વેબસાઈટમાં ઉપલબ્ધ RSS અને ATOM નો ઉપયોગ શું છે?
આજે ઈન્ટરનેટનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય છે અને સાથે સાથે લોકો તેને દિનચર્યાની મહત્વની અને ગંભીર પ્રવૃત્તિ તરીકે પણ સ્વીકરતાં થયાં છે. લોકો ઈન્ટરનેટ અને વેબસાઈટ ઉપર ઉપલબ્ધ સવલતોનો યોગ્ય ઉપયોગ કરી રહ્યાં છે. એવામાં વેબસાઈટ પ્રોવાઈડરો પણ માહિતી સાથે સાથે વધુ સરળતા અને સહુલિયતથી ર્સિવસનો ઉપયોગ કરી શકાય તેવા ફીચર્સ પણ વેબસાઈટ પર મૂકતાં થયાં છે. તેમાંની જ આજકાલ જે ર્સિવસનો વધુ પડતો ઉપયોગ લોકો કરી રહ્યાં છે તેવી RSS અને ATOM વિશે વધુ જાણીએ.
RSS એટલે Real Simple Syndication. આ એક પ્રકારની વેબ ફીડ છે જેના દ્વારા યુઝર્સ વેબસાઈટ ઉપર ટાઈમ ટુ ટાઈમ થતી અપડેટ માહિતી જાણી શકે છે. આ ર્સિવસનો મોટો ફાયદો સમય બચાવ અને સરળતા છે. RSS મોટા ભાગે બ્લોગ અપડેટ્સ, ન્યૂઝ હેડલાઈન્સ કે પોડકાસ્ટીંગ માટે વધુ ઉપયોગી પુરવાર થાય છે. આ ર્સિવસ યુઝર્સને પોતાની પસંદગીની વેબસાઈટ અને તેની મહત્વની માહિતીઓને ફિલ્ટર કરીને અપડેટ કરે છે. RSS માં મુખ્યત્ત્વે લખાણ દ્વારા અપડેટ મળે છે જ્યારે તેનાથી ચઢિયાતી ટેકનોલોજી ATOMમાં લખાણ સાથે મલ્ટીમિડીયાની ફાઈલ પણ તમને મળે છે.
RSSનો ઉપયોગ કરવા માટે જુદા જુદા સોફ્ટવેર હોય છે જેને ફીડ રીડર્સ કહે છે. આવા સોફ્ટવેર જુદી જુદી વેબસાઈટો ઓફર કરતી હોય છે. તેમજ ગૂગલ અને યાહૂમાં તો તેના ઈ-મેલ ર્સિવસમાં જ RSS રીડર્સની સવલત આપેલી છે. જેમાં RSS નામના વિભાગમાં તમે તમારી પસંદગીની RSS કે ATOM ફીડ (લિંક) નાંખીને રેગ્યુલર રીતે તેનાથી અપડેટ રહી શકો છો. સોફ્ટવેરમાં ફીડ નાંખ્યા પછી તમારે દરરોજ જુદી જુદી વેબસાઈટ ઉપર જવું પડતું નથી બલ્કે સોફ્ટવેરમાં જ જુદી જુદી વેબસાઈટની RSS ફીડથી માહિતી મેળવી શકાય છે. જો સોફ્ટવેર કમ્પ્યૂટરમાં ઈન્સ્ટોલ ન કરવું હોય તો ઈ-મેલ ર્સિવસમાં ઉપલબ્ધ આ ર્સિવસનો ઉપયોગ કરી શકાય.
RSSનો ઉપયોગ કેવી રીતે કરશો
· પસંદગીની વેબસાઈટમાં RSSની લિંક ઓપન કરો
· પસંદગીના વિભાગો, ન્યૂઝ અને માહિતીઓના RSSની લિંક ઉપર ક્લિક કરો
· બ્રાઉઝરના ઉપરના એડ્રેસ બારમાંથી .RSS કે .XML એક્સટેન્શન વાળી લિંક કોપી કરી તમારા ફીડ રીડર સોફ્ટવેરમાં નાંખો
· ત્યાર બાદ ઓટોમેટીકલી માહિતી ટાઈમ ટુ ટાઈમ અપડેટ થાય છે જે તમે જોઈ શકો છો.
· ફીડ રીડર્સ સોફ્ટવેરમાં આર્િટકલના મથાળા સાથે થોડું લખાણ જોવા મળે છે જેની ઉપર ક્લિક કરી આખો આર્િટકલ વાંચી શકાય છે.
RSS નો ઉપયોગ શેના માટે થાય છે.
· બ્લોગમાં થતી નિયમિત થતી એન્ટ્રીથી અપડેટ રહેવા
· પસંદગીના ન્યૂઝ વેબસાઈટ ઉપર અપડેટ થતાંની સાથે જ જાણવા
· જુદા જુદા વિષયો મુજબની માહિતીઓ નિયમિત મેળવવા
RSS ફીડ રીડર્સ સોફ્ટવેર માટેની વેબસાઈટ
· http://www.illumio.com/
· http://reader.google.com/
· http://www.rssreader.com/download.htm
· http://www.feedreader.com/
RSS રીડર્સ સોફ્ટવેરની વેબસાઈટની યાદી માટે
· http://www.dmoz.org/Computers/Software/Internet/Clients/WWW/Feed_Readers/
Follow on FaceBook
Total Pageviews
About
Whats Hot This Week
-
તમારું વૉટ્સઍપ (Android) નથી સિક્યોર, મેસેજ કોઈ પણ વાંચી શકે છે : જુઓ કેવી રીતે જો તમે એન્ડ્રોઈડ યુઝર છો અને ચેટિંગ અને મેસેજીંગ માટે વ...
-
Pizza Hutના ડિજીટલ ટેબલ પરથી જ તમે તમારો કસ્ટમાઈઝ્ડ પિઝા ઓર્ડર કરી શકશો પિઝા બેઝ, સૉસ, ટોપિંગ્સ અને સાઇડ્સના ઓપ્શન માટે તમને સ્ટેપ-બ...
-
કહેવાય છે કે વિશ્વમાં એક વર્ચ્યુઅલ દેશ (વિશ્વવસ્તીના લગભગ ૧૦ ટકા - ૬૦ કરોડ યુઝર્સ) પણ વસે છે જેનું નામ છે ફેસબુક. આજે કમ્પ્યૂટર કમ્પ્યૂટરે...
-
લાંબા સમયથી નોકિયાનું એન્ડ્રોઈડમાં આગમન થવાની રાહ જોવાતી રહી હતી ત્યારે હમણાં થોડાં દિવસ પહેલાં જ નોકિયાએ એન્ડ્રોઈડ બેઝ્ડ ફોનની જાહેરાત ...
-
સૌથી વધુ કમાણી કરતી ઓનલાઈન વેબસાઈટ બિઝનેસ કરવો એટલે તો મૂડી, મેનપાવર અને માઈન્ડ આ ત્રણેય ‘મ’ જોઈએ જ અને તો જ આપણો બિઝનેસ શરૂ થાય તેવું દરેકન...
No comments:
Post a Comment