ઈન્ટરનેટનો ઓસ્કાર એવોર્ડ એટલે વેબી એવોર્ડ
ઑસ્કાર કે પછી કોઈ પણ બીજા એવોર્ડઝ સમારંભમાં સાંભળ્યા હોય છે. પરંતુ નવાઈની વાત એ છે કે, ઈન્ટરનેટ પણ આ બાબતે પાછળ નથી રહ્યું અને ઈન્ટરનેટ ઉપરની ઓનલાઈન સવલતો અને ક્રીએટીવીટી માટેના સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડને ઈન્ટરનેટના ઑસ્કાર એવોર્ડ સમાન ગણવામાં આવે છે જેને 'વેબી એવોર્ડ' તરીકે ઓળખવામાં આવે છે. વેબી એવોર્ડ ઈન્ટરનેટ ઉપરની શ્રેષ્ઠતાને બિરદાવવા માટે આપવામાં આવે છે જેમાં વેબસાઈટ, મોબાઈલ વેબસાઈટ, ઓનલાઈન ફિલ્મ કે વિડિયો અને ઈન્ટરએક્ટીવ એડવર્ટાઈઝિંગનો સમાવેશ થાય છે. આ એવોર્ડ IADAS (International Acedemy of Digital Arts & Sciences) દ્વારા વર્ષ ૧૯૯૬થી આપવામાં આવે છે. એકડેમીમાં મહત્ત્વની ઈન્ડસ્ટ્રીઝ, એક્સપર્ટ્ઝ, ઈલેક્ટ્રોનિક માધ્યમ વગેરેના ૫૫૦થી પણ વધુ સભ્યોનો કાફિલો છે. જેનો મુખ્ય હેતુ ઈન્ટરનેટ ઉપર વેબસાઈટ, ફિલ્મ-વિડિયો, કોન્ટેન્ટની વગેરેની શ્રેષ્ઠતાને સતત ઉચ્ચસ્તરે લઈ જવાનો છે. આ એવોર્ડ આર્ટ, ઓટોમોટિવ, કોર્પોરેટ, બેંન્કિગ, બ્યુટી એન્ડ કોસ્મેટિક્સ, કોપીરાઈટિંગ, વેલકમ પેજ, બ્લોગ, ગેમ્સ, હેલ્થ, લો, મુવીઝ, મ્યુઝિક, એજ્યુકેશન, સોશિયલ નેટર્વિંકગ, ફાયનાન્શિયલ ર્સિવસ, ફૂડ વગેરે જેવી ૧૦૦થી પણ વધુ કેટેગરીઝ માટે આપવામાં આવે છે. વેબી એવોર્ડ IADAS ના જજીસ નક્કી કરતાં હોય છે જ્યારે આ ઉપરાંત બીજો એવોર્ડ People's Voice Award આપવમાં આવે છે જે લોકો દ્વારા ઓનલાઈન વોટિંગથી નક્કી થાય છે.
