ઓરકુટ એટલે વેબસાઈટ કે બેડસાઈટ ?
ઇન્ટરનેટની દુનિયામાં અત્યારે ‘ORKUT’ શબ્દ એટલો લોકપ્રિય થઈ ગયો છે કે તે પરિચયને પાત્ર નથી. Yahoo!, GOOGLE બાદ ઓરકુટ શબ્દ હવે ટીનેજર્સ અને યંગસ્ટર્સના મોઢે ચઢી ગયો છે. આ વેબસાઈટનો ખાસ કરીને યુવા વર્ગમાં એક ભયજનક સપાટી સુધી ઘેલછા ઘર કરી રહી છે. હાલમાં આ વેબસાઈટનો ઉપયોગ દરેક નેટીઝન (ઈન્ટરનેટ યુઝર) કરી રહ્યો છે ત્યારે આ વેબસાઈટ વિશે વધુ જાણવાલાયક પણ એટલું જ રસપ્રદ છે.
‘ORKUT’ એ ઈન્ટરનેટ જગતમાં દેવતા તરીકે જાણીતી વેબસાઈટ GOOGLE એ બનાવેલી વેબસાઈટ છે. ‘ORKUT’ એ GOOGLE કંપનીના કર્મચારીના મગજની ઉપજ છે જે એક તુર્કીશ સોફ્ટવેર એન્જીનીયર છે જેને પોતાના સ્વતંત્ર પ્રોજક્ટ દરમ્યાન આ વેબસાઈટ બનાવી હતી અને તમને એ જાણીને નવાઈ થશે કે તેના નામ Orkut Pratak`ke પરથી જ સાઈટનું નામ રાખવામાં આવ્યું છે. આ વેબસાઈટ નો જન્મ જાન્યુઆરી ૨૦૦૪ માં થયો હતો અને ત્યાર બાદ વેબસાઈટની બોલબાલા અને ઘેલછા વધતા જુલાઈ ૨૦૦૪ સુધીમાં ૧ મિલિયન મેમ્બર્સ થઈ ગયા, અને સપ્ટેમ્બર ૨૦૦૪માં મેમ્બર્સનો બમણો વધારો થતાં આંકડો ૨ મિલિયન પહોંચી ગયો. ઓક્ટોબર ૨૦૦૬માં વેબસાઈટે ૩૭ મિલિયન મેમ્બર્સનો જંગી આંકડો દર્શાવ્યો અને ૧.૩ મિલિયન દરરોજ વેબસાઈટ સર્ફ કરવા લાગ્યા અને ઓગસ્ટ ૨૦૦૭ મુજબ આ આંકડો ૬૭ મિલિયનનો અધધધ... બોલાવી નાંખે એટલે પહોંચ્યો છે.
‘ORKUT’ વેબસાઈટની આટલી લોકપ્રિયતાની પાછળ તેનો કોન્સેપ્ટ રીલેશનશીપ, ફ્રેન્ડશીપ, ચેટીંગ અને ફન છે જેને સોશીયલ નેટવર્કીંગ કહે છે જેની પાછળ આજની યુવા પેઢી પાગલ છે. વેબસાઈટમાં તમે તમારી પ્રોફાઈલ ફોટા સાથે અપડેટ કરી શકો છો અને તમે તમારી મનપસંદ કોમ્યુનીટી પણ બનાવી શકો છો અને તમારા ફ્રેન્ડઝ, ફેમિલી મેમ્બર્સની સાથે સાથે નવા લોકોના પરિચયમાં આવી શકો છોે. વેબસાઈટનો લુક અને તેની ઉપયોગની સરળતાના કારણે ઈન્ટરનેટ યુઝર્સ તેના જેવી બીજી સોશીયલ નેટવર્કીંગ myspace, facebook જેવી વેબસાઈટ કરતાં ‘ORKUT’ વધારે પસંદ કરે છે. આ વેબસાઈટ એ પોતાની લોકપ્રિયતાનો વધુ ફેલાવો કરવા માટે ઓગસ્ટ ૩૦, ૨૦૦૭થી નવા યુઝર ઈન્ટરફેસ (UI) સાથે હિન્દી, બંગાળી, મરાઠી, તામિલ અને તેલુગુ એમ પાંચ ભાષાઓમાં વેબસાઈટને રી-લોન્ચ કરી.
‘ORKUT’ વેબસાઈટ ભારતમાં યાહુ અને ગુગલ બાદ ચોથા અને દુનિયામાં ૧૦મા નંબરે રહી સૌથી વધારે લોકપ્રિય છે જ્યારે દુનિયામાં આ વેબસાઈટ નો ઉપયોગ કરવામાં ભારત બ્રાઝિલ બાદ બીજા નંબરે આવે છે. દુનિયાભરના ઈન્ટરનેટ યુઝર્સમાં આ વેબસાઈટ બ્રાઝિલમાં અને ભારતમાં અનુક્રમે ૬૧ ટકા અને ૨૨ ટકા લોકો વિઝીટ કરે છે.
