Index Labels

Internet Begging - Now Begging and Helping on the INTERNET

. . No comments:
ઇન્ટરનેટ કે નામ પે દે દે બાબા

'ભગવાન તમારું ભલું કરે', 'અલ્લાહ કે નામ પે દે દે', 'તમારી જોડી સલામત રહે'.. આવાં વાક્યો ક્યાં સાંભળવા મળે છે જો એવું પૂછવામાં આવે તો જવાબ હોય મંદિર અથવા તો ફૂટપાથ. તમને લાગતું હશે કે ઈન્ટરનેટને આનાથી શું લાગે વળગે, ખરું ને? તો તમારો જવાબ અહીં જ છે.

ઈન્ટરનેટ એટલે આજે લોકોની દિનચર્યાનો એક ભાગ બની ગયો છે. લોકો પોતાની લગભગ દરેક જરૃરિયાતોને સંતોષવા મહત્તમ ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં થયાં છે. પરંતુ ઈન્ટરનેટનો ઉપયોગ કેટલી હદે વિકસ્યો છે તેનો આશ્ચર્યકારક નમૂનો એટલે ઓનલાઈન ભીખ, નાણાંકીય ફંડ કે ડોનેશન માંગવા માટેની વેબસાઈટ. આ પ્રવૃત્તિ ભારત કરતાં બહાર વિદેશમાં જોરશોરમાં ચાલે છે જેને 'સાયબર કે ઈન્ટરનેટ બેગીંગ' કહે છે. કેટલાંક લોકો હવે કોઈપણ પ્રકારની આર્િથક મદદ માંગવા માટે ઈન્ટરનેટને માધ્યમ બનાવી રહ્યાં છે.
  • ઓનલાઈન માંગવામાં આવતી આર્િથક મદદ
  • ધંધો શરૃ કરવા કે બચાવવા
  • ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવવા
  • રાહત કાર્ય માટેનો ફાળો
  • એજ્યુકેશન ફી
  • લગ્ન અને પ્રવાસ ખર્ચ
  • ફેમિલી કટોકટી
  • દેવું ચૂકતે કરવાં
  • રોગની સારવાર, સર્જરી અને ઓપરેશન માટે
  • મેડિકલ બિલ ચૂકવવા
  • ઘર કે મિલકત બચાવવાર્ધાિમક દાન

ઈન્ટરનેટ ઉપર સૌ પ્રથમ ૨૦૦૨માં પોતાના ક્રેડિટ કાર્ડનું ૨૦,૦૦૦ ડોલર ચૂકવવા માટે પોતાની વેબસાઈટ http://www.savekaryn.com/ બનાવનાર છોકરી કેરિન હતી. જેમાં તે વેબસાઈટ ઉપર બિલનાં નાણાં માંગતી દરખાસ્ત મૂકેલ હતી અને લગભગ ૨૦ અઠવાડિયામાં ૨૦ લાખથી પણ વધુ વેબસાઈટની વિઝીટ્સ થતાં તેને જોઈતાં નાણાં મળી ગયાં હતાં. ઓનલાઈન આ રીતની મદદ માંગવા માટેની ઘણી વેબસાઈટો છે. જેની ઉપર મદદ માંગનાર પોતાની સમસ્યા કે પ્રશ્ન વેબસાઈટમાં રજીસ્ટ્રેશન દ્વારા મૂકી શકે છે. વેબસાઈટ ઉપર જે-તે વિષય મુજબ જેમકે ધંધો શરૃ કરવા કે બચાવવા, રાહત કાર્ય માટેનો ફાળો, એજ્યુકેશન ફી, ક્રેડિટ કાર્ડના બિલ્સ ચૂકવણી વગેરે આર્િથક મદદની યાદી હોય છે. ડોનેટર્સ પોતાની ઈચ્છા મુજબ મદદ માંગનારને ઓનલાઈન જ પે-પલની વેબસાઈટ (મની ટ્રાન્સફર) દ્વારા ફંડ આપી શકે છે. આ માટેની જાણીતી વેબસાઈટ http://www.cyberbeg.com/ છે. જેનો મુખ્ય હેતુ આર્િથક રીતે ભીંસમાં આવેલા લોકો પાસે મદદ માંગવા માટેનો કોઈ રસ્તો ન હોવાથી તે લોકોને પોતાની સમસ્યાઓ ડોનેટર્સ સુધી પહોંચાડવાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. વેબસાઈટ ઉપર સત્તાવાર રીતે અત્યાર સુધી ૨૦,૦૦૦ ડોલરથી પણ વધુ ડોનેશન મળ્યાનો આંકડો જાહેર કરેલ છે. આ પ્રકારની બીજી વેબસાઈટ http://www.donatemoney2me.com/ ઓનલાઈન કાર્યરત છે જેની પ્રવૃત્તિ પણ લગભગ સરખી જ છે.

જ્યારે ઈંગ્લેન્ડના વિદ્યાર્થી એલેક્સે પોતાનું ગ્રેજ્યુએશન પૂરૃ કરવા માટે દેવું ન કરી કોઈ ક્રિએટીવ આઈડયા દ્વારા નાણાંકીય ફંડ ઉભું કરવાનું વિચારી પોતાની વેબસાઈટ બનાવવાનું વિચાર્યું. આ વેબસાઈટ દ્વારા પોતે ૧ મિલિયન ડોલર ભેગાં કરવા ઈચ્છતો હોવાથી તેને પોતાની વેબસાઈટનું નામ પણ http://www.milliondollarhomepage.com/ રાખેલ છે. આ વેબસાઈટનું હોમ પેજ એક વાર તો જોવા જેવું ખરું. આ વેબસાઈટ દ્વારા તેણે સાઈટના પ્રથમ પેજ કોઈ પણ માહિતી આપવાના બદલે તે જગ્યા ઉપર ફક્ત જાહેરાતો લઈને નાણાં ભેગાં કરેલ છે. જેમાં જાહેરાતનો ભાવ ૧ pixel નો ૧ ડોલર રાખેલ હતો. આ વેબસાઈટ ઉપર જાહેરાત આપનારોઓને પણ પોતાના બિઝનેસમાં સારો એવો પ્રતિસાદ મળેલ છે. આ વિદ્યાર્થીએ વેબસાઈટનું હોમ પેજ આખું વેચીને એક મિલિયન ડોલર ભેગાં પણ કરી લીધાં છે. આ ઉપરાંત ઓનલાઈન નાણાં ભેગાં કરવા http://www.givemedollar.com/ નામની વેબસાઈટ ઉપર તો ફક્ત એક ડોલર ડોનેટ કરો અને તમારું નામ ઈન્ટરનેટના ઈતિહાસમાં રાખવા માટે ડોનેટર્સ લિસ્ટમાં દર્શાવી રાખવાનો નકામો કિમિયો અપનાવાયો છે.

તો વિચારો આજના યુગમાં ઈન્ટરનેટ લોકોના જીવનમાં કેટલી હદે ઘર કરી ગયું છે તેનો ખ્યાલ ઉપરોક્ત બધી વેબસાઈટો જોતાં આવી શકે છે.

No comments:

Post a Comment

Follow on FaceBook

Total Pageviews

About

Whats Hot This Week

Blog Archive


Site Links

Social

More Links