'વેબી એવોર્ડ' ઈન્ટરનેશનલ એવોર્ડ છે જેથી કોઈ પણ દેશ તેમાં ભાગ લઈ શકે છે. બેસ્ટ કેટેગરીનો એવોર્ડ પસંદ કરવા માટે તેના કોન્ટેન્ટ, કોન્સેપ્ટ, ક્રાફ્ટ ક્વોલિટી, રચના, વિઝ્યુઅલ ડિઝાઈન, કાર્યત્મકતા તેમ જ ઓવર ઓલ અનુભવ ચકાસવામાં આવે છે. વેબસાઈટ કેટેગરી માટેની અરજીઓની વેબસાઈટ ઓનલાઈન હાલના સમયમાં ચાલુ હોવી જોઈએ. તેમ જ ઓનલાઈન તેની લિંક હોવી પણ જરૃરી છે. મોબાઈલ વેબસાઈટ માટે જે-તે વેબસાઈટ મોબાઈલ કે PDA માં ઓપન થવી જોઈએ. જ્યારે ઓનલાઈન ફિલ્મ-વિડિયો માટે ડીવીડી કે સીડી રૃપે નહિ પરંતુ ઓનલાઈન લિંક રૃપે જ હોવી જોઈએ. વેબી એવોર્ડ તરીકે એક વેબી સ્ટેટયુએટ આપવામાં આવે છે અને વિનર વેબસાઈટ ઉપર મૂકવા માટે લોગો પણ આપવામાં આવે છે જે વિજેતાની નિશાની સૂચવે છે. IADAS ના મતે વેબી એવોર્ડઝ ર્સુિખયોમાં આવવામાં, ગ્રાહકને આકર્ષવામાં, પોતાની ટીમને બિરદાવવા, ફ્રેશ રહેવા, દુનિયાને સક્ષમતા બતાવવા વેગેરે માટે મહત્ત્વનું પરિબળ બની શકે છે. આ એવોર્ડઝ્ના સપોર્ટર્ઝ અને પાર્ટનર્સમાં ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર જગતની ખ્યાતનામ કંપનીઓનો સમાવેશ થાય છે. વેબી લાઈફટાઈમ એચિવમેન્ટ ૨૦૦૭ નો એવોર્ડ ઓનલાઈન શોપિંગ અને ઓકશન માટે જાણીતી વેબસાઈટ Ebay ને મળ્યો હતો જ્યારે વેબી પર્સન ઓફ ધ યરનો એવોર્ડ YouTube ના કો-ફાઉન્ડર સ્ટીવ ચેન અને ચેડ હર્લીને મળ્યો હતો. વેબી એવોર્ડઝની વિશેષ માહિતી તેની ઓફિશિયલ વેબસાઈટ http://www.webbyawards.com ઉપરથી મેળવી શકાય છે જેમાં વિજેતાઓની યાદી કેટેગરી મુજબ આપેલી હોય છે.
ભારતમાં ઈન્ટરનેટની સફળતા સૌથી ઝડપી વધી હોવાં છતાં ઑસ્કાર એવોર્ડની જેમ વેબી એવોર્ડ પણ હજુ સુધી ભારતીય વેબસાઈટને મળ્યો નથી. તો આશા રાખીએ કે આવનાર સમયમાં વેબી એવોર્ડ નહિ તો નોમિનેશન તો કોઈ ભારતીય વેબસાઈટ મેળવે જ.
Follow on FaceBook
Total Pageviews
About
Whats Hot This Week
-
તમારું વૉટ્સઍપ (Android) નથી સિક્યોર, મેસેજ કોઈ પણ વાંચી શકે છે : જુઓ કેવી રીતે જો તમે એન્ડ્રોઈડ યુઝર છો અને ચેટિંગ અને મેસેજીંગ માટે વ...
-
Pizza Hutના ડિજીટલ ટેબલ પરથી જ તમે તમારો કસ્ટમાઈઝ્ડ પિઝા ઓર્ડર કરી શકશો પિઝા બેઝ, સૉસ, ટોપિંગ્સ અને સાઇડ્સના ઓપ્શન માટે તમને સ્ટેપ-બ...
-
કહેવાય છે કે વિશ્વમાં એક વર્ચ્યુઅલ દેશ (વિશ્વવસ્તીના લગભગ ૧૦ ટકા - ૬૦ કરોડ યુઝર્સ) પણ વસે છે જેનું નામ છે ફેસબુક. આજે કમ્પ્યૂટર કમ્પ્યૂટરે...
-
લાંબા સમયથી નોકિયાનું એન્ડ્રોઈડમાં આગમન થવાની રાહ જોવાતી રહી હતી ત્યારે હમણાં થોડાં દિવસ પહેલાં જ નોકિયાએ એન્ડ્રોઈડ બેઝ્ડ ફોનની જાહેરાત ...
-
સૌથી વધુ કમાણી કરતી ઓનલાઈન વેબસાઈટ બિઝનેસ કરવો એટલે તો મૂડી, મેનપાવર અને માઈન્ડ આ ત્રણેય ‘મ’ જોઈએ જ અને તો જ આપણો બિઝનેસ શરૂ થાય તેવું દરેકન...
No comments:
Post a Comment