્સ અને કરિયર
> કાર અને બાઈક
> એજ્યુકેશન
> બોલીવુડ
> વિદેશયાત્રા
> જોક્સ અને રમૂજ

ઓનલાઈન ફોરમની અમુક વેબસાઈટો
http://www.sukh-dukh.com/
http://www.bollywooddiscussion.com/
http://www.forums.ayushveda.com/
http://forum.education4india.com/
http://www.cricforum.com/
http://www.discusshealth.org/
http://www.healthboards.com/
http://parentingforums.org/
http://www.fashiondiscussion.com/
http://www.india-forum.com/index.php
http://www.indiabook.com/bbs/
http://www.technology-forum.com/
http://globaltechforum.eiu.com/


No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links