ઓનલાઈન બેંકિંગ કરતી વખતે BE SAFE !
આજે લોકો ઈન્ટન્રનેટનો ઉપયોગ ઈ-મેલ, ચેટીંગ અને મોજ-મસ્તી ઉપરાંત પણ કરી રહ્યાં છે. જેમ કે ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ ન્યૂઝ, ટિકિટ બુકિંગ, નેટ બેંકિંગ અને બીજી ઘણી બધી ર્સિવસનો લાભ લોકો લઈ રહ્યાં છે. એવા માં આજે ઈન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ તેના સમય બચાવ અને સરળતાને કારણે રોજબરોજ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યો છે. આ ર્સિવસનો ઉપયોગ જેટલો ફાયદાકારક છે તેટલો જ નુકસાનકારક પણ છે. જેથી નેટ-બેંકિંગ કરતી વખતે સાવચેતી રાખવી અનિવાર્ય બની રહે છે. આ માટેની મહત્વની સાત બાબતો છે જે ધ્યાનમાં રાખવી જરૃરી છે.
1) વેબસાઈટની લિંક (URL) ચેક કરો
હંમેશા તમે જે બેંકની નેટ બેંકિંગ ર્સિવસનો ઉપયોગ કરો છો તેની વેબસાઈટની લિંક વ્યવસ્થિત રીતે ચેક કરો. કારણ કે છેતરપિંડી કરનારા તેના જેવી જ આબેહૂબ નકલી વેબસાઈટ બનાવીને તમારા ID અને Password ની ઉઠાંતરી કરી શકે છે. તેમ જ હંમેશા બેંકનું વેબ એડ્રેસ બ્રાઉઝરમાં જાતે જ ટાઇપ કરો અને ડાયરેક્ટ ઈ-મેલમાં આવેલી લિંકને ક્લિક કરી નેટ બેંકિંગ કરવાનું ટાળો.
2) તમારી સીસ્ટમ અપ-ટુ-ડેટ રાખો
દરરોજ અથવા રેગ્યુલર તમારી સીસ્ટમની સીક્યોરીટી ચેક તેમજ અપડેટ કરતાં રહો. સીક્યોરીટી અપડેટ કરવાથી કમ્પયૂટરની અંદરના ડેટા ચોરાવાનું કે નાશ થવાનું જોખમ ઘટે છે. પરંતુ આ અપડેટ્સ અમુક વિશ્વાસુ સાઈટમાંથી જ કરવું તેનું પણ ધ્યાન રાખવું. પર્સનલ ફાયરવોલ સોફ્ટવેર નાંખીને પણ હેકર્સ દ્વારા બચી શકાય છે.
3) ફુલ-પ્રૂફ પાસવર્ડ
તમારો બેંકિંગ પાસવર્ડ અમુક નિયત સમયે બદલતાં રહો. સરળ રીતે અનુમાન કરી શકાય તેવા જેમ કે નામ, જન્મ તારીખ કે ટેલિફોન નંબર વગેરેને પાસવર્ડ તરીકે રાખવાનું ટાળો. બને ત્યાં સુધી પાસવર્ડનું ફોર્મેટ આંકડા અને શબ્દોનો મેળમાં (આલ્ફા - ન્યૂમેરિક) રાખો. જો તમારી પાસે એક કરતાં વધારે બેન્ક એકાઉન્ટ્સ હોય તો દરેકના પાસવર્ડ સમાન રાખવો નહિ. બ્રાઉઝરમાં ID અને Password 'STORE’ કે ‘REMEMBER PASSWORD’ નું ઓપ્શન સિલેક્ટ ન કરશો. કારણ કે તેના દ્વારા સાયબર ક્રિમીનલ્સ સરળતાથી માહિતી મેળવી શકે છે.
4) બેન્કની ઈન્ટરનેટ પોલિસિ ચેક કરો
અમુક બેન્કો ઈન્ટરનેટ બેંકિંગ માટે સીક્યોરિટી ફિચર્સ રાખતાં હોય છે જેમ કે તમારે રૃપિયા એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાં હોય તો પાસવર્ડની જરૃર પડે છે. તેમજ મોટી રકમના વ્યવહાર દરમ્યાન પણ પાસવર્ડ નાંખવો પડે છે. બેન્કની વેબસાઈટનું એડ્રેસ 'https://’ (SSL Protected) થી શરૃ થાય છે કે નહિ તેની ચકાસણી કરવી. ‘https’માં ‘s’ એ કોમ્યુનિકેશન કરવા માટે સુરક્ષિત વેબસાઈટ છે તેવું દર્શાવે છે.
5) લોગ-ઈન અને છેલ્લા લોગ-આઉટની ચકાસણી
મોટા ભાગની બેન્કોની વેબસાઈટની પેનલમાં ‘Last Logged’ હોય છે. જો તમારી બેન્કમાં પણ હોય તો જ્યારે પણ લોગ-ઈન થાવ ત્યાર તેની અનિયમિતતા ચેક કરો. એટલે કે તમે બે દિવસ પછી લોગ-ઈન થયા હોવ અને તે પહેલાં સવારનું લોગ-ઈનનો રેકોર્ડ પણ બતાવતું હોય તો તરત જ પાસવર્ડ બદલો અને બેન્કને રિપોર્ટ કરો. હંમેશા વેબસાઈટ બંધ કરતાં પહેલાં લોગ-આઉટ ફરજિયાત કરો.
6) સાર્વજનિક કોમ્પયુટરનો ઉપયોગ નુકસાનકારક
સાયબર કાફે કે પબ્લિક કોમ્પ્યુટર ઉપર નેટ બેંકિંગ કરવાનું હિતાવહ નથી. વેબસાઈટમાં માહિતી નાંખ્યા બાદ કે ચાલુ વ્યવહારે કોમ્પ્યુટર છોડશો નહિ. વાયરલેસ નેટવર્ક (WI-FI) જેવાં સ્થળોએ આ ર્સિવસનો ઉપયોગ ટાળો કારણ કે આવાં નેટવર્કમાં સીક્યોરીટી અને પ્રાઈવસીનું મહત્ત્વ હોતું નથી.
7) તમારો પાસવર્ડ સખ્ત રીતે અંગત રાખો
એવાં ઈ-મેલના જવાબ આપવાનું ટાળો જેમાં તમારો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ નંબર પૂછાતાં હોય. ક્યારેય પણ કોઈ ઈ-મેલના જવાબમાં તમારુ બેંકિંગ ID, Password, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ નંબર આપશો નહિ.
No comments:
Post a Comment