‘ORKUT’ વેબસાઈટના કોન્સેપ્ટના ફાયદાની સાથે સાથે તેની લોકપ્રિયતાના વધતા તોફાનના કારણે તેના ઘણા ગેરફાયદા તથા નુકસાન પણ છે. કોઈ પણ વ્યક્તિ તમારી માહિતી, આર્ટ તથા ફોટા વગેરેની નકલ કે ચોરી કરી તેની સાથે છેડતી કરીને તેનો દુર્પયોગ કરી શકે છે જેના ઉદાહરણ રૃપે અમદાવાદની છોકરીના ફોટા સાથે છેડતી કરીને આ વેબસાઈટ પર મૂકવામાં આવ્યો હતો. તમને જાણીને નવાઈ થશે કે ઈરાનમાં આ વેબસાઈટ ખૂબ જ લોકપ્રિય વેબસાઈટ હતી જેની ઉપર હાલ નેશનલ સીક્યોરીટી અને ડેટીંગ, મેચ મેકીંગ અને રીલેશનશીપ જેવી ઈસ્લામના ધર્મ વિરૃદ્ધ પ્રવૃત્તિ ગણાતી હોવાતી ના કારણે પ્રતિબંધ છે. ઈરાનના પગલા પાછળ યુએઈ એ પણ વેબસાઈટ પર ઓગસ્ટ ૨૦૦૬માં પ્રતિબંધ મૂક્યો હતો જે ઓક્ટોબર ૨૦૦૬માં ઉઠાવી લેવામાં આવ્યો હતો. ગલ્ફ ન્યુઝ દ્વારા વેબસાઈટ પર કોમ્યુનીટી સેક્શનમાં "દુબઈ સેક્સ" નામની કોમ્યુનીટી બનાવવા સામે કમ્પલેઈન દાખલ કરવામાં આવી હતી.
આ વેબસાઈટ સામે ઘણી લીગલ કમ્પલેઈન પણ નોંધાવવામાં આવી છે જેમાં સૌથી વધારે લોકપ્રિય દેશ બ્રાઝિલના જજે ગુગલને ‘આ વેબસાઈટ’ માંથી ડ્રગ્સ વેચાણ તથા ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ધંધામાં સંકળાયેલી વ્યકિતઓ ઉપર શક હતા તેવા વ્યકિતઓની માહિતી બ્રાઝિલ સરકારને આપવાનો ઓર્ડર કર્યો હતો. તેમજ ગુગલ આ માહિતી જ્યાં સુધી ન આપે તેટલા દિવસો સુધી એક દિવસના લેખે ૨૩૦૦૦ ડોલરનો મોટો દંડ ફટકાર્યો હતો જેની સામે ગુગલે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો.
ભારતમાં મુંબઈ હાઈકોર્ટ, ઔરંગાબાદ બેન્ચે ઓક્ટોબર ૧૦,૨૦૦૬ ના રોજ ગુગલને ઈન્ડીયા સામે હેટ કેમ્પેઈનને આવકારવા માટે નોટિસ પાઠવી હતી જેમાં વેબસાઈટ પર -વી હેટ ઈન્ડીયા- નામની કોમ્યુનીટી હતી જેમાં ભારતનો રાષ્ટ્રધ્વજને સળગાવતો બતાવેલો ફોટો મૂકવામાં આવેલો હતો. ૨૩ નવેમ્બરે મુંબઈ હાઈકોર્ટે રાજ્ય સરકારને શિવાજી વિરૃદ્ધની કોમ્યુનીટી આવકારવા બદલ રાજ્યમાં વેબસાઈટ પર પ્રતિબંધ મૂકવાની અરજી કરવા જણાવેલું.
આમ, ગુગલ પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યા બાદ ઓરકુટને પણ લોકપ્રિય બનાવી રહી છે ત્યારે તેના વધતી જતી લોકપ્રિયતાની સાથે વેબસાઈટના દુર્પયોગને નજરઅંદાજ કરી શકાય એમ નથી.
Follow on FaceBook
Total Pageviews
About
Whats Hot This Week
-
તમારું વૉટ્સઍપ (Android) નથી સિક્યોર, મેસેજ કોઈ પણ વાંચી શકે છે : જુઓ કેવી રીતે જો તમે એન્ડ્રોઈડ યુઝર છો અને ચેટિંગ અને મેસેજીંગ માટે વ...
-
Pizza Hutના ડિજીટલ ટેબલ પરથી જ તમે તમારો કસ્ટમાઈઝ્ડ પિઝા ઓર્ડર કરી શકશો પિઝા બેઝ, સૉસ, ટોપિંગ્સ અને સાઇડ્સના ઓપ્શન માટે તમને સ્ટેપ-બ...
-
કહેવાય છે કે વિશ્વમાં એક વર્ચ્યુઅલ દેશ (વિશ્વવસ્તીના લગભગ ૧૦ ટકા - ૬૦ કરોડ યુઝર્સ) પણ વસે છે જેનું નામ છે ફેસબુક. આજે કમ્પ્યૂટર કમ્પ્યૂટરે...
-
લાંબા સમયથી નોકિયાનું એન્ડ્રોઈડમાં આગમન થવાની રાહ જોવાતી રહી હતી ત્યારે હમણાં થોડાં દિવસ પહેલાં જ નોકિયાએ એન્ડ્રોઈડ બેઝ્ડ ફોનની જાહેરાત ...
-
સૌથી વધુ કમાણી કરતી ઓનલાઈન વેબસાઈટ બિઝનેસ કરવો એટલે તો મૂડી, મેનપાવર અને માઈન્ડ આ ત્રણેય ‘મ’ જોઈએ જ અને તો જ આપણો બિઝનેસ શરૂ થાય તેવું દરેકન...
No comments:
Post a Comment